Bengaluru : એક અઠવાડિયાની અનિશ્વિતતા બાદ પાકિસ્તાનની ટીમને ભારતની ધરતી પર આવવા માટે વિઝા મળી ગયા છે. જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ ભારતીય હાઈ-કમિશન તરફથી પાકિસ્તાનની ટીમને વિઝા મળવવામાં મુશ્કેલી પડી રહી હતી. પણ હવે વિઝા મળતા પાકિસ્તાનની ટીમ એક મોટી ટુર્નામેન્ટ માટે ભારત આવશે. 21 જૂનના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમ (Pakistan) વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ થશે.
બેંગ્લોરના શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં 21 જૂનથી એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપની (SAFF Championship 2023) શરુઆત થવા જઈ રહી છે. આ ચેમ્પિયનશિપ 4 જુલાઈ સુધી ચાલશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 દેશોની રાષ્ટ્રીય ટીમો ભાગ લઈ રહી છે. આ 8 ટીમોને 2 ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે 18 જૂનના રોજ ભારતીય ટીમે ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યો હતો. ભારતીય ફૂટબોલ ટીમ બીજી વાર ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીતી હતી. SAFF ચેમ્પિયનશિપની આ વર્ષે 14મી આવૃતિ છે, આ પહેલા ભારતીય ફૂટબોલ ટીમ 8 વખત આ ટુર્નામેન્ટ જીતી ચૂકી છે. ભારતીય ફૂટબોલ ટીમ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021માં આ ટુર્નામેન્ટ જીત્યું હતું.
See you soon, India! 🙏🏻#wearepakistanfootball #dilsayfootball #shaheens pic.twitter.com/9a3uxiyJuv
— Pakistan Football Federation (@TheRealPFF) June 19, 2023
રિપોર્ટસ અનુસાર, દસ્તાવેજો સમય પર જમા ના કરવાને કારણે પાકિસ્તાનની ટીમને સમય પર વિઝા મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. આ બધા વચ્ચે પાકિસ્તાન એ ભારતીય હાઈ કમાન્ડ પર પ્રક્રિયામાં જાણી જોઈને મોડું કરવાનો આરોપ લાગ્યો છે. પણ હવે વિઝા મળતા જ પાકિસ્તાનની ટીમ આવતીકાલે મંગળવારની સવાર સુધીમાં પાકિસ્તાન પહોંચી શકે છે.
તારીખ | મેચ | સમય | સ્થળ |
21 જૂન, 2023 | કુવૈત vs નેપાળ | 3:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
21 જૂન, 2023 | ભારત vs પાકિસ્તાન | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
22 જૂન, 2023 | લેબનાન vs બાંગ્લાદેશ | 3:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
22 જૂન, 2023 | માલદીવ vs ભૂટાન | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
24 જૂન, 2023 | પાકિસ્તાન vs કૂવૈત | 3:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
24 જૂન, 2023 | ભારત vs નેપાળ | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
25 જૂન, 2023 | બાંગ્લાદેશ vs લેબનાન | 3:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
25 જૂન, 2023 | ભૂટાન vs લેબનાન | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
27 જૂન, 2023 | નેપાળ vs પાકિસ્તાન | 3:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
27 જૂન, 2023 | ભારત vs કુવૈત | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
28 જૂન, 2023 | લેબનાન vs માલદીવ | 3:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
28 જૂન, 2023 | ભૂટાન vs બાંગ્લાદેશ | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
1 જૂલાઈ, 2023 | સેમી-ફાઇનલ 1 – ગ્રુપ A વિજેતા vs ગ્રુપ B રનર અપ | 3:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
1 જૂલાઈ, 2023 | સેમી-ફાઇનલ 2 – ગ્રુપ B વિજેતા vs ગ્રુપ A રનર અપ | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
4 જૂલાઈ, 2023 | ફાઈનલ | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
ભારતીય સમય અનુસાર બપોરે 3.30 અને સાંજે 7.30 કલાકે મેચ શરુ થશે. આ ટુર્નામેન્ટનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્કની ચેનલો પર થશે. ટૂર્નામેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar પર પણ જોઈ શકાશે.
Published On - 11:00 pm, Mon, 19 June 23