India Open: સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાંઇ પ્રણિત અને ઘ્રુવ રાવત કોરોના સંક્રમિત, ઇન્ડિયા ઓપનથી બંને બહાર થયા

|

Jan 09, 2022 | 9:57 PM

બી સાંઇ પ્રણિત અને ધ્રુવ રાવત બંને દિલ્હીમાં રમાનાર ઇન્ડિયા ઓપનમાં હિસ્સો લેનાર હતા અને એ પહેલા જ તેઓ કોરોના સંક્રમિત જણાયા છે.

India Open: સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાંઇ પ્રણિત અને ઘ્રુવ રાવત કોરોના સંક્રમિત, ઇન્ડિયા ઓપનથી બંને બહાર થયા
Sai Praneeth: હૈદરાબાદથી દિલ્હી રવાના થવા પહેલા કોરોના પરિક્ષણ કરાવ્યુ હતુ.

Follow us on

કોરોના વાયરસ (Corona Virus) ફરી એકવાર વધવા લાગ્યો છે. વિશ્વભરમાં કોરોના (Covid19) એ અનેક ક્ષેત્રોમાં મુશ્કેલી સર્જી દીધી. સાથે જ આ મુશ્કેલી વેઠવામાંથી રમત જગત પણ સહેજે બાકાત નથી. આ દરમિયાન ભારતમાં કોરોના કેસોનુ પ્રમાણ વધવા લાગ્યુ છે. જેમાં એક બાદ એક ખેલાડીઓ પણ કોરોનાની ઝપેટમાં આવતા જઇ રહ્યા છે. હવે બેડમિન્ટન સ્ટાર સાઇ પ્રણિત (Sai Praneeth) કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા છે. આ ઉપરાંત ધ્રુવ રાવત (Dhruv Rawat) કોરોના સંક્રમિત થયો છે. જે બંને હવે ઇન્ડિયા ઓપન થી બહાર થવા મજબૂર બન્યા છે.

કોરોનાની કપરી સ્થિતી છતાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દિલ્હીમાં ઈન્ડિયા ઓપનનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ તેના પર કોરોનાનુ સંકટ મંડરાવા લાગ્યુ છે. આ ટૂર્નામેન્ટ 11 જાન્યુઆરીથી શરૂ થવાની હતી પરંતુ હવે સ્ટાર ખેલાડી બી સાઈ પ્રણીત તેનો હિસ્સો બની શકશે નહીં.

હૈદરાબાદથી દિલ્હી જતા સમયે પ્રણીતે કોરોના વાયરસ અંગે પરિક્ષણ કરાવ્યુ હતુ. BAI એ જે રિપોર્ટ અંગે માહિતી આપી છે કે, તે કોરોના પોઝિટિવ આવ્યો છે. પ્રણિત ઉપરાંત ધ્રુવ રાવતનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બંને ખેલાડીઓ ઈન્ડિયા ઓપનમાંથી બહાર થઈ ગયા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મેડાલિસ્ટ પ્રણિતે આમ કહ્યુ

2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રણિતે કહ્યું, ‘હું કોરોના પોઝિટિવ છું અને હાલમાં ઘરે આઈસોલેટ છું. મને શનિવારે શરદી અને ઉધરસ હતી. મારે ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે આઇસોલેશનમાં રહેવું પડશે. આ વર્ષ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી એ પણ મહત્વનું છે કે હું ફરીથી ફિટનેસ મેળવી લઉં.

અગાઉ, ઈંગ્લેન્ડના ડબલ્સ નિષ્ણાત સીન વેન્ડી અને કોચ નાથન રોબર્ટસનનો COVID-19 પોઝિટિવ હોવાનો પરીક્ષણ રિપોર્ટ પછી સમગ્ર બેડમિન્ટન ટીમ આગામી ઈન્ડિયા ઓપનમાંથી ખસી ગઈ હતી. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI) એ રવિવારે ઈંગ્લેન્ડની બહાર નીકળવાનો નિર્ણય જાહેર કર્યો.

 

આ પણ વાંચોઃ MS Dhoni: મહેન્દ્રસિંહ ધોનીનો ફોટો શેર કરીને KKR અવળું ફસાયુ, રવિન્દ્ર જાડેજાએ કોમેન્ટ કરતા જ કોલકાતાની બોલતી બંધ! 

 

આ પણ વાંચોઃ IND vs SA: ટીમ ઇન્ડિયામાં પોતાની ભૂમિકાને લઇને વેંકટેશ ઐયરે કહ્યુ, મારુ કામ ફક્ત ‘ખેલ ખતમ’ કરવાનુ

 

Published On - 9:52 pm, Sun, 9 January 22

Next Article