Indian vs Pakistanની મેચ દરમિયાન મેદાન પર થઈ બબાલ, હેડ કોચને મળ્યો રેડ કાર્ડ, જુઓ Video

SAFF Championship 2023 Full Schedule: ભારતના બેંગ્લોરમાં આજથી ફૂટબોલ ટુર્નામેન્ટ SAFF Championshipની શરુઆત થઈ હતી. ભારતીય ફૂટબોલ ટીમની આજે પહેલી મેચ પાકિસ્તાન સામે હતી. આ મેચના પ્રથમ હાફમાં વરસાદ સાથે બંને ટીમો વચ્ચે બબાલના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

Indian vs Pakistanની મેચ દરમિયાન મેદાન પર થઈ બબાલ, હેડ કોચને મળ્યો રેડ કાર્ડ, જુઓ Video
SAFF Championship 2023 India vs pakistan
| Edited By: | Updated on: Jun 21, 2023 | 8:57 PM

Bengaluru : ભારત અને પાકિસ્તાન આ બંને દેશો ભલે ભૌગોલિક રીતે એકબીજાની નજીક છે, પણ તેમની વચ્ચે ખરા અર્થમાં 36નો આંકડો છે. વૈશ્વિક મંચ હોય કે ક્રિકેટનું મેદાન, દરેક જગ્યા એ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ રહે છે. આજે ફૂટબોલના મેદાન પર આવી જ એક ઘટના સામે આવી હતી. ભારત-પાકિસ્તાનની ફૂટબોલ ટીમો વચ્ચે આજે બેંગ્લોરમાં SAFF Championship 2023ની પ્રથમ મેચ રમાઈ હતી.

આ મેચ દરમિયાન કોઈ કારણસર ભારતીય ટીમના હેડ કોચ Igor Stimac એ પાકિસ્તાનના ખેલાડી પાસેથી બોલ છીનવી લીધો. પાકિસ્તાની ખેલાડી તે સમયે ભારતીય હેડ કોચ પર ગુસ્સે થયો, જેના કારણે બંને ટીમના ખેલાડીઓ બબાલના મૂડમાં આવી ગયા હતા. આ ઘટનાને કારણે રેફરી એ હેડ કોચને રેડ કાર્ડ બતાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : MS Dhoni: ધોની આગામી IPL રમશે કે નહીં? CSKના CEOને જણાવ્યો પ્લાન, જાણો શું કહ્યું

મેદાન પર ભારત-પાકિસ્તાનની ટીમ આવી સામસામે

 


 

 

બેંગ્લોરના શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં આજે 21 જૂનથી એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપની શરુઆત થઈ છે. આ ચેમ્પિયનશિપ 4 જુલાઈ સુધી ચાલશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 દેશોની રાષ્ટ્રીય ટીમો ભાગ લઈ રહી છે. આ 8 ટીમોને 2 ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ICC Test Rankings : માર્નસ લાબુશેનને પછાડી જો રૂટ બન્યો નંબર-1 ટેસ્ટ બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

SAFF ચેમ્પિયનશિપ 2023નું સંપૂર્ણ શેડયૂલ 

 તારીખ મેચ સમય સ્થળ
21 જૂન, 2023 કુવૈત vs નેપાળ 3:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
21 જૂન, 2023 ભારત vs પાકિસ્તાન 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
22 જૂન, 2023 લેબનાન vs બાંગ્લાદેશ 3:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
22 જૂન, 2023 માલદીવ vs ભૂટાન 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
24 જૂન, 2023 પાકિસ્તાન vs કૂવૈત 3:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
24 જૂન, 2023 ભારત vs નેપાળ 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
25 જૂન, 2023 બાંગ્લાદેશ vs લેબનાન 3:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
25 જૂન, 2023 ભૂટાન vs લેબનાન 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
27 જૂન, 2023 નેપાળ vs પાકિસ્તાન 3:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
27 જૂન, 2023 ભારત vs કુવૈત 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
28 જૂન, 2023 લેબનાન vs માલદીવ 3:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
28 જૂન, 2023 ભૂટાન vs બાંગ્લાદેશ 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
1 જૂલાઈ, 2023 સેમી-ફાઇનલ 1 – ગ્રુપ A વિજેતા vs ગ્રુપ B રનર અપ 3:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
1 જૂલાઈ, 2023 સેમી-ફાઇનલ 2 – ગ્રુપ B વિજેતા vs ગ્રુપ A રનર અપ 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
4 જૂલાઈ, 2023 ફાઈનલ 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:53 pm, Wed, 21 June 23