
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા છે. વ્લાદિમીર પુતિન વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક છે. તેમની આંતરરાષ્ટ્રીય રાજકીય કારકિર્દી ઉપરાંત, પુતિન એક રમતવીર પણ રહ્યા છે. તેઓ જુડોમાં બ્લેક બેલ્ટ ધરાવે છે, અને એક દિગ્ગજ જુડો ખેલાડીને પોતાનો આદર્શ માને છે. આ ખેલાડીનું નામ યાસુહિરો યામાશિતા છે. પુતિન યાસુહિરોના ખૂબ મોટા ચાહક છે. પુતિન યાસુહિરોની સિદ્ધિઓ અને શિસ્તને સલામ કરે છે. 2016 માં, પુતિન ટોક્યોમાં યાસુહિરોને મળ્યા હતા.
યાસુહિરો યામાશિતા જુડો ઇતિહાસના મહાન ખેલાડી છે. 1977 થી 1985 ની વચ્ચે તેમણે સતત 203 મેચ જીતી હતી જે એક રેકોર્ડ છે.યાસુહિરો યામાશિતાની સૌથી ફેમસ ફાઈટ 1984 માં થઈ હતી. યામાશિતાને ઓલ જાપાન ચેમ્પિયનશિપ દરમિયાન ઈજા થઈ હતી, પરંતુ જમણા પગમાં ફ્રેક્ચર હોવા છતાં તેમણે ફાઇટ જીતી લીધી હતી. યાસુહિરો યામાશિતા સૌથી ઓછા સમયમાં મેચ જીતનો રેકોર્ડ પણ ધરાવે છે. તેમણે માત્ર 8 સેકન્ડમાં ફાઇટ પૂરી કરી હતી.
Yasuhiro Yamashita – 1 of the greatest Judokas of all time, known as the only male Judo Champion who remained Underfeated throughout his entire career (Legend ) pic.twitter.com/l09z0X3oeh
— SmartBlue (@Hewi8S) September 26, 2025
યાસુહિરો યામાશિતાને જેન્ટલ જાયન્ટ તરીકે પણ ઓળખવામાં આવતા હતા, કારણ કે તેઓ મેટ પર આક્રમક હતા, પરંતુ તેમનો સ્વભાવ તેનાથી બિલકુલ અલગ હતો. તેઓ મેટ બહાર તેના પ્રેમાળ સ્વભાવ માટે જાણીતા હતા . સુહિરો યામાશિતાને જાપાની ઓલિમ્પિક સમિતિના પ્રમુખ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જાપાનમાં આ ખૂબ જ ઉચ્ચ પદ છે.
Yasuhiro Yamashita, entereza ante la adversidad.
El judoca japonés fue protagonista en Los Ángeles 1984. #JuegosOlimpicos #MoreThanSport pic.twitter.com/ASbW0Pymq4
— Los Juegos Olímpicos (@juegosolimpicos) June 16, 2025
પુતિન યાસુહિરો યામાશિતાના ખૂબ વખાણ કરે છે. અનેક ઇન્ટરવ્યુમાં તેમણે યાસુહિરોને એક રોલ મોડેલ તરીકે વર્ણવ્યા છે. પુતિનના મતે યાસુહિરોએ તેમને શિસ્ત અને સંતુલન શીખવ્યું. રમતગમતના રાજકારણમાં પણ યાસુહિરો યામાશિતાને ખૂબ માન મળે છે.
આ પણ વાંચો: મિશેલ સ્ટાર્કે ફરી પિંક બોલથી તબાહી મચાવી, દિગ્ગજ ખેલાડીનો તોડ્યો રેકોર્ડ, આ મામલે બન્યો નંબર 1