Basketball: રશિયામાં અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડીની ધરપકડ, ઓલિમ્પિક ચેમ્પિયનને માદક પદાર્થ રાખવાના ગુન્હામાં કાર્યવાહી

|

Mar 06, 2022 | 8:27 AM

યુક્રેન પર રશિયાના આક્રમણ (Russia Ukraine War) બાદ અમેરિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે અને રશિયા સામે અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે અને હવે આ ઘટના ફરી બંને દેશો વચ્ચે ઘર્ષણમાં વધારો કરી શકે છે.

Basketball: રશિયામાં અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડીની ધરપકડ, ઓલિમ્પિક ચેમ્પિયનને માદક પદાર્થ રાખવાના ગુન્હામાં કાર્યવાહી
Brittney Griner ઓલિમ્પિકમાં 2016 અને 2021 માં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો હિસ્સો રહી હતી.

Follow us on

યુક્રેનના આક્રમણને કારણે છેલ્લા 10 દિવસથી રશિયા (Russia Ukraine War) સમગ્ર વિશ્વના નિશાના પર છે. પશ્ચિમી દેશો રશિયા પર સતત પ્રતિબંધો લાદી રહ્યા છે, રશિયા હાલમાં યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીથી તબાહી મચાવી રહ્યું છે. ખાસ કરીને રશિયાના પગલાંથી અમેરિકા સૌથી વધુ નારાજ છે અને તેની સામે આર્થિક અને રાજદ્વારી પ્રતિબંધો લાદી રહ્યું છે. હવે રશિયાએ એવું કામ કર્યું છે, જેનાથી અમેરિકા સાથે તેનો સંઘર્ષ વધુ વધી શકે છે. વૈશ્વિક રમત સંગઠનો દ્વારા તેના ખેલાડીઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધો સામે લડી રહેલા રશિયાએ હવે યુએસ બાસ્કેટબોલ ખેલાડીની ધરપકડ કરી છે (Russia Arrests American Basketball Player). રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ખેલાડી પાસેથી નશીલા પદાર્થો મળી આવ્યા છે.

રશિયાની ફેડરલ કસ્ટમ સર્વિસ દ્વારા શનિવારે 5 માર્ચે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે બે વખતની ઓલિમ્પિક ચેમ્પિયન બાસ્કેટબોલ ખેલાડીની ધરપકડ કરવામાં આવી છે. નિવેદન અનુસાર, ફેબ્રુઆરીમાં ન્યુયોર્ક જતી ફ્લાઇટમાં એક યુએસ નાગરિકને તેની બેગમાંથી લાક્ષણિક ગંધ સાથે પ્રવાહીની શોધ કરવામાં આવી હતી. નિષ્ણાતોની તપાસમાં જાણવા મળ્યું કે આ પ્રવાહી હશિશ તેલ હતું, જે માદક પદાર્થ છે.

ફોનિક્સ મર્ક્યુરીની બ્રિટ્ટની ગ્રિનરની ધરપકડ

જો કે, નિવેદનમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે પકડાયેલી મહિલા ખેલાડી યુએસની રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમની સભ્ય છે અને બે વખતની ઓલિમ્પિક ચેમ્પિયન છે, પરંતુ તેણે તેનું નામ આપ્યું નથી. આ દરમિયાન, રશિયન સમાચાર એજન્સી તાસ (TASS) એ સરકારી સૂત્રોના હવાલાથી કહ્યું કે પકડાયેલા ખેલાડીનું નામ બ્રિટ્ટની ગ્રિનર છે, જે ડબ્લ્યુએનબીએમાં ફોનિક્સ સ્ટાર્સનો ભાગ રહી ચૂકી છે. જો ગ્રિનરને દોષી ઠેરવવામાં આવે તો, રશિયન કાયદા હેઠળ 5 થી 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બ્રિટ્ટની એજન્ટ અને WNBA નિવેદન

જો કે હજુ સુધી આ મામલે યુએસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ ગ્રિનરના એજન્ટે પુષ્ટિ કરી છે કે તે રશિયામાં હતી. મીડિયા રિપોર્ટમાં એજન્ટ લિન્ડસે કાગાવાના હવાલાથી જણાવ્યું હતું કે તે રશિયામાં બ્રિટનીની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ છે અને બ્રિટની, તેના પરિવાર અને રશિયામાં તેના કાનૂની સલાહકારોના સંપર્કમાં છે.

આ અમેરિકન વિમેન્સ બાસ્કેટબોલ લીગ (WNBA) ની ઑફ-સિઝન છે અને તેમાં રમનારા ખેલાડીઓ ઑફ-સિઝનમાં યુરોપિયન લીગમાં રમે છે, જેમાં રશિયા અને યુક્રેનની બાસ્કેટબોલ લીગનો પણ સમાવેશ થાય છે. આ કારણોસર, ડબ્લ્યુએનબીએ સાથે સંકળાયેલા ઘણા ખેલાડીઓ રશિયામાં હતા અને સંઘર્ષની શરૂઆતથી જ દેશમાંથી પાછા ફરી રહ્યા હતા. આ કિસ્સામાં, WNBA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બ્રિટ્ટની સિવાય તમામ WNBA ખેલાડીઓ દેશ પરત ફર્યા છે.

બે વખતનો ઓલિમ્પિક ચેમ્પિયન ગ્રિનર

31 વર્ષની બ્રિટ્ટની અમેરિકન મહિલા બાસ્કેટબોલ ટીમની મહત્વની સભ્ય છે. તે 2016 અને 2021 ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર યુએસ ટીમનો પણ ભાગ હતો. WNBA માં, તે છેલ્લી નવ સીઝન માટે ફોનિક્સ મર્ક્યુરી સાથે હતી અને 2014 માં ટીમ સાથે WNBA ચેમ્પિયનશિપ જીતી હતી.

 

આ પણ વાંચોઃ Women’s World Cup 2022: ટીમ ઇન્ડિયા પ્રથમ વાર બની શકે છે વિશ્વ વિજેતા, જાણો 3 મોટા કારણો

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાને કેમ ના મળ્યો બેવડી સદી ફટકારવાનો મોકો? જાતે જ કર્યો ખુલાસો

 

Published On - 7:48 am, Sun, 6 March 22

Next Article