Commonwealth Games 2022: ગોપીચંદને કોમનવેલ્થ ગેમ્સમાં વધુ સારા પ્રદર્શનનો વિશ્વાસ

|

Jul 03, 2022 | 12:21 PM

Badminton : ગોપીચંદે કહ્યું કે છેલ્લી વખત અમે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. શું આપણે તેના કરતા વધુ સારું કરી શકીએ? પરંતુ થોમસ કપને જોતા મને ખાતરી છે કે અમને પુરૂષ સિંગલ્સ અને ડબલ્સમાં અમારા રેકોર્ડ સુધારવાની તક મળશે.

Commonwealth Games 2022: ગોપીચંદને કોમનવેલ્થ ગેમ્સમાં વધુ સારા પ્રદર્શનનો વિશ્વાસ
Pullela Gopichand (File Photo)

Follow us on

બેડમિન્ટન ટીમના મુખ્ય રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદ (Pullela Gopichand) ને આશા છે કે થોમસ કપમાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ ભારતીય ટીમ મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતવામાં અને આગામી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) માં તેના ડબલ્સ રેકોર્ડમાં સુધારો કરવામાં સફળ રહેશે. ભારતીય બેડમિન્ટન ખેલાડીઓએ કોમનવેલ્થ ગેમ્સની 2018 સીઝનમાં બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત છ મેડલ જીત્યા હતા.

ભારતના દિગ્ગજ ગણાતા બેડમિન્ટનના ખેલાડી પુલેલા ગોપીચંદે કહ્યું કે, “એક ટીમ તરીકે વૈશ્વિક સ્પર્ધામાં થોમસ કપનું પ્રદર્શન ઘણું મહત્વનું છે. અમે આ પહેલા આવું પ્રદર્શન કર્યું નથી. ખાસ કરીને પુરુષોના વિભાગમાં. તે એક મોટી વાત છે. સામાન્ય રીતે ખેલાડીઓ ઉત્સાહિત છે અને થોમસ કપમાં ટીમે જે રીતે પ્રદર્શન કર્યું છે તે અંગે ખૂબ જ આશાવાદી છે. મને આશા છે કે અમે છેલ્લી વખત કરતાં વધુ સારું પ્રદર્શન કરીશું.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

છેલ્લી વખતે અમે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. શું આપણે તેનાથી વધુ સારું કરી શકીએ? પરંતુ થોમસ કપને જોતા મને ખાતરી છે કે અમને પુરૂષ સિંગલ્સ અને ડબલ્સમાં અમારા રેકોર્ડ સુધારવાની તક મળશે. ‘પ્રકાશ પાદુકોણ (1978) અને સૈયદ મોદી (1982) અને પારુપલ્લી કશ્યપ (2010) કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા મેન્સ સિંગલ પ્લેયર છે. જ્યારે ચિરાગ અને સાત્વિકે 2018માં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાશે.

 

 

પુલેલા ગોપીચંદે કહ્યું કે, પીવી સિંધુ (PV Sindhu) ના કોચ પાર્ક તાઈ સંગ સાથે વાત કરશે અને પીવી સિંધુની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરશે. અમે ચોક્કસપણે તેના પર કામ કરીશું. તે ખૂબ જ સારી ખેલાડી છે.” અમે કોચ પાર્ક સાથે વાત કરીશું અને જાણીશું કે શું સમસ્યાઓ છે. તે એક મજબૂત અને અનુભવી ખેલાડી છે. મને ખાતરી છે કે તે થોડા અઠવાડિયામાં જોરદાર પુનરાગમન કરશે.

Next Article