PKL: પુનેરી પલ્ટે જયપુરને હરાવ્યું તો ગુજરાતે યુ મુમ્બાને હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી

|

Feb 20, 2022 | 12:34 AM

પ્રો કબડ્ડી લીગમાં લીગ ચરણના અંતિમ પડાવમાં પહોંચી ગયું છે અને પ્લેઓફની રેસ ઘણી રોમાંચક જોવા મળી. કેટલીક ટીમોને અહીં નિરાશા હાથ લાગી હતી તો કેટલીક ટીમોએ બાજી મારી.

PKL: પુનેરી પલ્ટે જયપુરને હરાવ્યું તો ગુજરાતે યુ મુમ્બાને હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી
Pro Kabaddi League

Follow us on

પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) 2022 માં શનિવારે પુનેરી પલટનનો (Puneri Paltan) સામનો જયપુર પિંક પેન્થર્સ (Jaipur Pink Panthers) ટીમ સામે થયો હતો. બંને વચ્ચેની મેચ રોમાંચક રહી હતી. જેમાં મજબુત ગણાતી જયપુર પિંક પેન્થર્સ ટીમ સામે પુનેરી પલટન ટીમે બાજી મારી હતી. તો બીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સનો (Gujarat Giants) સામનો યુ મુમ્બા (U Mumba) સામે થયો હતો. જેમાં ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કરતા યુ મુમ્બાને હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી.

મોહિત ગોયત અને અસલમ ઇનામદારે શાનદાર પ્રદર્શન કરતા પુનેરી પલટન ટીમે જયપુર પિંક પેન્થર્સને 37-30થી હરાવ્યું હતું. ગોયતે 14 પોઇન્ટ અને ઇનામદારે 11 પોઇન્ટ બનાવીને પુનેરી પલટન ટીમની જીત પાક્કી કરી હતી. તો જયપુર પિંક પેન્થર્સ ટીમ તરફથી અર્જુન દેશવાલે શાનદાર રમત દાખવી હતી અને 18 પોઇન્ટ બનાવ્યા હતા. પણ તેને પોતાના સાથી ખેલાડીઓ પાસેથી મદદ મળી ન હતી અને જયપુર ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

બંને ટીમોએ પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવવાની સંભાવનાની સાથે મેટ પર ઉતરી હતી. જયપુર ટીમને જીતની જરૂર હતી. જ્યારે પુનેરી પલટન ટીમને 28 પોઇન્ટના અંતરથી જીત જોઇતી હતી. અંતમાં કોઇ ટીમ પ્લેઓફમાં પોતાની જગ્યા પાક્કી કરી શકી ન હતી અને હવે આ બંને ટીમોએ અન્ય મેચના પરિણામ પર આધાર રાખવાનો રહેશે. હવે આવનારી મેચ હરિયાણા સ્ટીલર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાનાર મેચના પરિણામ પર પુનેરી પલટન અને જયપુર ટીમમાંથી કોણ પ્લેઓફમાં જશે તેનું નામ નક્કી થશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તો બીજી તરફ ગુજરાત જાયન્ટ્સે લીગમાં પોતાની 10મી જીત સાથે પ્લેઓફમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. ગુજરાત ટીમે આ સિઝનમાં 131 મી મેચમાં યુ મુમ્બાને 36-33 પોઇન્ટથી હરાવી શાનદાર જીત મેળવી હતી. યુ મુમ્બા ટીમ પહેલા જ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે. તેની હારની સાથે જયપુર પિંક પેન્થર્સ ટીમ હજુ પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે આશા સેવી રહી છે. 6 ટીમો હવે પ્લેઓફ મેચ રમશે અને ગુજરાતની ટીમ તેમાં પાંચમી ટીમ બની છે.

ગુજરાત ટીમ માટે આ મહત્વની મેચમાં રાકેશે 13 પોઇન્ટ મેળવ્યા. તો અન્ય ખેલાડીઓમાં મહેન્દર રાજપુત 7 અને ડિફેન્સમાં ગિરીશ એનાર્કે હાઈ-5 લગાવી. યુ મુમ્બા માટે અજીત કુમારે 11 પોઇન્ટ મેળવ્યા. જ્યારે શિવમે 8 પોઇન્ટ મેળવ્યા. યુ મુમ્બાએ આ સિઝનમાં 10મી હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો : PKL 2022: ગુજરાત જાયન્ટ્સ-બેંગલુરુ બુલ્સની જીત, જાણો Points Table ની શું છે સ્થિતિ?

આ પણ વાંચો : PKL: મનજીત છિલ્લરે દબંગ દિલ્હીને પોતાના દમ પર જીતાડ્યુ, ગુજરાત-મુમ્બા મેચ ટાઈ રહી

Next Article