Pro Kabaddi League: ગુજરાત જાયંટ્સનો શાનદાર વિજય, જયપુર ટીમને હરાવી ટોપ 6માં જગ્યા બનાવી

|

Feb 08, 2022 | 12:09 AM

પ્રો કબડ્ડી લીગમાં આજની 100મી મેચમાં ગુજરાતે પહેલા હાફમાં રેડ દરમ્યાન જયપુરને મજબુત ટક્કર આપી પણ ડિફેન્સમાં માત્ર 3 ટેકલ પોઇન્ટ જ મેળવી શકી હતી.

Pro Kabaddi League: ગુજરાત જાયંટ્સનો શાનદાર વિજય, જયપુર ટીમને હરાવી ટોપ 6માં જગ્યા બનાવી
Gujarat Giants win

Follow us on

સોમવારે બેંગલોરના શેરેટોન ગ્રાન્ડ વ્હાઇટપીલ્ડમાં પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) માં સિઝન 8માં 100મી મેચમાં ગુજરાત જાયંટ્સ (Gujarat Giants) ટીમે શાનદાર પ્રદર્શન કરતા જયપુર પિંક પેંથર્સ (Jaipur Pink Panthers) ટીમને 36-31થી હરાવીને પોઇન્ટ ટેબલમાં ટોપ 6 માં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં પહેલા હાફમાં ગુજરાતે રેડ દરમ્યાન જયપુર ટીમને મજબુટ ટક્કર આપી પણ ડિફેન્સમાં માત્ર 3 ટેબલ પોઇન્ટ જ લઇ શકી હતી. બીજા હાફમાં અંતિમ સમયે ભુલોના કારણે જયપુર ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં દીપક નિવાસ હુડ્ડાએ સુપર 10 પુરી કરી હતી. તો અર્જુન દેશવાલે માત્ર 6 પોઇન્ટ મેળવ્યા હતા. ગુજરાત જાયંટ્સ તરફથી રાકેશ નરવાલે 8 પોઇન્ટ મેળવ્યા હતા. તો પરદીપ અને અજય કુમારે 6-6 પોઇન્ટ બનાવ્યા હતા.

જયપુર ટીમે ડિફેન્સના દમ પર લીડ મેળવી હતી

ગુજરાત જાયંટ્સ ટીમે ટોસ જીત્યો અને જયપુર ટીમને પહેલા રેડ માટે આમંત્રણ આપ્યું. દીપક નિવાસ હુડ્ડાએ રેડ કરી ટીમનું ખાતુ ખોલ્યું હતું. તો અજય કુમારે સતત બે રેડ કરીને 2 પોઇન્ટ મેળવ્યા હતા. ત્યારબાદ ગુજરાત ટીમે ડિફેન્સમાં અર્જુન દેશવાલને રોકીને રાખ્યો. ત્યારબાદ ગુજરાતે રેડમાં પોઇન્ટ લેવાનું ચાલુ રાખ્યું પણ સુનીલ કુમાર અને મારૂતી એર્નાક ડિફેન્સમાં સતત સંઘર્ષ કરતા રહ્યા.

પહેલા હાફમાં 20-14તી જયપુર લીડ પર હતી. રેડ પોઇન્ટમાં બેને ટીમોનું પ્રદર્શન લગભગ બરાબર હતું, પણ ડિફેન્સમાં જયપુર ટીમ 8 પોઇન્ટ લઇ ગઇ, તો ગુજરાત માત્ર 3 પોઇન્ટ મેળવી શકી હતી. બીજા હાફમાં ગુજરાતે શાનદાર વાપસી કરી હતી અને સતત પોઇન્ટ લઇને સ્કોર બરોબરી પર લાવી દીધો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાતે શાનદાર વાપસી કરી

પરવેશ ભેસવાલે હાદીની સાથે મળીને સતત ત્રીજી સુપર ટેકલ કરી અને મેચમાં વાપસીના સંકેત આપ્યા હતા. ત્યારબાદ જયપુર ટીમના ડિફેન્ડર્સની ભુલ થઇ અને તેણે 2 પોઇન્ટ ગુમાવ્યા. અંતિમ 10 મિનિટમાંની રમતમાં બૃજેંદ્ર ચોધરીને ટેકલ કરી ગુજરાતે જયપુર ટીમને ઓલઆઉટ કરી દીધું અને 27-26ની લીડ મેળવી લીધી હતી.

 

આ પણ વાંચો : વિરાટ કોહલી એક લીડર હતો અને હંમેશા રહેશેઃ અજય જાડેજા

આ પણ વાંચો : INDvWI: સુર્યકુમારે જણાવ્યું પહેલી વન-ડેમાં પોલાર્ડ કઇ રીતે ઉશ્કેરતો હતો

Next Article