
મંગળવારે બેંગલુરુમાં શેરેટોન ગ્રાન્ડ વ્હાઇટપીલ્ડમાં પ્રો કબડ્ડી લીગની (Pro Kabaddi League) સિઝન 8માં દિવસની બીજી મેચમાં યુ મુમ્બા (U Mumba) ટીમને પટના પાયરેટ્સ (Patna Pirates) ટીમે 47-36 થી હરાવ્યું. આ જીત સાથે પટનાની ટીમ પોઇન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર પહોંચી ગઇ છે અને પ્લેઓફમાં જગ્યા બનાવવાથી પણ નજીક પહોંચી ગઇ છે. તો યુ મુમ્બા ટીમને પ્લે ઓફમાં પહોંચવાનો રસ્તો થોડો મુશ્કેલ બની ગયો છે. આ મેચમાં શરૂઆતથી જ પટનાની ટીમે ડિફેન્સની સાથે રેડમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું અને પુરી મેચમાં હરીફ ટીમને ઓલઆઉટ કરીને એક તરફી મેચમાં જીત મેળવી હતી. સચિન 16 પોઇન્ટની સાથે મેચમાં સૌથી વધુ પોઇન્ટ મેળવનાર ખેલાડી બન્યો હતો. તો અભિષેક સિંહ 13 પોઇન્ટ બનાવ્યા હતા. રિંકુએ 4 ટેકલ કર્યા, તો નીરજ કુમારે 3 ખેલાડીઓને મેટથી બહાર ફેક્યા હતા. પટના ટીમના ગુમાન સિંહે પોતાની સુપર 10 રેડ પુરી કરી હતી.
Sachin cannot be average, so he is being SAVAGE💯
.
.
.#PatnaPirates #PiratesMeriJaan #PirateHamla #PiratePanti #Season8 #MUMvPAT #VivoProKabaddi #Kabaddi #SuperhitPanga pic.twitter.com/mITo3boEiL— Patna Pirates (@PatnaPirates) February 8, 2022
યુ મુમ્બાએ ટોસ જીતીને પટના ટીમને પહેલા રેડ કરવા આમંત્રણ આપ્યું હતું. શાનદાર ફોર્મ પર ચાલી રહેલ સચિન તંવરે પહેલા રેડ કરી પણ એક પણ પોઇન્ટ મેળવી શક્યો ન હતો. પ્રશાંત રાયે પોતાની પહેલી રેડમાં 2 પોઇન્ટ મેળવી ટીમને સારી શરૂઆત અપાવી હતી. અજીત કુમારે ટચ પોઇન્ટની સાથે યુ મુમ્બાનું ખાતુ ખોલ્યું હતું.
પટના ટીમના રેડરની કમાલ મેચમાં ચાલુ જ હતી અને ગુમાન સિંહ મલ્ટી પોઇન્ટ રેડ કરી ટીમને 8-1 ની લીડ અપાવી હતી. જોકે ત્યારબાદની રેડમાં અભિષેક સિંહે સુપર રેડ કરી સ્કોર 8-4 કરી દીધો હતો. ફજલ અત્રાચલીને સચિને આઉટ કરી યુ મુમ્બાને ઓલઆઉટ કરી દીધું હતું.
રાહુલ સેઠપાલે યુ મુમ્બા માટે ડિફેન્સમાં પહેલો પોઇન્ટ મેળવ્યો. ત્યારબાદ અજીતે બે પોઇન્ટ લઇને યુ મુમ્બાની મેચમાં વાપસી કરાવી હતી. સચિને યુ મુમ્બા ટીમના ડિફેન્સને ટેકલ કરી પટના ટીમને ઓલઆઉટ કર્યું. ત્યારબાદ યુ મુમ્બાએ ડિફેન્સમાં શાનદાર રમત દાખવી પણ સચિને એક જ રેડમાં પાંચ ડિફેન્ડરોને આઉટ કરી હરીફ ટીમની વાપસી પર પાણી ફેરવી દીધું. પટના ટીમે યુ મુમ્બાને બીજીવાર ઓલઆઉટ કર્યું અને પહેલા હાફમાં 26-18ની લીડ મેળવી લીધી.
અજિત કુમારે બીજા હાફમાં પહેલી જ રેડમાં 2 પોઇન્ટ સાથે પટના સામેના સ્કોરના ગેપને ઓછો કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પટના ટીમની ડિફેન્સે વાપસી કરી અને સ્કોર 30-20 કરી દીધો. જોકે સચિને યુ મુમ્બાને સુપર ટેકલ કર્યું પણ પટના ટીમ ડિફેન્સમાં સતત પોઇન્ટ મેળવતી રહી અને યુ મુમ્બા ત્રીજીવાર ઓલઆઉટ થઇ ગઇ.
અંતિમ મીનીટમાં રિંકુએ શાનદાર ડિફેન્સ કર્યું પણ પટના ટીમના સ્કોરની નજીક પણ પહોંચી શકી ન હતી. અભિષેક સિંહે પોતાની સુપર 10 પુરી કરી. મેચની અંતિમ રેડમાં સચિને સુપર રેડ લગાવી અને પટના ટીમનો સ્કોર 47-36 કરી દીધો હતો. આ મેચમાં જીત સાથે પટના પોઇન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી ગઇ હતી.
આ પણ વાંચો : Pro Kabaddi League: તમીલ થલૈવાસને હરાવી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું હરિયાણા સ્ટિલર્સ
આ પણ વાંચો : WWE: આ 4 સુપર સ્ટાર રેસલર એક્ટીંગમાં પણ મચાવે છે ધમાલ, આ વર્ષે આવશે તેમની આ ફિલ્મો
Published On - 11:57 pm, Tue, 8 February 22