
પ્રો કબડ્ડી લીગમાં (Pro Kabaddi League) બુધવારે આજે પહેલી મેચમાં તેલુગૂ ટાઇટન્સનો (Telugu Titans) નો સામનો જયપુર પિંક પેન્થર્સ (Jaipur Pink Panthers) ટીમ સામે થશે. જયપુરની ટીમની વાત કરીએ તો તેણે 20 મેચમાંથી 9 મેચ જીતીને 57 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં 7માં સ્થાને છે. તો તેલુગૂ ટાઇટન્સ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ બની છે અને આ ટીમે હજુ સુધી લીગમાં એક જ મેચ જીતી છે. રસપ્રદ વાત એ છે કે તેલુગૂ ટાઇટન્સને મળેલી એક માત્ર જીત જયપુર ટીમ સામે જ હતી. જયપુર ટીમે હજુ 2 મેચ રમવાની છે અને એક પણ હાર તેને પ્લેઓફની રેસમાંથી બહાર ફેકી શકે છે. આ મેચ રાત્રે 8:30 વાગે શરૂ થશે.
હજુ ગત મેચમાં યુ મુમ્બા (U Mumba) ને હરાવીને ધમાકેદાર જીત મેળવનાર જયપુરની ટીમ દરેક મેચને કરો યા મરો મેચની જેમ જોશે. અર્જુન દેશવાલ ફોર્મમાં પરત આવતા ટીમની તાકાત વધી જશે, તો બૃજેન્દ્ર ચૌધરી અને નીતિન રાવલની ઓલરાઉન્ડર રમત આકર્ષક રહી છે. સંદીપ ધુલ અને વિશાલે મુમ્બાના રેડર્સને રોકીને સાબિત કરી દીધું કે હવે જયપુરની ટીમને રોકવું મુશ્કેલ હશે. જોકે તેલુગૂ ટીમ સામે મેચ થોડી અલગ હશે. કારણ કે તેલુગૂ ટીમ કોઇ પણ દબાણ વગર મેદાન પર ઉતરશે અને જયપુરની પ્લેઓફની રેસમાં તકલીફ પહોંચાડી શકે છે. જોકે સંદીપ ધુલ અને દીપક નિવાસ હુડ્ડા જેવા અનુભવી ખેલાડીઓ ટીમને આ દબાણમાંથી બહાર લાવવા માટે ઘણી મદદ કરી શકે છે. પટના જેવી ટીમને મજબુત ટક્કર આપનાર તેલુગૂ ટીમના રજનીશ શાનદાર ફોર્મમાં છે. તો અંકિત બેનિવાલ અને આદર્શ ટી નું ઓલરાઉન્ડર પ્રદર્શન જયપુરનું ગણિત બગાડી શકે છે.
The tenacity and determination of @Telugu_Titans go against the devouring and prowling nature of @JaipurPanthers. Watch the super hit Panga tonight at 20:30.#idiaatakaaduvetaa #JaiHanuman #JPP #SuperhitPanga #titanarmy #vivoprokabaddiisBack #vivoProKabaddi $RAGE #Ragefan pic.twitter.com/bbn8Yptj1B
— Rage Fan (@RageFanSocial) February 16, 2022
પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં જોઇએ તો જયપુર પિંક પેન્થર્સ અને તેલુગૂ ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધી 14 મેચ રમાઇ છે. જેમાં તેલુગૂ ટાઇટન્સે 8 મેચમાં જીત મેળવી છે. તો જયપુર પિંક પેન્થર્સે 5 વાર તેલુગૂને માત આપી છે. બંને વચ્ચે એક મેચ બરોબરી પર રહી હતી. તો આ સિઝનમાં આ પહેલા રમાયેલી મેચમાં તેલુગૂ ટીમે 1 પોઇન્ટથી જયપુર ટીમને માત આપી હતી.
આ પણ વાંચો : Pro Kabaddi: પુનેરી પલ્ટન સામે હાર બાદ તમિલ થલૈવાસ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ
આ પણ વાંચો : Pro Kabaddi: પટના ટીમે શાનદાર પ્રદર્શન કરતા બેંગ્લોરને હરાવીને લીગમાં સતત સાતમી જીત મેળવી