પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) સિઝન 8માં છ ટીમો પ્લેઓફમાં (Play Off) પહોંચી ચુકી છે. જેમાં બે ટીમ પટના પાઇરેટ્સ અને દબંગ દિલ્હીની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોચ 2 ના સ્થાને રહેતા સેમિ ફાઇનલ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. જ્યારે ટોપ 6 માંથી 4 ટીમો સોમવારે (21 ફેબ્રુઆરી 2022) એલિમિનેટરમાં ટકરાશે. બીજી એલિમિનેટર મેચમાં ગુજરાત જાયંટ્સ (Gujarat Giants) અને બેંગ્લોર બુલ્સ (Bengaluru Bulls) ટીમો વચ્ચે રમાશે. જીતનાર ટીમ બીજી સેમિ ફાઇનલમાં દબંગ દિલ્હી ટીમ સામે ટકરાશે.
ગુજરાતની ટીમે 67 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહી હતી. આ સાથે પ્લે ઓફ માટે ક્વોલિફાઇ કરી લીધું હતું. ગુજરાતની ટીમે અત્યાર સુધી 22 મેચ રમી છે. જેમાંથી 10 મેચમાં જીત મેળવી છે અને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 4 મેચમાં ડ્રોનો સામનો કરવો પડ્યો છે. ગ્રુપ ચરણમાં ગુજરાત ટીમે અંતિમ મેચમાં યુ મુમ્બા ટીમને 3 પોઇન્ટ સાથે રોમાંચક મેચમાં હરાવ્યું હતું. તો બેંગ્લોર બુલ્સ ટીમની વાત કરીએ તો 66 પોઇન્ટ સાથે પ્લે ઓફમાં ક્વોલિફાય કરનાર પાંચમી ટીમ બની હતી. બેંગ્લોર ટીમે લીગ મેચમાં પોતાની છેલ્લી મેચમાં હરિયાણા સ્ટીલર્સ ટીમને 22 પોઇન્ટના મોટા માર્જીન સાથે હાર આપી હતી.
Set the ⏰ and 📌 the schedule as the teams square off for the coveted #VIVOProKabaddi title 🏆
Playoffs ➡️ 21st and 23rd February from 7:30 PM
Final ➡️ 25th February from 8:30 PM
📺: Star Sports Network
📱: Disney+Hotstar
💻: https://t.co/EWWLNMn2lc #SuperhitPanga pic.twitter.com/wmYBYy5xCs— ProKabaddi (@ProKabaddi) February 21, 2022
પ્લે ઓફમાં અન્ય બે ટીમની વાત કરીએ તો તે યુપી યોદ્ધા (UP Yoddha) અને પુનેરી પલટન (Puneri Paltan) ટીમ છે. આ બંને ટીમ વચ્ચે પહેલી એલિમિનેટર મેચ રમાશે. બંને ટીમ જીત સાથે સેમિ ફાઇનલમાં પ્રવેશ કરવા ઇચ્છશે. જીતનાર ટીમ પહેલી સેમિ ફાઇનલમાં પટના પાઇરેટ્સ સામે ટકરાશે. તો પ્રો કબડ્ડી લીગ 2022 ની ફાઇનલ મેચ 25 ફેબ્રુઆરી 2022 શુક્રવારના રોજ રાત્રે 8:30 કલાકે રમાશે.
આ પણ વાંચો : PKL: પુનેરી પલ્ટે જયપુરને હરાવ્યું તો ગુજરાતે યુ મુમ્બાને હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી
આ પણ વાંચો : PKL 2022: ગુજરાત જાયન્ટ્સ-બેંગલુરુ બુલ્સની જીત, જાણો Points Table ની શું છે સ્થિતિ?