Pro Kabaddi: આજે રાત્રે પહેલી મેચ બેંગાલ વોરિયર્સ અને તમિલ થલાઇવાસ વચ્ચે, જાણો આ મેચની ખાસ વાત

PKL-8: બંગાળ વોરિયર્સ અને તમિલ થલાઇવાસ વચ્ચે અત્યાર સુધી 9 મેચ રમાઇ છે. જેમાં તમિલ ટીમને માત્ર 1 જીત મેળવી છે તો 8વાર બેંગાલ વોરિયર્સની જીત થઇ છે. જ્યા તમિલ થલાઇવા ટીમ છેલ્લી 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તો બંગાળ ટીમ છેલ્લી 3 મેચમાં હારી છે અને બે મેચ ટાઇ રહી હતી.

Pro Kabaddi: આજે રાત્રે પહેલી મેચ બેંગાલ વોરિયર્સ અને તમિલ થલાઇવાસ વચ્ચે, જાણો આ મેચની ખાસ વાત
Tamil vs Bengal (PC: Pro Kabaddi)
| Edited By: | Updated on: Feb 16, 2022 | 6:51 PM

પ્રો કબડ્ડી લીગમાં (Pro Kabaddi League) 122મી મેચમાં બંગાળ વોરિયર્સ (Bengal Warriors) અને તમિલ થલાઇવાસ (Tamil Thalaivas) સામ સામે ટકરાશે. બંને ટીમોની પ્લે ઓફમાં પહોંચવાની આશા પુરી થઇ ગઇ છે. પણ બાકી રહેલ મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં સારી સ્થિતીએ પહોંચીને લીગની સફર પુરી કરવા માંગશે. બંને ટીમોએ આ સિઝનમાં છેલ્લી પાંચ મેચમાં એક પણ જીત મેળવવામાં સફળ રહી નથી. જ્યા તમિલ થલાઇવા ટીમ છેલ્લી 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તો બંગાળ ટીમ છેલ્લી 3 મેચમાં હારી છે અને બે મેચ ટાઇ રહી હતી. બંને ટીમો 20-20 મેચમાં 47-47 પોઇન્ટ મેળવી ચુક્યા છે. આ મેચના પરિણામથી પ્લેઓફની રેસમાં રહેનાર ટીમોને કોઇ અસર નહીં પડે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે.

બંન્નેમાંથી કોઇ એક ટીમની હારનો સિલસિલો તુટી જશે

પુનેરી પલ્ટન (Puneri Paltan) સામે એક તરફી મેચમાં હારીને પ્લેઓફની રેસમાંથી બહાર થનાર તમિલ થલાઇવાસની ડિફેન્સ મહત્વપુર્ણ સમયે સંપુર્ણ રીતે અસફળ રહી. જ્યારથી પ્લેઓફની દૌડ શરૂ થઇ છે ત્યારથી ન સુકાની સુરજીત સિંહમાં એ દમ જોવા મળ્યો હતો અને સાગરની પકડ પણ મજબુત જોવા મળી નથી. હિમાંશુ અને સાહિલ ગુલિયાએ ટીમને મોટી હારથી બચાવ્યા, તો સદાબહાર મંજિત આ સિઝનમાં તમિલ થલાઇવાની ખોજ રહ્યો છે. બાકી રહેલ મેચમાં બંને ટીમો પોતાની પુરી તાકાતથી મેદાન પર ઉતરશે.

 


જાણો, આંકડા શું કહે છે

પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં બંગાળ વોરિયર્સ અને તમિલ થલાઇવાસની વચ્ચે અત્યાર સુધી 9 મેચ રમાઇ છે. જેમાં તમિલ થલાઇવાસને માત્ર 1 જીત મળી છે. તો 8વાર તેને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે આ સિઝનમાં પહેલી મેચમાં પણ તમિલ થલાઇવાસને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : Pro Kabaddi : પ્લેઓફની રેસમાંથી બહાર થયેલી તેલુગુ ટીમ આજે જયપુર ટીમનો ખેલ બગાડી શકે છે

આ પણ વાંચો : Pro Kabaddi: પુનેરી પલ્ટન સામે હાર બાદ તમિલ થલૈવાસ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ