Breaking News : Priyanshu Rajawat એ જીત્યો Orleans Masters 2023 ટાઇટલ, કારકિર્દીનો પ્રથમ સુપર 300 ટાઇટલ જીત્યો

આ રોમાંચક ફાઈનલ મેચમાં પ્રિયાંશુ રજાવતે 2-1થી જીત મેળવી હતી. પ્રથમ સેટમાં પ્રિયાંશુની 21-15થી જીત થઈ હતી, બીજા સેટમાં પ્રિયાશુંની 19-21થી હાર થઈ હતી અને ત્રીજા સેટમાં તેની 21-12થી રોમાંચક જીત થઈ હતી. તેણે પોતાની કારકિર્દીનીનો પ્રથમ સુપર 300 ટાઇટલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે.

Breaking News : Priyanshu Rajawat એ જીત્યો Orleans Masters 2023 ટાઇટલ, કારકિર્દીનો પ્રથમ સુપર 300 ટાઇટલ જીત્યો
Orleans Masters 2023
| Edited By: | Updated on: Apr 09, 2023 | 5:19 PM

બેડમિંટન જગતથી ફરી એકવાર ભારત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આ વખતે ફ્રાન્સમાં ચાલી રહેલા Orléans Mastersમાંથી ભારત માટે મહત્વના સમાચાર આવ્યા છે. Orleans Masters 2023 ટાઇટલની પુરુષ એકલની ફાઈનલ મેચમાં ભારતના પ્રિયાંશુ રજાવતની જીત થઈ છે. આજે 3.30 કલાકે ડેનમાર્કના મેગ્નસ જોહાનેસન સામે પ્રિયાશું રજાવતની ટાઈટલ માટે ફાઈનલ મેચ હતી.

આ રોમાંચક ફાઈનલ મેચમાં પ્રિયાંશુ રજાવતે 2-1થી જીત મેળવી હતી. પ્રથમ સેટમાં પ્રિયાંશુની 21-15થી જીત થઈ હતી, બીજા સેટમાં પ્રિયાશુંની 19-21થી હાર થઈ હતી અને ત્રીજા સેટમાં તેની 21-12થી રોમાંચક જીત થઈ હતી. તેણે પોતાની કારકિર્દીનીનો પ્રથમ સુપર 300 ટાઇટલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે.

કારકિર્દીનો પ્રથમ સુપર 300 ટાઇટલ જીત્યો

ફ્રાન્સમાં Orleans Masters 2023 બેડમિંટન ટુર્નામેન્ટ 4 એપ્રિલથી 9 એપ્રિલ વચ્ચે ચાલી રહી હતી. જેમાં 21 વર્ષીય પ્રિયાંશુ પોતાના પ્રદર્શનથી ભારતનું નામ રોશન કર્યું હતું. 4 એપ્રિલ સુધી પ્રિયાંશુનો વર્લ્ડ રેન્ક 58 હતો, જ્યારે મેગ્નસ જોહાનેસનનો વર્લ્ડ રેન્ક 49 હતો.

પ્રિયાંશુની ફાઈન સુધીની સફર

  • સેમિફાઇનલ – નહાટ ન્ગ્યુએન (IRE) સામે 21-12, 21-9થી જીતી
  • ક્વાર્ટર ફાઈનલ – ચી યુન જેન (TPE) સામે 21-18, 21-18થી જીત મેળવી
  • રાઉન્ડ ઓફ 16 – ટોપ સીડ કેન્ટા નિશિમોટો (JPN) સામે 21-8, 21-16થી જીત મેળવી
  • પ્રથમ રાઉન્ડ – કિરણ જ્યોર્જ (IND) સામે 21-18, 21-13થી જીત મેળવી

પ્રિયાંશુએ 6 વર્ષની ઉંમરે મોટા ભાઈ કુણાલને પગલે મધ્ય પ્રદેશમાં ધાર ખાતેની કોર્ટમાં બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું . તે સમયથી જ તે ખૂબ જ પ્રભાવશાળી હતો અને તે 8 વર્ષે પુલેલા ગોપીચંદની ગ્વાલિયર એકેડેમી માટે પહોંચ્યો હતો. ઝડપ તેની શક્તિ અને નબળાઈ બંને હતી, કારણ કે તે શરૂઆતમાં તેને ચેનલાઈઝ કરી શક્યો ન હતો.

તે 2022માં થોમસ કપમાં ગોલ્ડ જીત્યો હતો. આ સિવાય તે બહરિન, યુક્રેન, બાંગ્લાદેશ અને ભારતની ઘણી ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. તેને ભારતના ઉજજ્ળ ભવિષ્ય તરીકે જોવામાં આવી રહ્યો છે.

Published On - 5:02 pm, Sun, 9 April 23