Prime Volleyball League: અમદાવાદ ડિફેન્ડર્સ સામે હારતા જ કોચ્ચિ બ્લુ સ્પાઇકર્સ સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થયું

અમદાવાદ ડિફેન્ડર્સ પહેલાથી જ સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. જ્યારે કોચ્ચિ ટીમ આઉટ થતાં કોલકાતા ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે.

Prime Volleyball League: અમદાવાદ ડિફેન્ડર્સ સામે હારતા જ કોચ્ચિ બ્લુ સ્પાઇકર્સ સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થયું
Prime Volleyball League
| Edited By: | Updated on: Feb 22, 2022 | 11:48 PM

અમદાવાદ ડિફેન્ડર્સે (Ahmedabad Defenders) મંગળવારે હૈદરાબાદમાં ઇન્ડોર સ્ટેડિયમમાં રમાયેલી પ્રાઇમ વોલીબોલ લીગની (Prime Volleyball League) પહેલી સિઝનની 20મી મેચમાં કોચ્ચિ બ્લુ સ્પાઇકર્સ (Kochi Blue Spikers) ટીમને 3-2 (15-14, 15-14, 11-15, 14-15, 15-10) થી માત આપી હતી. આ હારની સાથે જ કોચ્ચિ બ્લુ સ્પાઇકર્સની ટીમ સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગયું છે. અમદાવાદ ડિફેન્ડર્સ ટીમના શોન ટી જોન પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. જ્યારે તેને મનોજની સાથે એવોર્ડ શેર કર્યો હતો. અમદાવાદ ડિફેન્ડર્સ ટીમે કુલ 6 મેચમાંથી પાંચ મેચમાં જીત મેળવી છે. જેમાં અત્યાર સુધી 10 પોઇન્ટ મેળવ્યા છે. તમને જણાવી દઇએ કે અમદાવાદ ટીમ સૌથી પહેલા સેમિ ફાઇનલમાં પહોંચી હતી.

કોચ્ચિ બ્લુ સ્પાઇકર્સની ટીમની 5 મેચમાંથી આ 4 હાર હતી. આ હાર સાથે કોચ્ચિ ટીમ સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઇ છે. કોચ્ચિની હાર બાદ કોલકાતા થંડરબોલ્ટ્સ ટીમ સેમિ ફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઇ છે.


કોચ્ચિ બ્લુ સ્પાઇકર્સ ટોસ જીતીને રિસીવ કર્યા બાદ પહેલા સેટમાં હાફ ટાઇમ સુધી એક પોઇન્ટથી પાછળ હતી. ત્યારબાદ બંને ટીમો 10-10 ની બરોબરી પર આવી પહોંચ્યા હતા અને અમદાવાદે 15-14 થી સેટ પોતાના નામે કરી લીધો હતો. ત્યારબાદના સેટમાં પણ અમદાવાદની ટીમ બ્રેક પોઇન્ટ સુધી એક પોઇન્ટની લીડ બનાવી લીધું હતું. અમદાવદા ડિફેન્ડર્સે આગળ વધવાનું શરૂ કર્યું હતું અને 15-14થી સતત બીજો સેટ પણ જીતી લીધો હતો.

કોચ્ચિ બ્લુ સ્પાઇકર્સ ટીમે ત્રીજા સેટમાં શાનદાર વાપસી કરી હતી અને ટાઇમ આઉટ સુધી 8-4 ની લીડ બનાવી લીધી હતી. કોચ્ચિ ટીમે ફરીથી 11-6 ની લીડ મેળવ્યા બાદ 15-11 થી સેટ જીતીને પોતાને મેચમાં આગળ રાખી હતી. ચોથા સેટમાં પણ કોચ્ચિ બ્રેક સુધી ત્રણ પોઇન્ટ આગળ હતી. પાછળ રહ્યા બાદ અમદાવાદે સુપર પોઇન્ટનો દાવ રમ્યો. તેમ છતાં કોચ્ચિએ શાનદાર કમબેક કર્યું અને 15-14થી સતત બીજો સેટ પણ જીતી લીધી હતો અને મેચ 2-2 ની બરોબરી પર પહોંચી ગઇ હતી.

પાંચમાં અને નિર્ણાયક સેટમાં કોચ્ચિ ટીમની શરૂઆત સારી રહી ન હતી. અમદાવાદે બ્રેક સુધી એક પોઇન્ટ સુધી લીડમાં હતી. ટીમે ફરીથી 4 પોઇન્ટની લીડ મેળવી લીધી અને તેનો સ્કોર 11-7 થઇ ગયો. અમદાવાદ ડિફેન્ડર્સે અહીંથી સુપર પોઇન્ટ લેતા 13-7 ની લીડ મેળવી લીધી અને 15-10તી અંતિમ સેટ જીતીને 3-2થી મેચ પોતાના નામે કરી લીધો હતો.

આ પણ વાંચો : વીરેન્દ્ર સહેવાગે રિદ્ધીમાન સાહાના કેસમાં આપી મોટી પ્રતિક્રિયા

આ પણ વાચો : ટી20 વર્લ્ડ કપ 2022 માટે બે ટીમોએ કર્યુ ક્વોલિફાઈ, નેપાળની ટીમને લાગ્યો મોટો ઝટકો