
એતિહાદ સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન માન્ચેસ્ટર સિટીની ટોટનહામ હોટસ્પર સામેની મેચ 3-3થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. મેચના અંતે રેફરીએ પેનલ્ટી ન આપતા સિટી સ્ટાર એર્લિંગ હાલેન્ડ ગુસ્સે થઈ ગયો હતો. રેફરી સિમોન હૂપરે સ્ટોપેજ ટાઈમમાં જેક ગ્રેલીશને પેનલ્ટી આપી ન હતી. આ અંગે રેફરીએ હાલેન્ડને ચેતવણી પણ આપી છે.
હાલેન્ડને ટોટનહામના ડિફેન્ડર રોયલ એમર્સન દ્વારા નીચે લાવવામાં આવ્યો હતો. સિટી અંતિમ ક્ષણોમાં નિર્ણાયક ગોલ કરવાનો પ્રયાસ કરી રહી હતી. જ્યારે એવું લાગતું હતું કે સિટીને પેનલ્ટી મળશે, ત્યારે રેફરીએ મેચ સમાપ્ત કરવા માટે તેની લાંબી સીટી વગાડી. આનાથી માત્ર હાલેન્ડ જ નહીં પરંતુ સિટીના સમર્થકો પણ ગુસ્સે થયા હતા.
I have to admit that I feel very sorry for Haaland. I fear he may suffer a similar fate as Cristiano Ronaldo. He has already been robbed of so many things in his short career pic.twitter.com/OCZIexKOVd
— LLF (@laligafrauds) December 4, 2023
સિટી મેચમાં બે વખત લીડ લેવાની નજીક આવી હતી. ટોટનહામના સોન હ્યુંગ મિને છઠ્ઠી મિનિટે ગોલ કર્યો હતો પરંતુ ત્રણ મિનિટ બાદ સિટીએ પોતાના જ ગોલથી બરાબરી કરી લીધી હતી.
ફિલ ફોડેને 31મી મિનિટે સિટીને લીડ અપાવી હતી. ટોટનહામના ગિવોનીએ 69મી મિનિટે સ્કોર 2-2 કર્યો હતો. જેક ગ્રીલિશે 81મી મિનિટે ગોલ કર્યો હતો પરંતુ દેજાન કુલુસેવસ્કીએ 90મી મિનિટે હેડર વડે ગોલ 3-3 કર્યો હતો. આ ડ્રો સાથે સિટી લીડર આર્સેનલથી ત્રણ પોઈન્ટ પાછળ છે. બીજા સ્થાને લિવરપૂલ (31 પોઈન્ટ) છે જેણે ફુલહામને 4-3થી હરાવ્યું હતું. સિટીએ સતત ત્રીજો ડ્રો રમ્યો છે. અગાઉ, ચેલ્સી દ્વારા 4-4 અને લિવરપૂલ દ્વારા 1-1થી ડ્રો રાખવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો પહેલો વીડિયો આવ્યો સામે, કેપ્ટનશીપને લઈને કહી મોટી વાત