Delhi : ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમે (Women’s Junior Hockey) આ વર્ષ એશિયા કપમાં ધમાલ મચાવી હતી. આખી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે કુલ 40 ગોલ કર્યા છે, જ્યારે વિરોધી ટીમને માત્ર 4 ગોલ કરવા દીધા છે. ભારતીય જૂનિયર પુરુષ હોકી ટીમ હાલમાં જ પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીતી હતી. ભારતીય ટીમે ફાઈનલમાં સાઉથ કોરિયાને હરાવીને પહેલીવાર જૂનિયર મહિલા હોકી એશિયા કપ જીત્યો હતો. વડાપ્રધાન મોદી એ મહિલા ટીમને તેમની જીત બદલ શુભેચ્છા પણ પાઠવી છે.
વડાપ્રધાન મોદી એ પોતાની ટ્વિટવા લખ્યું હતું કે, 2023 મહિલા હોકી જુનિયર એશિયા કપ જીતવા બદલ અમારા યુવા ચેમ્પિયનને અભિનંદન! ટીમે અપાર મહેનત, પ્રતિભા અને ટીમ વર્ક બતાવ્યું છે. તેઓએ આપણા દેશને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે. તેમના આગળના પ્રયત્નો માટે તેમને શુભેચ્છાઓ. અનેક ભારતીયો એ આ મહિલા ટીમ પર શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો.
Congratulations to our young champions on winning the 2023 Women’s Hockey Junior Asia Cup! The team has shown immense perseverance, talent and teamwork. They have made our nation very proud. Best wishes to them for their endeavours ahead. pic.twitter.com/lCkIDMTwWN
— Narendra Modi (@narendramodi) June 11, 2023
The winning moments ✨️
Here a glimpse of the winning moments after the victory in the Final of Women’s Junior Asia Cup 2023.#HockeyIndia #IndiaKaGame #AsiaCup2023 pic.twitter.com/ZJSwVI80iH
— Hockey India (@TheHockeyIndia) June 11, 2023
ભારત અને સાઉથ કોરિયા વચ્ચે રમાયેલી આ ફાઈનલ મેચની પહેલી 20 મિનિટમાં એક પણ ગોલ થયો ના હતો. 22મી મિનિટમાં અન્નૂ એ પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને ભારતને 1-0થી લીડ અપાવી હતી. તેના 3 મિનિટ બાદ કોરિયાને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. તેના પર કોરિયાની પ્લેયરે ગોલ કરીને 1-1થી સ્કોર બરાબર કર્યો હતો. 40 મિનિટ સુધી સ્કોર બરાબર રહ્યો હતો.
41મી મિનિટે ભારતીય ટીમને કોર્નર મળ્યો હતો. તેના પર ભારતીય પ્લેયર નીલમે ગોલ કરીને 2-1થી લીડ અપાવી હતી. જણાવી દઈએ કે જાપાનમાં 3થી 11 જૂન વચ્ચે 10 ટીમો વચ્ચે આ હોકી એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા જૂનિયર એશિયા કપની આ ટુર્નામેન્ટની આ 8મી સિઝન હતી. આ ટુર્નામેન્ટને જીતનાર ભારત ત્રીજો દેશ બન્યું છે. સાઉથ કોરિયાની ટીમ સૌથી વધુ 4 વાર આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. જ્યારે ચીન 3 વાર ફાઈનલ મેચમાં જીત્યું છે. વર્ષ 2021માં કોરોનાને કારણે આ ટુર્નામેન્ટ યોજાઈ શકી ન હતી.
A historic moment etched in Gold 🥇
With grit, determination and unyielding spirit the Indian Women’s Junior Team are the Champions of Asia.#HockeyIndia #IndiaKaGame #AsiaCup2023 pic.twitter.com/C5EjyWXPTH
— Hockey India (@TheHockeyIndia) June 11, 2023
Such historic achievements deserves a great reward 😍
Hockey India announces the Players will receive a cash prize of Rs. 2 lakhs each and Support Staff will receive a cash prize of Rs.1 lakh each for clinching their maiden Women’s Junior Asia Cup 2023 Title.#HockeyIndia… pic.twitter.com/yTkB2oq2Jq
— Hockey India (@TheHockeyIndia) June 11, 2023
ભારતીય જૂનિયર મહિલા ટીમની આ ઐતિહાસક જીત બાદ આખી ટીમને ગોલ્ડ મેડલ અને એશિયા કપની ટ્રોફી મળી હતી. ટીમની દરેક જૂનિયર મહિલા પ્લેયર્સને 2-2 લાખની પ્રાઈઝ મની મળી છે. જ્યારે ભારતીય ટીમની સપોર્ટ સ્ટાફને 1-1 લાખ રુપિયા મળ્યા છે.