PKL-10: રોમાંચક ફાઈનલમાં હરિયાણા સ્ટીલર્સને 28-25થી હરાવી પુનેરી પલ્ટને પ્રથમ વખત ટાઈટલ જીત્યું

|

Mar 01, 2024 | 11:17 PM

પ્રો કબડ્ડી લીગની સિઝન 10ની ફાઈનલમાં હરિયાણા સ્ટીલર્સને 28-25થી હરાવી પુનેરી પલ્ટને સૌપ્રથમ વખત PKLનું ટાઈટલ જીત્યું હતું. દસમી સિઝનની ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં પુનેરી ટીમના ખેલાડીઓ સ્ટીલર્સના પ્લેયર્સ પર ભારે પડ્યા હતા. આ દસમાં સિઝનમાં ફાઈનલમાં પહોંચેલી બંને ટીમોને પહેલા ટાઈટલની તલાશ હતી. જેમાં હરિયાણાની ટીમનું સપનું અધૂરું રહ્યું હતું અને પુનેરી પલ્ટને જીત મેળવી આ સપનું પૂર્ણ કર્યું હતું.

PKL-10: રોમાંચક ફાઈનલમાં હરિયાણા સ્ટીલર્સને 28-25થી હરાવી પુનેરી પલ્ટને પ્રથમ વખત ટાઈટલ જીત્યું
Puneri Paltan

Follow us on

પુનેરી પલ્ટને તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે પ્રથમ વખત પ્રો કબડ્ડી લીગ (PKL) ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. શુક્રવારે હૈદરાબાદના જીએમસી બાલયોગી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (ગાચીબોવલી) ખાતે રમાયેલી 10મી સિઝનની ફાઈનલ મેચમાં પલ્ટન ટીમે તેની બીજી ફાઈનલ રમતા હરિયાણા સ્ટીલર્સને 28-25થી હરાવ્યું હતું. હરિયાણાની ટીમ પ્રથમ વખત ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ તેમનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.

PKL-10ની ફાઈનલ મેચ

ચેમ્પિયન પુનેરી પલ્ટનની આ ટાઈટલ જીતમાં પંકજ મોહિતે સૌથી મોટો સ્ટાર હતો, જેણે નવ પોઈન્ટ બનાવ્યા હતા. તેણે એક રેઈડમાં ચાર પોઈન્ટની કિંમતનો સુપર રેઈડ પણ બનાવ્યો અને તે જ રેઈડ ફાઈનલમાં મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. તેમના સિવાય મોહિત ગોયતે પાંચ પોઈન્ટ, ગૌરવ ખત્રી અને કેપ્ટન અસલમ ઈનામદારે ચાર-ચાર પોઈન્ટ બનાવ્યા હતા. હરિયાણા સ્ટીલર્સ તરફથી શિવમ પટારે એકમાત્ર લડાઈ લડી રહ્યો હતો, જેણે છ પોઈન્ટ મેળવ્યા હતા. છેલ્લી મિનિટોમાં મેટ પર આવેલા સિદ્ધાર્થ દેસાઈએ ચાર પોઈન્ટ મેળવ્યા હતા.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

ફાઈનલ મેચમાં બંને ટીમોનો સર્વશ્રેષ્ઠ ડિફેન્સ

આ ટાઈટલ મેચમાં હરિયાણા સ્ટીલર્સની શરૂઆત સારી રહી ન હતી અને પુનેરી પલ્ટને પોઈન્ટ લેવાનું શરૂ કર્યું હતું. તેની બીજી ફાઈનલ રમી રહેલી પુનેરીએ રમતની પ્રથમ પાંચ મિનિટમાં 3-0ની લીડ મેળવી હતી. જોકે, આ પછી હરિયાણા ડિફેન્સમાં ગયું અને પોતાનો પહેલો પોઈન્ટ બનાવ્યો. ત્યારબાદ સ્ટીલર્સે સાતમી મિનિટે સ્કોર 3-3થી બરાબરી કરી લીધો હતો. આમ છતાં કોચ મનપ્રીત સિંહની ટીમ પ્રથમ 10 મિનિટની રમતમાં એક પોઈન્ટથી પાછળ હતી. દરમિયાન, રાહુલ સેઠપાલે કરો યા મરો મેચમાં પુનેરીના ખેલાડીનો સામનો કરીને હરિયાણાને 4-4થી ડ્રો કરાવ્યું હતું. આજની ફાઈનલ મેચમાં બંને ટીમોનો ડિફેન્સ સર્વશ્રેષ્ઠ હતો અને પોતાની ટીમ માટે સતત પોઈન્ટ લઈ રહી હતી.

હાફ ટાઈમ સુધી પુનેરી પલ્ટને લીડ જાળવી

પ્રથમ વખત ફાઈનલ રમી રહેલા હરિયાણા માટે શિવમ પટારેએ ફરી એકવાર 12મી મિનિટે સ્કોર 6-6થી બરાબર કરી દીધો હતો. પુનેરી પલ્ટને જોકે 16મી મિનિટે ફરી લીડ મેળવી હતી. 18મી મિનિટમાં પંકજ મોહિતે પુનેરી પલ્ટન માટે ચાર પોઈન્ટનો સુપર રેઈડ કરીને કરો અથવા મરો મેચમાં હરિયાણા સ્ટીલર્સનો લગભગ સફાયો કરી દીધો. આ સાથે પલ્ટનની ટીમે 13-7ની મજબૂત લીડ બનાવી લીધી હતી. જો કે, બીજી જ રેડમાં વિશાલ કાટે બોનસ પ્લસ ટચ પોઈન્ટ લઈને હરિયાણાને ઓલઆઉટ થતા બચાવી લીધું હતું. આ પછી સ્ટીલર્સે વાપસી કરવાનું શરૂ કર્યું. આમ છતાં પુનેરી પલ્ટને હાફ ટાઈમ સુધી 13-10ની લીડ જાળવી રાખી હતી.

હરિયાણાની ટીમ 23મી મિનિટે ઓલઆઉટ થઈ

બીજા હાફની શરૂઆત પછી, હરિયાણા સ્ટીલર્સની ટીમ 23મી મિનિટે ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેના કારણે પુનેરી પલ્ટનને 18-11ની સરસાઈ મળી હતી. પુનેરી માટે આજે ડિફેન્સ અદ્ભુત હતું અને તેના કારણે ટીમ સતત આગળ હતી. 27મી મિનિટ સુધી પુનેરી પલ્ટન પાસે 20-14ની લીડ હતી અને ટીમ મેચમાં પોતાને આગળ રાખી રહી હતી. મેચની 30મી મિનિટ સુધી પુનેરી પાસે પાંચ પોઈન્ટની લીડ હતી અને તેનો સ્કોર 21-16 હતો.

છેલ્લી 10 મિનિટમાં એટેક

મેચની છેલ્લી 10 મિનિટમાં બંને ટીમોએ પોત-પોતાના એટેક વધુ તીવ્ર કર્યા હતા. પરંતુ પુનેરીના ખેલાડીઓ તેમની ટીમ માટે સતત પોઈન્ટ મેળવી રહ્યા હતા. 33મી મિનિટે કરો યા મરોમાં આવેલા વિનયને ટેકલ કરવામાં આવ્યો અને તેના કારણે હરિયાણાની મુશ્કેલીઓ વધવા લાગી. 35મી મિનિટ સુધી પુનેરી પલ્ટન પાસે છ પોઈન્ટની લીડ હતી અને તેમનો સ્કોર 25-19 હતો.

પુનેરી પલ્ટન PKLમાં પ્રથમ વખત બની ચેમ્પિયન

હરિયાણાએ રમતની છેલ્લી પાંચ મિનિટમાં બધું આપ્યું કારણ કે પલ્ટને છ પોઈન્ટની લીડ જાળવી રાખી હતી. પરંતુ પુનેરીએ સળંગ પોઈન્ટ લઈને હરિયાણાની પુનરાગમનની આશાઓ પર પાણી ફરી વળ્યું અને તેની લીડ વધારીને 28-20 કરી દીધી. ત્યારબાદ હરિયાણાએ તેમના મસલમેન સિદ્ધાર્થ દેસાઈને મેટ પર ઉતાર્યો અને તેણે પોતાની ટીમ માટે બે પોઈન્ટ મેળવ્યા. રમતની છેલ્લી મિનિટોમાં પુનેરીના ખેલાડીઓએ મેટ પર સમય પસાર કરવાનું શરૂ કર્યું. આ પછી ફાઈનલ વ્હિસલની સાથે જ પુનેરી પલ્ટને 28-25ના સ્કોર સાથે રોમાંચક વિજય મેળવી PKLમાં પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.

આ પણ વાંચો : આયર્લેન્ડે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર કર્યું આ કારનામું, 6 વર્ષની રાહનો આવ્યો અંત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article