પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો મેડલ જીતનાર મનુ ભાકરની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. 28 જુલાઈએ તેણે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીતનારી તે દેશની પ્રથમ મહિલા બની હતી. જીત બાદ મનુ ભાકરે પોતે કહ્યું હતું કે તે ભગવદ ગીતાથી ખૂબ જ પ્રેરિત હતી અને તેની મદદથી તે ભારત માટે પહેલો મેડલ જીતવામાં સફળ રહી હતી, પરંતુ શું તમે જાણો છો કે આ ઐતિહાસિક સફળતામાં એક ટેટૂએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. મનુ ભાકરે પોતાના શરીર પર એક ટેટૂ કરાવ્યું છે, જેનાથી તેને ઓલિમ્પિકમાં મેડલ જીતવાની પ્રેરણા મળી છે.
વાસ્તવમાં, મનુ ભાકરે તેની ગરદનની પાછળ એક ટેટૂ કરાવ્યું છે. આ ટેટૂ ‘સ્ટિલ આઈ રાઈઝ’નું છે, જે મનુ ભાકરે પોતાને પ્રોત્સાહિત કરવા માટે કરાવ્યું હતું. વર્ષ 2020માં યોજાયેલી ટોક્યો ઓલિમ્પિકમાં તેનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક હતું અને તેથી તે કોઈ મેડલ જીતી શકી ન હતી. જે પછી જ તેણે આ ટેટૂ કરાવ્યું, જેથી તેને જીવનમાં આગળ વધવાની પ્રેરણા હંમેશા મળતી રહે.
MANU GETS THE BRONZE!
She becomes the first woman shooter from India to win a medal at the Olympics!
She opens Team India’s account at the #Paris2024Olympics with this!
A historic day at the Olympics for team Bharat!
A 221.7 on the day for the lady with the golden arm. pic.twitter.com/OgwQfuEKFb
— SAI Media (@Media_SAI) July 28, 2024
તેણે ‘સ્ટિલ આઈ રાઈઝ’નું આ ટેટૂ એક પ્રખ્યાત કવિયત્રીની કવિતાથી પ્રેરિત થઈ કરાવ્યું હતું. આ કવયિત્રીનું નામ માયા એન્જેલો છે, જે એક પ્રખ્યાત અમેરિકન લેખિકા, ગાયક અને સામાજિક કાર્યકર હતી. તેમણે ‘સ્ટિલ આઈ રાઈઝ’ નામની કવિતા લખી હતી, જે વર્ષ 1978માં પ્રકાશિત થઈ હતી. જે લોકો મુશ્કેલીઓથી ઘેરાયેલા છે અને જેમના મનમાં નિરાશા સિવાય બીજું કંઈ નથી, આ કવિતા તેમને મુશ્કેલીઓને દૂર કરીને ફરીથી ઉભા થવાની પ્રેરણા આપે છે. આ કવિતાએ મનુ ભાકરને ટોક્યો ઓલિમ્પિકમાં તેની હાર બાદ ફરી જીત માટે પ્રેરણા આપી હતી.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ જીતાડનાર મનુ ભાકરે ક્રિકેટના બેટને બદલે બંદૂકની ગોળી પસંદ કરી,આવો છે પરિવાર
Published On - 4:06 pm, Mon, 29 July 24