Paris Olympics 2024 : ફાઈનલમાં પહોંચ્યો નીરજ ચોપરા, મેડલ જીતવા બદલ મળશે આ અદ્ભુત કાર

નીરજ ચોપરા ક્વોલિફાઈંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન બાદ ફાઈનલમાં પહોંચી ગયો છે. જો નીરજ ચોપરા ફાઈનલમાં મેડલ જીતશે તો તેને ઈનામ તરીકે આ શાનદાર કાર મળશે. આ કઈ કાર છે, આ કારના ફીચર્સ શું છે અને તેની કિંમત કેટલી છે, તેના વિશે આ આર્ટીકલમાં સંપૂર્ણ વિગતો વાંચો.

Paris Olympics 2024 : ફાઈનલમાં પહોંચ્યો નીરજ ચોપરા, મેડલ જીતવા બદલ મળશે આ અદ્ભુત કાર
Neeraj Chopra
| Updated on: Aug 06, 2024 | 8:58 PM

પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં પ્રશંસનીય પ્રદર્શન કરીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. નીરજ ચોપડાએ ભાલા ફેંકના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પોતાનો પ્રથમ થ્રો 89.34 મીટર ફેંક્યો હતો, જે ક્વોલિફિકેશન રાઉન્ડમાં અન્ય ખેલાડીઓની સરખામણીમાં શ્રેષ્ઠ સ્કોર છે. ક્વોલિફિકેશન રાઉન્ડ પસાર કરીને ફાઇનલમાં પહોંચેલ નીરજ ચોપરા જીતથી થોડે દૂર છે. જો નીરજ ચોપરા ફાઈનલ જીતશે તો તેને ઈનામ તરીકે MG વિન્ડસર ઈવી મળશે.

મેડલ જીતવા પર ગિફ્ટમાં મળશે કાર

સૌથી મહત્વની વાત એ છે કે આ કાર ભારતમાં લોન્ચ કરવામાં આવી નથી, હાલમાં આ કાર પેરિસ ઓલિમ્પિકમાં વિજેતા ખેલાડીઓને આપવામાં આવશે. જો નીરજ ચોપરા જીતશે તો તેને આ શાનદાર MG Windsor EV કાર ગિફ્ટ તરીકે મળશે.

MG Windsor EVના ફીચર્સ અને લુક

MG Windsor EV ના ફિચર્સ અને ડિઝાઇન વિશે વાત કરીએ તો, તે CUV (કોમ્પેક્ટ યુટિલિટી વ્હીકલ) કાર હશે. કારમાં 15.6-ઈંચની મોટી ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે. આ કારમાં 50.6kwhની બેટરી હશે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી, કાર 460 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. LED DRL, હેડલેમ્પ્સ, 18-ઈંચના એલોય વ્હીલ્સ, ફ્લશ ડોર હેન્ડલ્સ અને કનેક્ટેડ LED ટેલલાઈટ સાથે કાર દમદાર લૂક સાથે લોન્ચ થશે. ફીચર્સની વાત કરીએ તો આ કારમાં તમે ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, રિયર એસી વેન્ટ્સ અને વાયરલેસ ફોન ચાર્જિંગ જેવા ફીચર્સ મેળવી શકો છો.

 

MG Windsor EVમાં સેફટી ફીચર્સ

MG Windsor EV સુરક્ષાની દ્રષ્ટિએ ઉત્તમ સાબિત થઈ શકે છે, આવનારી કારમાં 4 એરબેગ્સ, ABS સાથે EBD, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ હોલ્ડ આસિસ્ટ, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, 360 ડિગ્રી કેમેરા અને ADS ફીચર્સ મળી શકે છે. આ કાર એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, ઓટોનોમસ ઈમરજન્સી બ્રેકિંગ સાથે આવશે.

 

MG Windsor EVની કિંમત

રિપોર્ટ્સ અનુસાર, MGની આવનારી કારની કિંમત 20 લાખ રૂપિયાથી ઓછી હોઈ શકે છે. હાલમાં, આ કારનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, એવી સંભાવના છે કે કંપની તેને ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરી શકે છે. પરંતુ લોન્ચિંગ પહેલા આ કાર ઓલિમ્પિકમાં જીતનારા ખેલાડીઓને ઈનામ તરીકે આપવામાં આવી રહી છે. જો નીરજ ચોપરા ફાઈનલ (8 ઓગસ્ટે ફાઈનલ રાઉન્ડ) જીતશે તો તેને ઈનામ તરીકે આ કાર મળશે.

આ પણ વાંચો: Paris Olympics 2024 : માત્ર દોઢ કલાકમાં ભારતને મળશે 2 મેડલ, પેરિસમાં રચાશે ઈતિહાસ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો