ભારતના સ્ટાર જેવેલિન થ્રોઅર નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાના ખિતાબનો બચાવ કરવામાં ચૂકી ગયો. નીરજ ચોપરા પેરિસમાં 8મી ઓગસ્ટની રાત્રે યોજાયેલી જબરદસ્ત ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગયો હતો. નીરજના કટ્ટર હરીફ અરશદ નદીમે આશ્ચર્યજનક થ્રો સાથે ઓલિમ્પિક રેકોર્ડ તોડ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. અરશદે 92.97 મીટરના જબરદસ્ત થ્રો સાથે ગોલ્ડ પર પોતાનું નામ લખાવ્યું હતું.
દરેક ઇવેન્ટમાં સારી શરૂઆત કરનાર નીરજને આ વખતે થોડો આંચકો લાગ્યો હતો. તેનો પહેલો જ થ્રો ફાઉલ થયો હતો કારણ કે જ્યારે તે બરછી ફેંક્યા પછી તેના ફોલો-થ્રુમાં પડી ગયો હતો, ત્યારે તેનો જમણો પગ લાઇનમાંથી થોડો બહાર આવ્યો હતો. જોકે તેનો થ્રો 86 મીટરથી વધુ હતો, તે ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો.
પાકિસ્તાનના અરશદ નદીમનો પહેલો થ્રો પણ ફાઉલ હતો પરંતુ પછીના થ્રોમાં અરશદે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સાથે તેણે નવો ઓલિમ્પિક રેકોર્ડ પણ બનાવ્યો હતો. નીરજે પણ આગલા થ્રોમાં પુનરાગમન કર્યું અને 89.45 મીટર સાથે બીજું સ્થાન મેળવ્યું.
Neeraj Chopra gives it his all to make a 89.45 throw in the Javelin final at #Paris2024!
Keep watching the Olympics action LIVE on #Sports18 & stream for FREE on #JioCinema https://t.co/4IZVAsl18X#OlympicsonJioCinema #OlympicsonSports18 #Olympics #Athletics pic.twitter.com/ubFpo64TkH
— JioCinema (@JioCinema) August 8, 2024
આ રીતે, અરશદ નદીમ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ પાકિસ્તાની એથ્લેટ બન્યો છે. આ સાથે પાકિસ્તાને 32 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ જીતવામાં સફળતા મેળવી છે. આ પહેલા પાકિસ્તાને 1992 બાર્સેલોના ઓલિમ્પિકમાં મેન્સ હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ઓલિમ્પિકમાં પાકિસ્તાન માટે વ્યક્તિગત મેડલ જીતનાર માત્ર ત્રીજો ખેલાડી બન્યો હતો.
Neeraj Chopra wins Silver Medal in Men’s Javelin Throw in Paris 2024 Olympics#Paris2024 #ParisOlympics2024 #NeerajChopra #TV9News #Tv9Gujarati #olympics2024 #JavelinThrow pic.twitter.com/IM24uKCrWP
— Tv9 Gujarati (@tv9gujarati) August 8, 2024
આ સાથે નીરજ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર ચોથો ભારતીય એથ્લેટ બન્યો છે. ત્રણ વર્ષ પહેલા યોજાયેલી ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં નીરજે 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો. આ સાથે, નીરજ ચોપરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો માત્ર બીજો અને એથ્લેટિક્સમાં કોઈ મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ બન્યો છે. તે ફાઇનલમાં નીરજે જુલિયન વેબર, જેકબ વેડલેચ અને જોહાન્સ વેટરને પાછળ છોડી દીધા હતા, જેઓ પહેલાથી જ આ ઇવેન્ટમાં જીતના દાવેદાર માનવામાં આવતા હતા. આ પછી નીરજે અગાઉ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022માં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ તે ડાયમંડ લીગ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો અને આ પછી તેણે 2023માં વર્લ્ડ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો.
Published On - 1:24 am, Fri, 9 August 24