Paris Olympics 2024 : શું ઓલિમ્પિકમાં મહિલા બોક્સરની પુરુષ સાથે મેચ થઈ હતી ? જાણો શું છે આ વિવાદ

પેરિસ ઓલિમ્પિક 2024માં અલ્ઝીરિયાની બોક્સર ઈમાન વિરુદ્ધ લિંગને લઈને વિવાદમાં આવી ગઈ છે. હવે આ મુદ્દે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા મોટું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

Paris Olympics 2024 :   શું ઓલિમ્પિકમાં મહિલા બોક્સરની પુરુષ સાથે મેચ થઈ હતી ? જાણો શું છે આ વિવાદ
| Updated on: Aug 02, 2024 | 10:23 AM

પેરિસ ઓલિમ્પિક 2024ની એક બોક્સિંગ મેચ ખુબ વિવાદોમાં રહી છે. આ વિવાદ ત્યારે ઉભો થયો હતો. જ્યારે મહિલાની વેલ્ટરવેટ કેટેગરીની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ઈટલીની બોક્સર એન્જેલા કારિની અને અલ્ઝીરિયાની બોક્સર ઈમાન ખેલીફ વચ્ચે ટકકર થઈ હતી. એજેલા કારિનીએ વચ્ચે જ મેચ છોડી દીધી હતી અને ઈમાન ખેલીફે 46 સેકન્ડમાં જીત પોતાના નામે કરી હતી. ત્યારબાદ આરોપ લાગ્યો કે, એક મહિલા બોકસરની મેચ પુરુષ સાથે કરાવવામાં આવી છે. હવે આ મુદ્દા પર ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમેટી તરફથી એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે.

શું પુરુષ બોક્સર સામે થઈ મહિલા બોકસરની મેચ?

અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફ પહેલા પણ લિંગને લઈને વિવાદોમાં રહી છે. ઇમાન ખલીફે 2023 બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડલ મેચના થોડા કલાકો પહેલા લિંગના આધારે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. પરતું ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એટલે કે, આઈઓસીએ હાલમાં જ ઓલિમ્પિક 2024માં રમવાની મંજુરી આપી હતી. હવે આ પહેલા રાઉન્ડની મેચ બાદ આ વિવાદ ફરી ઉભો થયો છે, જેનાથી કેટલાક લોકોનું માનવું છે કે, ખલીફાને મહિલાઓની કેટેગરીમાં રમવું ખોટું છે. પૂર્વ બ્રિટિશ બોક્સર એથની ફોલરે પણ આની નિંદા કરી છે.

ઓલિમ્પિક કમેટીએ કરી સ્પષ્ટતા

હવે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમેટીએ એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, ઓલિમ્પિક રમત પેરિસ 2024ની બોક્સિંગની ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા તમામ એથલીટ રમતની લાયકાત અને પ્રવેશ નિયમોનું પાલન કરે છે. સાથે પેરિસ ઓલિમ્પિક 2024 (PBU) નિર્ધારિત તમામ નિયમોનું પાલન કરે છે.

ગત્ત વર્ષ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ખલીફા ગોલ્ડ મેડલ સુધી પહોંચી હતી પરંતુ મેચ પહેલા ડિસ્ક્વોલિફાય કરવામાં આવી હતી.તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમણે તેના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધેલું હતુ. આ પહેલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપ 2022માં ખલીફાએ સિલ્વર મેડલ જીત્યો હતો,

જાણો શું છે સમગ્ર ઘટના

પેરિસ ઓલિમ્પિક 2024માં એક મોટી ઘટના સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. આ મામલો અલ્ઝીરિયાની બોક્સર ઈમાન ખલીફનો છે જે એક ટ્રાન્સજેન્ડર છે. જેને આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં લિંગ-સમાનતાનો મુદ્દો છે, તેથી તેને એન્ટ્રી મળી છે. જેની મેચ ઈટલીની બોક્સ એન્જોલા કારિની સામે થઈ હતી. આ મેચ ખલીફાએ માત્ર 48 સેકન્ડમાં જીતી લીધી હતી. અહિથી સમગ્ર મામલો શરુ થયો હતો.

Published On - 10:22 am, Fri, 2 August 24