Paris Olympics 2024: અંતિમ પંઘાલનું સપનું તૂટી ગયું, પહેલી જ મેચમાં હારી ઓલિમ્પિકમાંથી થઈ બહાર

|

Aug 07, 2024 | 5:48 PM

પેરિસ ઓલિમ્પિક 2024માં સૌથી યુવા ભારતીય કુસ્તીબાજ અંતિમ પંઘાલને મહિલા ફ્રી સ્ટાઈલ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ તેની પ્રથમ ઓલિમ્પિક્સ હતી. તેણે બે વખત જુનિયર વર્લ્ડ ચેમ્પિયન જીતીને હેડલાઈન્સ બનાવી હતી.

Paris Olympics 2024: અંતિમ પંઘાલનું સપનું તૂટી ગયું, પહેલી જ મેચમાં હારી ઓલિમ્પિકમાંથી થઈ બહાર
Antim Panghal

Follow us on

ભારતીય કુસ્તીબાજ ફાઈનલ અંતિમ પંઘાલે પેરિસ ઓલિમ્પિક 2024માં ચેમ્પ-ડી-માર્સ એરેના ખાતે મહિલાઓની 53 કિગ્રા વર્ગમાં તેની પ્રથમ મેચ રમી હતી. બે વખત જુનિયર વર્લ્ડ ચેમ્પિયન અને વિશ્વ મેડલ વિજેતા અંતિમ પંઘાલ આ ઓલિમ્પિક એડિશનમાં સૌથી યુવા ભારતીય કુસ્તીબાજ છે. પરંતુ તે પોતાની પહેલી જ મેચમાં હાર્યા બાદ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. ગયા વર્ષે, અંતિમ પંઘાલે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને મહિલાઓના 53 કિગ્રામાં ભારત માટે પેરિસ 2024 ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો હતો.

અંતિમ પંઘાલની કારમી હાર

અંતિમ પંઘાલ માટે તેની પ્રથમ ઓલિમ્પિક કોઈ દુઃસ્વપ્નથી ઓછી નથી. તેને તુર્કી રેસલર સામે 0-10થી હારનો સામનો કરવો પડ્યો હતો. કુસ્તીબાજ વિનેશ ફોગાટના બહાર થયા બાદ ભારતીય ચાહકોને અંતિમ પંઘાલ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. અંતિમનું તાજેતરનું પ્રદર્શન પણ ખૂબ જ શાનદાર હતું, પરંતુ તે ઓલિમ્પિકમાં તેના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકી નહીં.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

 

કુસ્તીમાં ભારત માટે ખરાબ દિવસ

કુશ્તીમાં ભારત માટે આજનો દિવસ ખૂબ જ ખરાબ રહ્યો છે. રેસલર વિનેશ ફોગાટ આજે તેની ફાઈનલ મેચ રમવા જઈ રહી હતી. પરંતુ 50 કિલો રેસલિંગ કેટેગરીની ફાઈનલ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. હવે મેડલના મોટા દાવેદારોમાંથી એક અંતિમ પંઘાલ પણ બહાર થઈ ગઈ છે, જે ભારતીય ચાહકો માટે એક પછી એક બે મોટા આંચકા છે.

અંતિમ પંઘાલ કોણ છે?

અંતિમ પંઘાલ હરિયાણાના હિસાર જિલ્લાના ભગાના ગામની રહેવાસી છે. તે તેના પરિવારની ચોથી પુત્રી છે, તેથી તેના જન્મ સમયે તેના માતાપિતાએ તેનું નામ ‘અંતિમ’ રાખ્યું હતું. અંતિમની મોટી બહેન સરિતા નેશનલ લેવલની કબડ્ડી ખેલાડી છે. અંતિમનું કુસ્તીબાજ બનવાનું સપનું હતું તેથી તેના પિતાએ તેના માટે શક્ય તમામ પ્રયાસો કર્યા. અંતિમે કોચ રોશની દેવીના નેતૃત્વમાં કુસ્તીની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: Paris Olympics 2024: વિનેશ ફોગાટની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાઈ દાખલ, પેરિસ ઓલિમ્પિકમાંથી થઈ બહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:56 pm, Wed, 7 August 24

Next Article