Olympic ગોલ્ડ મેડાલિસ્ટ શુટર અભિનવ બિન્દ્રાએ એવુ કામ કર્યુ કે ફેન નારાજ થઈ ગયો, અંતે માફી માંગવી પડી

|

Aug 01, 2021 | 8:26 PM

અભિનવ બિન્દ્રાએ ભારતને પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ 2008 બૈજિંગ ઓલિમ્પિક રમતોમાં અપાવ્યો હતો. 108 વર્ષની લાંબી રાહ જોયા બાદ ભારતને આખરે આ ગોલ્ડ મેડલ હાંસલ થયો હતો.

Olympic ગોલ્ડ મેડાલિસ્ટ શુટર અભિનવ બિન્દ્રાએ એવુ કામ કર્યુ કે ફેન નારાજ થઈ ગયો, અંતે માફી માંગવી પડી
Abhinav Bindra

Follow us on

ભારત માટે ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં વ્યક્તિગત એક માત્ર ગોલ્ડ મેડલ જીતનારા અભિનવ બિન્દ્રા (Abhinav Bindra) હાલમાં એક ઓનલાઈન ગેમિંગ એપનો પ્રચાર કરી રહ્યા છે. આ એક એપને કેટલાક લોકો જુગારની રમત સાથે જોડીને જુએ છે. અભિનવ બિન્દ્રા હાલમાં દેશની શાન છે. દેશ માટે તે એક માત્ર એવા એથલેટ છે, જે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ ભારત માટે જીતી લાવ્યો હતો.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સ્વાભાવિક છે, આ કારણથી તે અનેક લોકોના રોલ મોડલ પણ હોય. અભિનવને રોલ મોડલ માનનારા એક ફેને તેનાથી નિરાશ થઈને પોતાની નારાજગી જાહેર કરી હતી. ત્યારબાદ અભિનવે તેનાથી માફી માંગવી પડી હતી. ટ્વીટર પર પ્રસાર વેદ પાઠક નામના એક યુઝરે અભિવનવ બિન્દ્રાને ટેગ કરીને લખ્યુ હતુ, આજે હું આપને એક જુગારની વેબસાઈટના પ્રચાર કરતા જોઈને ખૂબ નિરાશ છુ. ઓછામાં ઓછુ આપ ક્રિએટીવ ટીમથી સ્ક્રીપ્ટ બદલવાનું કહી શકતા હતા. મેં 10 મીટર પિસ્ટલ શૂટીંગ કરી છે અને મેં આપને મારા હિરો માન્યા છે. તમે આજે મને ખોઈ દીધો છે.

 

અભિનવે ટ્વીટ કરીને કહ્યું

આ ટ્વીટના રિપ્લાયમાં અભિનવ બિન્દ્રાએ લખ્યુ કે આપને નિરાશ કરવાને લઈને હું દિલગીર છું. જોકે તમને પ્રોત્સાહિત કરી શકાય છે. તેનાથી જ થનારી કમાણી યુવા એથલેટ્સના પ્રશિક્ષણમાં જાય છે. અભિનવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે જે કામ હું કરુ છું. તેનાથી જે પણ પૈસા મળે છે, તે પૈસા યુવા એથલેટોની ટ્રેનિંગ માટે ખર્ચ કરવામાં આવે છે.

 

તેની પર તે યુઝરે એક વધારે ટ્વીટ કરી હતી. તેણે લખ્યુ, રિપ્લાય આપવા પર આપની સરાહના કરુ છુ. પરંતુ સ્પષ્ટ રુપથી રોબિનહૂડ રમવુ એ કંઈક એવુ નથી, જે મને આ વિશેષ મામલામાં પ્રભાવિત કરે છે. કારણ કે તે વિજ્ઞાપનમાં તમારી ઉપસ્થિતીના કારણે ઘણા બધા યુવાનો પ્રભાવિત થશે. તમારી ઉપલબ્ધી અને કદ એક રાષ્ટ્રીય ગૌરવ છે.

 

પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ જીતનાર એથલેટ

અભિનવ બિન્દ્રાએ ભારતને પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ 2008 બૈજિંગ ઓલિમ્પિક રમતોમાં અપાવ્યો હતો. 108 વર્ષની લાંબી રાહ જોયા બાદ ભારતને આખરે આ ગોલ્ડ મેડલ હાંસલ થયો હતો. 10 મીટર એર રાયફલમાં બિન્દ્રાએ ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદથી ભારત હજુ સુધી ગોલ્ડ મેડલની રાહ જોઈ રહ્યું છે.

 

આ પણ વાંચોઃ Friendship Day: યુવરાજ સિંહે શેર કરેલા દોસ્તીની તસ્વીરોના વિડીયોમાં ધોનીને ભુલાઇ ગયો, બન્યો ચર્ચાનો વિષય

 

આ પણ વાંચોઃ olympics hairstyles : ટોક્યો ઓલિમ્પિકમાં હેર સ્ટાઈલથી ધુમ મચાવી રહ્યા છે ખેલાડીઓ, જુઓ અવનવા ફોટો

Next Article