Amazing Video : Neeraj Chopraનો ‘બિજલી-બિજલી’ ગીત પર દેશી ડાન્સ થયો વાયરલ, વિરાટે પણ લગાવ્યા ઠુમકા

|

Mar 26, 2023 | 12:10 PM

જેવલિન થ્રોમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાનો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તે ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સ 2023ના અવસર પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

Amazing Video :  Neeraj Chopraનો બિજલી-બિજલી ગીત પર દેશી ડાન્સ થયો વાયરલ, વિરાટે પણ લગાવ્યા ઠુમકા

Follow us on

ગુરુવારે મુંબઈમાં ભારતીય ખેલ સન્માન સમારોહ (Indian Sports Honours 2023)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રમત જગતના મોટા સ્ટાર્સથી લઈને બોલિવૂડના સુપરસ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. ક્રિકેટર વિરાટ કોહલી, શુભમન ગિલથી લઈને નીરજ ચોપરા સુધી, જેમણે ભારતને જેવલિન થ્રોમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. નીરજ ચોપરાનો ડાન્સ સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. સૂટ બૂટ પહેરીને આવેલા ભારતના આ સુપરસ્ટારે પંજાબી સિંગર હાર્ડી સંધુના ગીત બિજલી બિજલી પર ડાન્સ કર્યો હતો.

નીરજ ચોપરાનો આ વીડિયો વાયરલ થયો

ખાસ વાત એ છે કે, પાનીપતનો રહેવાસી નીરજ ચોપરાએ આ દરમિયાન હરિયાણવી સ્ટાઈલમાં ડાન્સ કર્યો હતો. આ સમયે તેના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નીરજ ચોપરાનો આ વીડિયો જેણે પણ જોયો તેના ચહેરા પર સ્મિત આવી જ ગયું હશે.વિરાટ કોહલી સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા ભારતીય સ્પોર્ટ્સ ઓનર 2023માં બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા અને તેના પતિ અંગદ બેદી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

 

 

પીટી ઉષાથી લઈને ભારતીય પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અવની લેખરાએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સમારોહ દરમિયાન વિરાટ કોહલીએ અવની સાથેના ફોટો પણ ક્લિક કર્યા હતા, જે હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. આ દરમિયાન હોકી સુપરસ્ટાર સંદીપ સિંહ અને બોક્સર વિજેન્દર સિંહ પણ જોવા મળ્યા હતા.

નીરજ ચોપરાએ રેડ કાર્પેટ પર ધૂમ મચાવી

વાયરલ વીડિયોમાં નીરજ ચોપરા હાર્ડી સંધુના ગીત ‘બિજલી-બિજલી’ પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં નીરજની સાથે કન્ટેન્ટ ક્રિએટર્સ રુહી દોસાની, યશરાજ મુખાતે અને દીપરાજ જાધવ પણ જોવા મળે છે.  નીરજ ચોપરાએ ડાન્સ દરમિયાન પોતાનો કોટ ઉતારી લીધો હતો. આ પહેલા નીરજ ચોપરાએ પોતાની સ્ટાઈલથી રેડ કાર્પેટ પર ધૂમ મચાવી હતી. નીરજ ચોપરાના ડાન્સનો વીડિયો વાયરલ ભાયાણીના એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. નીરજના આ વીડિયો પર ફેન્સ પણ પોતાનું રિએક્શન આપી રહ્યા છે.

 

Next Article