AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોલ્ડન બોય નીરજ ચોપરાની ટ્રેનિંગનો વીડિયો જોઈ, લોકોએ કહ્યું તમે બધાને પ્રોત્સાહિત કરો છો જુઓ Video

નીરજના આ વીડિયો પર થોડા જ સમયમાં 50 હજારથી વધુ લાઈક્સ આવી ગયા છે. નીરજે અગાઉ કહ્યું હતું કે, તે આ વર્ષે ભાલા ફેંકમાં 90 મીટરનો આંકડો પાર કરવાની આશા રાખતો હતો.

ગોલ્ડન બોય નીરજ ચોપરાની ટ્રેનિંગનો વીડિયો જોઈ, લોકોએ કહ્યું તમે બધાને પ્રોત્સાહિત કરો છો જુઓ Video
જાદુઈ આંકડાને પાર કરવા મહેનત જરૂરી Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 12:26 PM
Share

હરિયાણાના પાણીપતનો ગોલ્ડન બોય નીરજ ચોપરા આ દિવસોમાં હંમેશની જેમ મેદાનમાં પરસેવો પાડી રહ્યો છે. તે સખત મહેનતના વીડિયો ટ્વીટ કરી રહ્યો છે. જેના કારણે યુવાનોને પણ પ્રેરણા મળી રહી છે. નીરજ ચોપરાએ 15 ફેબ્રુઆરીએ એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે. ટ્વિટ અનુસાર, તે દક્ષિણ આફ્રિકાના શહેર પોચેફસ્ટ્રુમમાં છે. જે ગ્રાઉન્ડમાં તે આ પ્રેક્ટિસ કરી રહ્યો છે. 24 કલાકથી પણ ઓછા સમયમાં નીરજના વીડિયોને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

આ ટ્રેનિંગ વીડિયોમાં નીરજ એક પછી એક હર્ડલ પાર કરી રહ્યા છે. આ વીડિયો પર થોડા જ લાખોમાં લાઈક્સ આવી હતી.નીરજે અગાઉ કહ્યું હતું કે, તે આ વર્ષે ભાલા ફેંકમાં 90 મીટરનો આંકડો પાર કરવાની આશા રાખે છે.

જાદુઈ આંકડાને પાર કરવા મહેનત જરૂરી

નીરજ ચોપરા આ વર્ષે થનારી ત્રણ મોટી ટુર્નામેન્ટ માટે તૈયારી કરી રહ્યા છે. જેમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન ગેમ્સ 2023 અને ડાયમંડ લીગની ફાઈનલ પણ સામેલ છે. હાલમાં જ જેવલિન થ્રોઅરે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ વર્ષે જેવલિનમાં 90 મીટરના આંકડાને પાર કરવા માટે આ આકરી તૈયારી કરી રહ્યો છે. તેણે કહ્યું કે,આ જાદુઈ આંકડાને પાર કરવા માટે આકરી મહેનત જરૂરી છે.

25 વર્ષીય એથ્લેટ એથ્લેટિક્સમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે અને તેણે તેની ટૂંકી પરંતુ શાનદાર કારકિર્દીમાં અન્ય ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. ટોક્યોમાં ઐતિહાસિક ગોલ્ડ બાદ નીરજે ડાયમંડ લીગ ફાઇનલમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ સિવાય તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ થ્રો 89.94 મીટર છે, જે ગયા વર્ષે જૂનમાં સ્વીડનમાં સ્ટોકહોમ ડાયમંડ લીગમાં મેળવ્યો હતો.

નીરજ ચોપરા આ પહેલા પણ અનેક વર્ક આઉટના વીડિયો શેર કરી ચૂક્યો છે.

રેકોર્ડ બનાવવા માટે તે જીમમાં પરસેવો પાડી રહ્યો છે. તેમણે હાલમાં પોતાનો વર્કઆઉટ કરતો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે ચાહકોના દિલ જીતી લીધા હતા.

જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
g clip-path="url(#clip0_868_265)">