Novak Djokovic બન્યો ઈટાલી ઓપન ચેમ્પિયન, ઈન્ગા સ્વિયાટેકે સેરેના વિલિયમ્સનો રેકોર્ડ તોડ્યો

Tennis : ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open) દરમિયાન રસીકરણના વિવાદને કારણે મોટાભાગની સિઝનમાં મેદાનની બહાર રહીને નોવાક જોકોવિચે (Novak Djokovic) ટુર્નામેન્ટમાં પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે સ્ટેફાનોસ સિત્સિપાસને સીધા સેટમાં હરાવ્યો હતો. તે જ સમયે, ઇંગા સ્વિયાટેક મહિલા વર્ગમાં ચેમ્પિયન બની હતી.

Novak Djokovic બન્યો ઈટાલી ઓપન ચેમ્પિયન, ઈન્ગા સ્વિયાટેકે સેરેના વિલિયમ્સનો રેકોર્ડ તોડ્યો
Novak Djokovi (PC: Daily Mail)
| Edited By: | Updated on: May 16, 2022 | 3:35 PM

ટેનિસ જગતના દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચ (Novak Djokovic) એ રવિવારે ઇટાલિયન ઓપન 2022 (Italian Open 2022) ની ફાઇનલમાં સ્ટેફાનોસ સિત્સિપાસને 6-0, 7-6 થી હરાવીને છઠ્ઠી વખત ટાઇટલ જીતી ઇતિહાસ રચ્યો હતો. આ સાથે સર્બિયાના આ સ્ટાર ખેલાડીએ ફ્રેન્ચ ઓપન (French Open 2022) પહેલા શાનદાર લયમાં હોવાનો પુરાવો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન રસીકરણના વિવાદને કારણે સિઝનની શરૂઆતમાં મોટા ભાગના સમય માટે મેદાનની બહાર રહેલા નોવાક જોકોવિચનું આ ટુર્નામેન્ટમાં વર્ચસ્વ હતું.

નોવાક જોકોવિચ (Novak Djokovic) એ અગાઉ સેમિ ફાઇનલમાં કેસ્પર રુડને સીધા સેટમાં હરાવીને ઇટાલી ઓપન (Italian Open 2022) ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વિશ્વના નંબર 1 ખેલાડીએ કેસ્પર રૂડે સામે 6-4, 6-3 થી જીત મેળવીને કારકિર્દીની 1000 મી જીત નોંધાવી હતી. જીમી કોનર્સ (1,274 જીત), રોજર ફેડરર (Roger Federer) (1,251), ઇવાન લેન્ડલ (1,068) અને રાફેલ નડાલ (Rafael Nadal) (1,051) પછી આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો માત્ર પાંચમો પુરૂષ ખેલાડી છે.

ઇન્ગા સ્વાઇટેકે સતત 28 મી મેચ જીતી હતી

આ પહેલા ઇંગા સ્વાઇટેકે મહિલા ફાઇનલમાં ઓન્સ જેબુરને 6-2, 6-2 થી હરાવીને સતત 28 મી જીત માટે ટાઇટલનો બચાવ કર્યો હતો. તેણે સેરેના વિલિયમ્સ (Serena Williams) નો સતત 27 જીતનો રેકોર્ડ તોડ્યો હતો. તમને જણાવી દઇએ કે મહિલા ટેનિસ સ્ટાર ખેલાડી સેરેના વિલિયમ્સ એ 2014 અને 2015 માં આ સિદ્ધિ મેળવી હતી. ઓન્સ જેબુર પણ સતત 11 મેચ જીત સાથે ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. પરંતુ તે ટોચના ક્રમાંકિત ખેલાડી સ્વાઇટેક સામે એક પણ જીત મેળવી શક્યો ન હતો.

 

મેડ્રિડ ઓપનની સેમિ ફાઇનલમાં જોકોવિચને હારનો સામનો કરવો પડ્યો હતો

મહત્વનું છે કે આ પહેલા મેડ્રિડ ઓપન (Madrid Open 2022) ટેનિસ ટુર્નામેન્ટમાં ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ માત્ર 19 વર્ષના યુવા ખેલાડી સામે હારી ગયો હતો. આ ખેલાડી સ્પેનનો ઉભરતો ટેનિસ ખેલાડી છે અને આ ખેલાડીનું નામ છે કાર્લોસ એલકેરેઝ છે. કાર્લોસ અલકેરેઝ (Carlos-Alcaraz) એ સેમિ ફાઇનલમાં વિશ્વના નંબર 1 ખેલાડી નોવાક જોકોવિચ (Novak Djokovic) ને હરાવ્યો હતો. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ કાર્લોસ એલ્કેરેઝે હાર ન માની અને ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચને જોરદાર ટક્કર આપીને બાકીના 2 સેટ જીતી લીધા હતા. સેમિ ફાઇનલમાં કાર્લોસ અલ્કેરેઝે જોકોવિચને 6-7(5), 7-5, 7-6(5), થી હરાવ્યો હતો.