નોરા ફતેહી એ કલોઝિંગ સેરેમનીમાં કર્યો ધમાકેદાર ડાન્સ, ભવ્ય કલોઝિંગ સેરેમની થઈ સમાપ્ત

|

Dec 18, 2022 | 10:06 PM

ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ પહેલા કતારના દોહાના લુસેલ સ્ટેડિયમમાં ધમાકેદાર કલોઝિંગ સેરેમની યોજાઈ હતી. આ સેરેમની જોવા હજારો ફૂટબોલ ફેન્સ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

નોરા ફતેહી એ કલોઝિંગ સેરેમનીમાં કર્યો ધમાકેદાર ડાન્સ, ભવ્ય કલોઝિંગ સેરેમની થઈ સમાપ્ત
Nora Fatehi performed at closing ceremony of FIFA World Cup 2022
Image Credit source: Twitter

Follow us on

કતારમાં ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ પહેલા કલોઝિંગ સેરેમની યોજાઈ હતી. આ કલોઝિંગ સેરેમનીમાં નોરા ફતેહી એ ધમાકેદાર ડાન્સ કર્યો હતો. કલોઝિંગ સેરેમનીમાં કતારી ગીતકાર આઈશા અમેરિકન-નાઈજિરિયન ગાયક ડેવિડો સાથે ટુર્નામેન્ટનું થીમ ગીત “હૈયા હૈયા (બેટર ટુગેધર)” રજૂ કરીને સેરેમનીની શરૂઆત કરી હતી. પ્યુર્ટો રિકન રેગેટન ગાયક ઓઝુના અને ફ્રેન્ચ રેપર ગિમ્સના “આર્બો” દ્વારા કાર્યક્રમ આગળ વધાર્યો હતો. આ પછી મોરોક્કન-કેનેડિયન ગાયિકા નોરા ફતેહી એ પોતાના ડાન્સથી ધમાલ મચાવી હતી..અમીરાતી પોપ સ્ટાર બાલ્કીસ, ઇરાકી સંગીતકાર રહમા રિયાદ અને મોરોક્કન ગાયક મનલ “લાઇટ ધ સ્કાય” સાથે પર્ફોર્મન્સનું સમાપન કર્યુ હતુ.

કતારના દોહામાં સ્થિત લુસેલ સ્ટેડિયમમાં ફાઈનલ મેચ પહેલા આ કલોઝિંગ સેરેમની યોજાઈ હતી. નોરા એ પહેલા ફિફા વર્લ્ડકપના થીમ સોન્ગમાં અને ફેન ફેસ્ટમાં પણ પર્ફોમ કર્યુ હતુ. આજની સેરેમનીમાં ડાન્સ કરીને તેણે કલોઝિંગ સેરેમનીને વધારે રોમાંચક બનાવી હતી.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

નોરા ફતેહીનો જોરદાર ડાન્સ

 

 

 

કલોઝિંગ સેરેમનીની કેટલીક યાદગાર ક્ષણો

આજે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે ફાઈનલ મેચ

આજે કતારના લુસેલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 કલાકે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે ફાઈનલ મેચ રમાશે. બંને ટીમો પાસે ત્રીજીવાર વર્લ્ડકપ જીતવાની તક છે. ફ્રાન્સની ટીમ વર્લ્ડકપ માટે 16 વાર કવોલીફાય થઈ હતી. ફિફા વર્લ્ડકપની 71 મેચોમાંથી આ ટીમ 38 મેચો જીતી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 131 ગોલ કર્યા હતા. ફ્રાન્સની ટીમ 2 વાર વર્લ્ડકપ ચેમ્પિયન રહી છે. જ્યારે 1 વાર બીજા સ્થાને અને 2 વાર ત્રીજા સ્થાને રહી હતી.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 4-1થી જીત મેળવી હતી. બીજી મેચમાં ડેનમાર્ક સામે 2-1થી જીત મેળવી હતી. જ્યારે અંતિમ મેચમાં તુનેસિયા સામે 1-0થી હારનો સામનો કરવો પડયો હતો. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં ફ્રાન્સની ટીમે  3-1થી જીત મેળવી હતી. જ્યારે કવાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 2-1થી જીત મેળવી હતી. 15 ડિસેમ્બરના રોજ રમાયેલી બીજી સેમિફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે મોરોક્કો સામે 2-0થી જીત મેળવી હતી.

આર્જેન્ટિનાની ટીમ 18 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ હતી. આ ટીમ વર્લ્ડકપની 86 મેચમાંથી 46માં મેચમાં જીત મેળવી શકી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 146 ગોલ કર્યા છે. આર્જેન્ટિનાની ટીમ 2 વાર વર્લ્ડ ચેમ્પિયન (1978, 1986) બની છે. જ્યારે 3 વાર રનર અપ (1930, 1990, 2014) ટીમ રહી છે.

આર્જેન્ટિનાની ટીમ ગ્રુપ સ્ટેજની 3 મેચમાંથી 2 મેચ જીતી શકી હતી. ફિફા વર્લ્ડકપની પ્રથમ મેચમાં જ આ ટીમને સાઉદી અરબ સામે 1-2ના સ્કોરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમે મેક્સિકો સામે 2-0થી અને પોલેન્ડ સામે 2-0થી જીત મેળવી હતી. પ્રી કવાર્ટર ફાઈનલમાં આર્જેન્ટિનાની ટીમે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને કવાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતુ. રોમાંચક કવાર્ટર ફાઈનલ મેચમાં આ ટીમે પેનલટી શૂટઆઉટમાં નેધરલેન્ડની ટીમને હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન મેળ્યુ હતુ.14 ડિસેમ્બરના રોજ રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે ક્રોએશિયા સામે 3-0થી ભવ્ય જીત મેળવી હતી.

Published On - 8:29 pm, Sun, 18 December 22

Next Article