Neeraj Chopraને ગર્લફ્રેન્ડને લઈને પૂછવામાં આવ્યા સવાલ, જાણો શું મળ્યો જવાબ?

નિરજ ચોપરા (Neeraj Chopra) ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા બાદ ભારત પરત ફરી ચુક્યો છે. સ્વદેશ પરત ફર્યા બાદ તે સતત ઈવેન્ટ્સમાં હિસ્સો લઈ રહ્યો છે અને ચર્ચાઓમાં છવાયેલો છે.

Neeraj Chopraને ગર્લફ્રેન્ડને લઈને પૂછવામાં આવ્યા સવાલ, જાણો શું મળ્યો જવાબ?
Neeraj Chopra
| Edited By: | Updated on: Aug 10, 2021 | 10:19 PM

ભારત માટે એથલેટીક્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ નિરજ ચોપરા (Neeraj Chopra) હાલમાં છવાયેલો છે. સોશિયલ મીડિયાથી લઈને અખબારો અને ટીવી સુધી નિરજ ચોપરા જ નજર આવી રહ્યો છે. ઓલિમ્પિકની સફળતા સાથે જ નિરજના સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ પણ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. મેડલ જીતવાથી લઈને અત્યાર સુધીમાં તેના ફેન ફોલઓર્સમાં 20 લાખથી વધુનો વધારો થયો છે તો વળી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ચર્ચામાં રહેનારો એથલેટ છે.

 

 

ગોલ્ડ મેડલિસ્ટ હોવાની સાથે સાથે નિરજ ચોપરાને લઈને ફેન્સમાં મુખ્યત્વે મહિલા ફેન્સમાં ખૂબ દિવાનગી વધેલી જોવા મળી રહી છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ નિરજ હોટ ટ્રેન્ડ બની ચુક્યો છે. તેને નેશનલ ક્રશ પણ કહેવામાં આવી રહ્યો છે. યુવતીઓ નિરજને અંગે સંપૂર્ણ પણે જાણવા માટે ઉત્સુક છે. તેના કરિયર, તેની ખાણીપીણી, પરીવાર અને ખાસ તો લવ લાઈફ. ગુગલ પર પણ લોકો તેની ગર્લ ફ્રેન્ડનું નામ શોધી રહ્યા છે.

ગર્લફ્રેન્ડને લઈને થતા સવાલોથી પરેશાન થયો નિરજ

કદાચ આ જ કારણ છે કે ઈન્ટરવ્યુ લેનારાઓ હવે નિરજને રમત છોડીને તેના વ્યક્તિગત જીવનને મહત્વ આપવા લાગ્યા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમ્યાન ચોપરાને જ્યારે તેની ગર્લફ્રેન્ડને લઈને સતત સવાલો કરવામાં આવ્યા તો નિરજ પરેશાન અને અસહજ નજર આવ્યો હતો. આવામાં નિરજે ફેન્સને સોશિયલ મીડિયા પર ઈન્ટરવ્યુ લેનારને ખૂબ ટ્રોલ કરી રહ્યુ છે.

 

 

નિરજને જ્યારે પુછવામાં આવ્યુ કે આજે દેશની યુવતીઓ નિરજ ચોપરા પર ફિદા છે તો તેને કેવુ લાગે છે. તેના જવાબમાં શરમાતા ગોલ્ડ મેડલિસ્ટે ફક્ત એટલુ જ કહ્યું કે આ એક સારી વાત છે કે લોકો પસંદ કરી રહ્યા છે. પરંતુ હાલમાં મારુ ધ્યાન સંપૂર્ણ રીતે રમત પર છે.

 

નિરજ ચોપરાએ સાદગીથી આપ્યા જવાબ

ઈન્ટરવ્યુ દરમ્યાન તેને સીધા સવાલ કરવામાં આવ્યા હતા કે શું તેને ગર્લફ્રેન્ડ છે. નિરજે સાદગીથી નામાં જવાબ આપીને ફરી એકવાર પોતાની રમતના સંદર્ભમાં વાત કરવા માટે કોશિષ કરી હતી. જોકે આમ છતાં ઈન્ટરવ્યુ લેનાર થોડો સંતોષ માની લેનાર નહતા. તેમણે સતત કોશિષ કરી હતી, જેનાથી નિરજ ખૂબ જ અસહજ અનુભવી રહ્યો હતો. ફેન્સને જોકે ઈન્ટરવ્યુનો અંદાજ પસંદ ના આવ્યો અને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી દેવામાં આવ્યું.

 

 

 આ પણ વાંચોઃ IND vs ENG: માંજરેકરે લોર્ડઝ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવન પસંદ કરી રવિન્દ્ર જાડેજાને બહાર રાખતા ચર્ચા ગરમ બની

આ પણ વાંચોઃ IND vs ENG: લોર્ડઝ ટેસ્ટ પહેલા પૂર્વ સિલેકટરે ચેતેશ્વર પુજારા અને અજીંકય રહાણેના ફોર્મને લઇ કહ્યુ આમ