હરિયાણાના પાણીપતનો ગોલ્ડન બોય નીરજ ચોપરા આ દિવસોમાં હંમેશની જેમ મેદાનમાં પરસેવો પાડી રહ્યો છે. તે સખત મહેનતના વીડિયો ટ્વીટ કરી રહ્યો છે. જેના કારણે યુવાનોને પણ પ્રેરણા મળી રહી છે. નીરજ ચોપરાએ 15 ફેબ્રુઆરીએ એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે. ટ્વિટ અનુસાર, તે દક્ષિણ આફ્રિકાના શહેર પોચેફસ્ટ્રુમમાં છે. જે ગ્રાઉન્ડમાં તે આ પ્રેક્ટિસ કરી રહ્યો છે. 24 કલાકથી પણ ઓછા સમયમાં નીરજના વીડિયોને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
આ ટ્રેનિંગ વીડિયોમાં નીરજ એક પછી એક હર્ડલ પાર કરી રહ્યા છે. આ વીડિયો પર થોડા જ લાખોમાં લાઈક્સ આવી હતી.નીરજે અગાઉ કહ્યું હતું કે, તે આ વર્ષે ભાલા ફેંકમાં 90 મીટરનો આંકડો પાર કરવાની આશા રાખે છે.
🚧Jumps pic.twitter.com/6qZF7k2Nbu
— Neeraj Chopra (@Neeraj_chopra1) February 15, 2023
નીરજ ચોપરા આ વર્ષે થનારી ત્રણ મોટી ટુર્નામેન્ટ માટે તૈયારી કરી રહ્યા છે. જેમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન ગેમ્સ 2023 અને ડાયમંડ લીગની ફાઈનલ પણ સામેલ છે. હાલમાં જ જેવલિન થ્રોઅરે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ વર્ષે જેવલિનમાં 90 મીટરના આંકડાને પાર કરવા માટે આ આકરી તૈયારી કરી રહ્યો છે. તેણે કહ્યું કે,આ જાદુઈ આંકડાને પાર કરવા માટે આકરી મહેનત જરૂરી છે.
🌅🏃♂️ pic.twitter.com/72VXFvSxXM
— Neeraj Chopra (@Neeraj_chopra1) February 8, 2023
25 વર્ષીય એથ્લેટ એથ્લેટિક્સમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે અને તેણે તેની ટૂંકી પરંતુ શાનદાર કારકિર્દીમાં અન્ય ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. ટોક્યોમાં ઐતિહાસિક ગોલ્ડ બાદ નીરજે ડાયમંડ લીગ ફાઇનલમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ સિવાય તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ થ્રો 89.94 મીટર છે, જે ગયા વર્ષે જૂનમાં સ્વીડનમાં સ્ટોકહોમ ડાયમંડ લીગમાં મેળવ્યો હતો.
નીરજ ચોપરા આ પહેલા પણ અનેક વર્ક આઉટના વીડિયો શેર કરી ચૂક્યો છે.
— Neeraj Chopra (@Neeraj_chopra1) February 12, 2023
રેકોર્ડ બનાવવા માટે તે જીમમાં પરસેવો પાડી રહ્યો છે. તેમણે હાલમાં પોતાનો વર્કઆઉટ કરતો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે ચાહકોના દિલ જીતી લીધા હતા.