36th National Games : નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસની રમતમાં આજે મેડલ માટે જામશે જંગ, જુઓ શેડ્યુલ

સુરતમાં 2015 બાદ ઈન્ડોર સ્ટેડિયમમાં મોટી ટૂર્નામેન્ટ હોય સુરતીઓમાં નેશનલ ગેમ્સ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ટેબલ ટેનિસની રમતમાં આજે મેડલ માટે જંગ જામશે.

36th National Games : નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસની રમતમાં આજે મેડલ માટે જામશે જંગ, જુઓ શેડ્યુલ
નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસની રમતમાં આજે મેડલ માટે જામશે જંગ
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Sep 21, 2022 | 9:51 AM

National Games : નેશનલ ગેમ્સ (National Games)ની શરૂઆત સુરતના ઇન્ડોર સ્ટેડિયમ (Indoor Stadium) ખાતે મંગળવારથી થઈ ગઈ છે. ટેબલ ટેનિસ (Table tennis)ની મેચમાં સૌપ્રથમ ગુજરાતનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું. ટેબલ ટેનિસમાં સ્ટાર ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. આજે સુરતમાં ટેબલ ટેનિસમાં મહિલા અને પુરુષ વિભાગમાં આજે સેમી-ફાઈનલ અને ફાઈનલ રમાશે. 12 PM ટેબલ ટેનિસ મેન્સ ટીમ સેમિ-ફાઇનલ શરુ થશે તો 4 PM ટેબલ ટેનિસ મહિલા ટીમ ફાઇનલ રમાશે. 6 PM ટેબલ ટેનિસ મેન્સ ટીમ ફાઇનલ રમાશે. સુરતીલાલાઓ ઈચ્છે છે કે, હરમીત પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર શ્રેષ્ઠ પર્ફોમન્સ આપીને ફરી એકવાર સુરતનું નામ રોશન કરે.

ગુજરાતે હરિયાણાની ટીમને હાર આપી

નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસની મેન્સ પ્રથમ મેચમાં ગુજરાતે હરિયાણાની ટીમને હરાવી હતી.ગુજરાત ટીમે હરિયાણાને 3-1થી હાર આપી હતી. હરમીત દેસાઈ હરિયાણાના સૌમ્યજીતને 3-1થી હરાવ્યો હતો. તો માનવ ઠક્કરએ 3-0થી વેસ્લે રોસીરિયોને ટક્કર આપી હતી. માનુષ શાહએ જુબીન કુમારને 3-1થી હાર આપી હતી. નેશનલ ગેમ્સમાં સુરતમાં પ્રથમ દિવસે ગુજરાતની ટીમનું પ્રદર્શન એકંદરે સારું રહ્યું હતુ.

 

 

નેશનલ ગેમ્સ અંતર્ગત ટુર્નામેન્ટ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાતા પ્રથમ દિવસે જ ગુજરાતના ખેલાડીઓએ સારું પર્ફોમન્સ કર્યું હતું. વર્ષ 2015 બાદ પ્રથમ વખત સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.ટેબલ ટેનિસમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સહિત કુલ 6 રાજ્યની ટિમો ભાગ લીધો છે.

ટેબલ ટેનિસ સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે

સુરત સહિત ગુજરાતના 6 શહેરોમાં 36મી નેશનલ ગેમ્સ માટેની તડામાર તૈયારીઓ વચ્ચે આજથી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસ સ્પર્ધાનો ઉત્સાહ વચ્ચે પ્રારંભ થયો હતો. સુરત શહેરના ઈન્ડોર સ્ટેડિયમમાં આજે સવારે 10 વાગ્યાથી ઇન્ડોર સ્ટેડિયમમાં મહિલા અને પુરુષ ટીમોની ટેબલ ટેનિસ સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે. ટેબલ ટેનિસ સ્પર્ધામાં દેશના તમામ રાજ્યોના 43 મહિલા અને 42 પુરૂષ મળીને કુલ 85 ખેલાડીઓએ ભાગ લીધો છે.