36th National Games : નેશનલ ગેમ્સની પ્રથમ રમતનો આજથી પ્રારંભ , જાણો કયા શહેરમાં કઈ કઈ ઇવેન્ટનું આયોજન જુઓ આજનું શેડ્યુલ

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ (36th National Games)નો માહોલ જામી રહ્યો છે. આજથી ટેબલ ટેનીસ રમતનો સુરતમાં શુભારંભ થશે.ભારતના ટોચના ખેલાડીઓ સુરતના મહેમાન બનશે.

36th National Games : નેશનલ ગેમ્સની પ્રથમ રમતનો આજથી પ્રારંભ , જાણો કયા શહેરમાં કઈ કઈ ઇવેન્ટનું આયોજન જુઓ આજનું શેડ્યુલ
36th National Games : આજથી 36મી નેશનલ ગેમ્સનો સુરતમાં પ્રાંરભ,
Image Credit source: SAI Media
| Edited By: | Updated on: Sep 20, 2022 | 10:08 AM

36th National Games :ગુજરાતમાં યોજાઈ રહેલી નેશનલ ગેમ્સ અંતર્ગત  ટેબલ ટેનીસ રમતનો આજથી સુરતમાં શુભારંભ થઇ રહ્યો છે. ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ (36th National Games)માં આજથી ખેલાડીઓ પોતાની તાકાત દેખાડશે. ત્યારે ટેબલ ટેનીસ રમતનો આજથી સુરતમાં શુભારંભ થશે.સુરતનાપંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડીયમમાં ટેબલ ટેનીસ રમાશે.20મી સપ્ટેમ્બરથી 24મી સપ્ટેમ્બર દરમિયાન આ સ્ટેડીયમમાં ટેબલ ટેનીસ ઇવેન્ટ યોજાશે. જ્યાં ભારતના ટોચના ખેલાડીઓ પોતાના ગૌરવ અને ગોલ્ડ બંને માટે લડશે. ટેબલ ટેનીસ (Table tennis)માં પુરૂષ અને મહિલા ટીમ ચેમ્પિયનશિપ ઉપરાંત, પાંચ વ્યક્તિગત ઈવેન્ટ્સ યોજાશે.

થોડા દિવસ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર રીતે તેની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર હેમાલી બોઘાવાલા અને મનપા કમિશનર પાનીએ જણાવ્યું કે નેશનલ ગેમ્સના આયોજન અંગેની જવાબદારી ઇન્ડિયન ઓલિમ્પિક એસો. દ્વારા ગુજરાત રાજ્યને સોંપવામાં આવી છે.

 

 

 

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન અને સ્થળ

  • અમદાવાદ
  1. સાબરમતી રિવરફ્રંટ: કાયાકીંગ એન્ડ કેનોઈંગ, રોવિંગ, રોલર સ્કેટિંગ, રોલર સ્કેટબોર્ડિંગ, ટેનીસ, સોફ્ટ ટેનીસ
  2. ટ્રાન્સસ્ટેડીયા: ફૂટબોલ, રગ્બી, યોગાસન, કબડ્ડી
  3. સંસ્કારધામ: આર્ચરી, ખો-ખો, મલખમ
  4.  કેન્સવિલે: ગોલ્ફ, લોન બોલિંગ
  5. શાહીબાગ પોલીસ સ્ટેડિયમ: ફૂટબોલ
  6.  રાઇફલ ક્લબ: શૂટિંગ
  7. ક્રાઉન શૂટિંગ & સ્પોર્ટ્સ એકેડમી: શોટગન શૂટિંગ
  • સુરત
  1.  પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ: ટેબલ ટેનિસ, બેડમિન્ટન
  2. ડુમસ બીચ: બીચ-હેન્ડબોલ, બીચ-વોલીબોલ
  • વડોદરા
  1. સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ: હેન્ડબોલ, જીમનાસ્ટીક
  • રાજકોટ
  1. સરદાર પટેલ સ્વિમિંગ કોમ્પલેક્સ: એક્વાટિક્સ
  2. સૌરાષ્ટ્ર યુનીવર્સીટી હોકી ગ્રાઉન્ડ: હોકી
  3. મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ: હોકી
  • ગાંધીનગર
  1. છ રોડ, ગાંધીનગર: સાયકલીંગ (રોડ)
  2. મહાત્મા મંદિર-કન્વેન્શન હોલ: બોક્સિંગ, રેસલિંગ
  3.  મહાત્મા મંદિર-એક્ઝીબીશન હોલ 1: વેઈટ લીફટીંગ, જુડો
  4.  મહાત્મા મંદિર-એક્ઝીબીશન હોલ 2: ફેન્સિંગ, વુશુ
  5. આઈ.આઈ.ટી.ગાંધીનગર: એથ્લેટીક્સ, સ્કવોશ, સોફ્ટબોલ, ટ્રાયાથ્લોન
  • ભાવનગર
  1.  SAG મલ્ટીપર્પઝ હોલ: બાસ્કેટબોલ, વોલીબોલ, નેટબોલ
  2. SAG આઉટડોર કોર્ટ: બાસ્કેટબોલ 3×3

ગુજરાતનાં 6 મહાનગરમાં 36 જેટલી રમતો માટે 7000 વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. અમદાવાદમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ નેશનલ ગેમનો ભવ્યાતિ ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે,ગુજરાતનાં 6 મહાનગરમાં 36 જેટલી રમતો માટે 7000 વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. અમદાવાદમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ નેશનલ ગેમનો ભવ્યાતિ ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે,