ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open) ની સફર હવે સેમીફાઈનલ સુધી પહોંચી ગઈ છે. સાતમા ક્રમાંકિત મેટિયો બેરેટિની (Matteo Berrettini) એ પુરૂષ સિંગલ્સ વર્ગની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યાં હવે તેનો સામનો 20 ગ્રાન્ડ સ્લેમ વિજેતા રાફેલ નડાલ (Rafael Nadal) સામે થશે. બેરેટનીએ ફ્રાન્સના ગેલ મોનફિલ્સ સામે શાનદાર રમત રમી હતી. તેણે પછડાટ બાદ પુનરાગમન કર્યું અને મેચ પોતાના નામે કરી. મોનફિલ્સે પ્રથમ બે સેટ 6-4, 6-4 થી જીત્યા હતા. આ સાથે જ તેણે શાનદાર વાપસી કરીને મેચ 3-6, 3-6, 6-2 થી જીતી લીધી હતી.
બેરેટનીએ ગયા વર્ષે એટીપી કપમાં પણ મોનફિલ્સને હરાવ્યો હતો. મેચ જીત્યા બાદ તેણે કહ્યું, ‘હું વિશ્વાસ કરી શકતો નથી. મને આશા છે કે જાનિક સિનર સામે પણ આવું જ થશે. હું મારા માટે ખૂબ જ ખુશ છું. તે એક શાનદાર મેચ હતી અને મને ખુશી છે કે હું જીતી શક્યો હોત. ત્રીજા સેટમાં મને લાગ્યું કે હું વાપસી કરી શકીશ અને પછી હું આમ કરવામાં સફળ રહ્યો.
ટોચની ક્રમાંકિત એશ્લેહ બાર્ટીએ વિશ્વની 21 નંબરની ખેલાડી જેસિકા પેગુલાને 6-2, 6-0 થી હરાવી ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. વિમ્બલ્ડન 2021 ચેમ્પિયન બાર્ટી 1978 પછી ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારી પ્રથમ ઓસ્ટ્રેલિયન મહિલા બનવાનો પ્રયાસ રહી છે. હવે તેનો સામનો 2017 યુએસ ઓપનની રનર અપ મેડિસન કીઝ સાથે થશે. બાર્ટી 2020માં સેમીફાઈનલમાં સોફિયા કેનિન સામે હારી ગઈ હતી.
મેડિસન કીઝે તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને 2022માં સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. તેણીએ ક્વાર્ટર ફાઇનલમાં ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બાર્બોરા ક્રાસિકોવાને 6-3, 6-2 થી હરાવી સતત દસમી જીત નોંધાવી. આ વર્ષે તેણે એડિલેડ ઈન્ટરનેશનલ ખાતે પાંચ જીત નોંધાવી છે, જેમાં એક ટાઈટલ જીતનો સમાવેશ થાય છે. તે પછી, તેણીએ મેલબોર્ન પાર્કમાં પાંચ મેચ જીતી છે. છેલ્લા આખા વર્ષમાં તેણે કુલ 11 મેચ જીતી હતી. હવે તેણીનો મુકાબલો ટોચની ક્રમાંકિત એશ્લે બાર્ટી સાથે થશે.
મોનફિલ્સ હવે ઓસ્ટ્રેલિયન ઓપન 2022ની સેમી ફાઇનલમાં પહોંચેલા રાફેલ નડાલ સામે ટકરાશે. તેણે મંગળવારે ક્વાર્ટર ફાઈનલ મેચમાં કેનેડાના ડેનિસ શાપોવાલોવને હરાવીને પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. પાંચ સેટ સુધી ચાલેલા કપરા મુકાબલામાં 6-3, 6-4, 4-6, 3-6, 6-3 થી પરાજય આપ્યો હતો. આ મેચ લગભગ ચાર કલાક સુધી ચાલી હતી.
શાપોવાલોવે નડાલને જોરદાર ટક્કર આપી હતી પરંતુ તે જીતી શક્યો નહોતો. બે સેટ પાછળ પડ્યા બાદ રાફેલ નડાલે જીત મેળવી હતી. તે સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઈનલમાં પહોંચ્યો છે. આ સાથે તેની 21મું ગ્રાન્ડ સ્લેમ જીતવાની આશા અકબંધ છે.
The Champion, @DJBravo47 channels his inner after sending Mahidul Islam Ankon back to the pavilion!
Catch the West Indian legend in relentless #BBPL2022 action for just ₹5, LIVE on #FanCode https://t.co/OLCsbLuBGA#BPLonFanCode @alluarjun pic.twitter.com/kVlAlvI2x3
— FanCode (@FanCode) January 25, 2022
Published On - 10:00 am, Wed, 26 January 22