Football: માન્ચેસ્ટર યુનાઈટેડ સ્ટાર મેસન ગ્રીનવુડ ફસાયો મોટી મુશ્કેલીમાં, ગર્લફ્રેન્ડે લગાવ્યો હિંસાનો આરોપ

|

Jan 30, 2022 | 5:13 PM

20 વર્ષીય મેસન ગ્રીનવુડે (Mason Greenwood) 2019માં માન્ચેસ્ટર યુનાઈટેડ (Manchester United) માટે સિનિયર ડેબ્યૂ કર્યું હતું, જ્યારે તે ઈંગ્લેન્ડ ફૂટબોલ ટીમ માટે પણ મેચ રમી ચૂક્યો છે.

Football: માન્ચેસ્ટર યુનાઈટેડ સ્ટાર મેસન ગ્રીનવુડ ફસાયો મોટી મુશ્કેલીમાં, ગર્લફ્રેન્ડે લગાવ્યો હિંસાનો આરોપ
Mason Greenwood માંચેસ્ટર યુનાઇટેડ માટે 129 મેચ રમી છે

Follow us on

ઈંગ્લેન્ડ (England) ની પ્રખ્યાત ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ (Manchester United) ના ઉભરતા સ્ટ્રાઈકર મેસન ગ્રીનવુડ (Mason Greenwood) મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. તેની ગર્લફ્રેન્ડે 20 વર્ષીય ગ્રીનવુડ પર હિંસા અને ઉત્પીડનના આરોપો લગાવ્યા છે. ગ્રીનવુડની ગર્લફ્રેન્ડ હેરિયેટ રોબસને રવિવાર, 30 જાન્યુઆરીના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા અને વિડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં તેણીના નાકમાંથી લોહી નીકળતું અને તેના શરીરના વિવિધ ભાગો પર ઉઝરડા જોવા મળે છે. ત્યારપછી આ તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે અને ગ્રીનવુડ સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે. યુવા ફૂટબોલરે હજુ સુધી આ સંબંધમાં કોઈ નિવેદન જારી કર્યું નથી, પરંતુ તેની ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડએ કહ્યું છે કે તેમને આ અંગે માહિતી મળી છે અને તે હિંસાને સમર્થન આપતા નથી.

માન્ચેસ્ટર યુનાઈટેડની એકેડમીમાંથી બહાર આવેલા મેસન ગ્રીનવુડ ઈંગ્લેન્ડની જુનિયર ફૂટબોલ ટીમો માટે પણ રમી ચૂક્યા છે અને આવી સ્થિતિમાં તેની ફૂટબોલ કારકિર્દી પર સવાલો ઉભા થયા છે. અંગ્રેજી મીડિયાના અહેવાલો અનુસાર, ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે આ મામલાની નોંધ લીધી છે અને તપાસ કરી રહી છે. જોકે, હાલ એ સ્પષ્ટ નથી થયું કે કેસ નોંધવામાં આવ્યો છે કે નહીં.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

ગર્લફ્રેન્ડે ફોટા પોસ્ટ કર્યા, લગાવ્યો આરોપ

રવિવારે સવારે, હેરિયેટ રોબસને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સ્ટોરીમાં એક વિડિઓ પોસ્ટ કર્યો, જેમાં તેણીના નાકમાંથી લોહી નીકળતું હતું. આ વીડિયોમાં રોબસને લખ્યું છે – “જે કોઈ પણ જાણવા માંગે છે કે મેસન ગ્રીનવુડ મારી સાથે શું કરે છે.” આ પછી, તેણે પોતાની કેટલીક વધુ તસવીરો પોસ્ટ કરી, જેમાં શરીરના અલગ-અલગ ભાગોમાં ઈજાના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આ ઉપરાંત, તેણે એક ઓડિયો પણ પોસ્ટ કર્યો, જેમાં ગ્રીનવુડ કથિત રીતે રોબસન પર બૂમો પાડી રહ્યો હતો અને તેને ધમકી આપી રહ્યો હતો.

 

જો કે, હજુ સુધી આ મામલે રોબસન તરફથી વધુ કોઈ નિવેદન આવ્યું નથી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ તસવીરો તેમજ અન્ય તસવીરો પણ હટાવી દીધી છે.

ક્લબે નિવેદન બહાર પાડ્યું

તે જ સમયે, 20 વર્ષીય સ્ટાર સ્ટ્રાઈકરની બાજુ હજુ સુધી સામે આવી નથી. જોકે તેની ક્લબે એક નિવેદન જારી કર્યું છે અને કહ્યું છે કે તે આ ઘટનાને સમર્થન આપતો નથી પરંતુ તથ્યો સંપૂર્ણ રીતે સ્થાપિત થાય તેની રાહ જોઈ રહ્યો છે. નિવેદન અનુસાર, “અમે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી તસવીરો અને આરોપોથી વાકેફ છીએ. જ્યાં સુધી તમામ હકીકતો સ્થાપિત ન થાય ત્યાં સુધી અમે વધુ ટિપ્પણી કરીશું નહીં. માન્ચેસ્ટર યુનાઈટેડ કોઈપણ પ્રકારની હિંસાને સમર્થન આપતું નથી.”

ઇંગ્લેન્ડ અને યુનાઇટેડનું ભવિષ્ય

ગ્રીનવુડને માન્ચેસ્ટર યુનાઈટેડ અને ઈંગ્લેન્ડનું ભવિષ્ય માનવામાં આવે છે. આ ખેલાડીએ 2019માં ક્લબની સિનિયર ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તેણે પ્રીમિયર લીગ, ચેમ્પિયન્સ લીગ, એફએ કપ અને લીગ કપમાં કુલ 129 મેચ રમી છે, જેમાં તેણે 35 ગોલ કર્યા છે. આ સિવાય ગ્રીનવુડે 2020માં ઈંગ્લેન્ડની સિનિયર ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડ માટે માત્ર એક જ મેચ રમી છે.

 

આ પણ વાંચોઃ IND vs WI: અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામે મેદાને ઉતરતા જ ટીમ ઇન્ડિયા રચશે ખાસ રેકોર્ડ, હાંસલ કરશે આ ઉપલબ્ધી

આ પણ વાંચોઃ Ranji Trophy : ટીમ ઇન્ડિયા માટે વન ડે ડેબ્યૂમાં ફટકાર્યુ હતુ અર્ધશતક હવે બહાર રહેતા રણજી ટ્રોફી માત્ર કમાણીનો એક સ્ત્રોત

 

 

 

Published On - 4:39 pm, Sun, 30 January 22

Next Article