ભારતની સ્ટાર મહિલા શટલર પીવી સિંધુ (PV Sindhu) કોરિયા ઓપન (Korea Open) ની સેમી ફાઇનલમાં હારી ગઈ છે. તેને માત્ર 48 મિનિટમાં કોરિયન ખેલાડીએ સરળતાથી બહાર કરી દીધી હતી. કોરિયાની An Se-young ને આ મેચ 21-14, 21-17 થી જીતી હતી. પીવી સિંધુને હરાવીને કોરિયન ખેલાડીએ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આ પહેલીવાર છે જ્યારે તેણે પોતાની ડોમેસ્ટિક ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સાથે તેણે ભારતના બેડમિન્ટન (Badminton) ખેલાડી સામેનો પોતાનો રેકોર્ડ પણ સુધાર્યો. કોરિયન શટલર સામે પીવી સિંધુનો આ ચોથો મુકાબલો હતો. અને ચારેય પ્રસંગોએ ભારતના સ્ટાર શટલરને હારનો સામનો કરવો પડ્યો છે.
કોરિયાની 20 વર્ષીય સિયોંગ વિશ્વની ચોથા નંબરની ખેલાડી છે. તેની સામેની મેચમાં સિંધુની દરેક દાવ નિષ્ફળ જતી જોવા મળી હતી. તે આખો સમય પાછળ જોતી હતી. કોરિયન ખેલાડીએ શરૂઆતથી જ ભારતીય શટલર પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું જે અંત સુધી અકબંધ રહ્યું હતું.
જોકે પીવી સિંધુએ મધ્યમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોરિયન ખેલાડી સિયોંગે તેના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સિંધુના સ્મેશથી તેના પોઈન્ટ મળ્યા પરંતુ તે સિયોંગ પર દબાણ લાવી શકી નહીં. સિંધુ પાસે સિયોંગના વળતા હુમલાનો કોઈ જવાબ નહોતો. પરિણામે, તેણી સરળતાથી મેચ હારી ગઈ.
💔#KoreaOpen2022#Badminton pic.twitter.com/xE5uO2S40E
— BAI Media (@BAI_Media) April 9, 2022
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
Published On - 10:53 am, Sat, 9 April 22