Khelo India Youth Games : ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આજનું શેડ્યૂલ તેમજ મેડલ લીસ્ટ જુઓ

|

Feb 02, 2023 | 1:35 PM

KIYG ગેમ્સ 30મી જાન્યુઆરીથી 11મી ફેબ્રુઆરી 2023 સુધી રમાશે. 13 દિવસ સુધી સ્પોર્ટ્સ ઈવેન્ટ રમાશે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023નું આજનું શેડ્યૂલ જુઓ.

Khelo India Youth Games : ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આજનું શેડ્યૂલ તેમજ મેડલ લીસ્ટ જુઓ
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આજનું શેડ્યૂલ
Image Credit source: Twitter

Follow us on

Khelo India Youth Games : સૌ કોઈ જાણીએ છીએ કે, આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ ચોથી વખત યોજાવા જઈ રહી છે. તે રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને યુવા ખેલાડીઓને સંબંધિત ક્ષેત્રમાં તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વાર્ષિક ધોરણે આયોજન કરવામાં આવે છે, મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી રમતગમતનો મહાકુંભ શરૂ છે. MP દ્વારા આયોજિત થનારી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023માં રાજ્યના 470 ખેલાડીઓ 27 વિવિધ રમતોમાં તેમનું કૌશલ્ય પ્રદર્શિત કરી રહ્યા છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

 

આ વર્ષે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ રાજ્યના જુદા જુદા 8 શહેરોમાં યોજાઈ રહી છે. જેમાં ભોપાલમાં 9, ઈન્દોરમાં 6, ગ્વાલિયરમાં ચાર, ઉજ્જૈન અને મંડલામાં બે-બે, જબલપુરમાં ચાર અને બાલાઘાટ ખરગોનમાં એક-એક રમતનું આયોજન કરવામાં આવશે. નવી દિલ્હીમાં પણ એક રમતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

 

જો આપણે મેડલ ટેલીની વાત કરીએ તો પ્રથમ સ્થાન પર મધ્યપ્રદેશ છે જે 4 ગોલ્ડ મેડલ સાથે ટોર્ચ પર છે. મહારાષ્ટ્ર 2 મેડલ સાથે ત્રીજા નંબર પર, ઉત્તરપ્રદેશ પાસે 1 ગોલ્ડ મેડલ છે ચોથા નંબર પર ઓડિશા કુલ 3 મેડલ છે. તેલગણા 3 મેડલ સાથે પાંચમાં સ્થાન પર છે. છઠ્ઠા સ્થાન પર કર્ણાટકા સાતમાં સ્થાન પર રાજસ્થાન 8માં સ્થાન પર વેસ્ટ બંગાળ 1 મેડલ સાથે છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓ ભાગ લીધો છે પરંતુ તેના ખાતામાં હજુ એક પણ મેડલ આવ્યો નથી.

 

 

ભોપાલ

ભોપાલના ટીટી નગર સ્ટેડિયમમાં 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન એથ્લેટિક્સ મેડલ માટે સ્પર્ધા થશે. ભોપાલમાં 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ બોક્સિંગ સ્પર્ધાઓ યોજાશે. 1 થી 6 ફેબ્રુઆરી દરમિયાન 6 દિવસમાં ખેલાડીઓ શૂટિંગ એકેડમીમાં શૂટિંગ કરશે. ભોપાલના બડે તાલાબ સ્થિત વોટર સ્પોર્ટ્સ એકેડમીમાં વોટર સ્પોર્ટ્સની બે રમતો રમાશે. 1 થી 3 ફેબ્રુઆરી દરમિયાન કાયકિંગ-કેનોઇંગ સ્પર્ધાઓ યોજાશે. ભોપાલના સાઈ ઈન્ડોર હોલમાં 30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી વોલીબોલ મેચો રમાશે.

ઈન્દોર

ઈન્દોરમાં 6-10 ફેબ્રુઆરી દરમિયાન 5 દિવસ સુધી વેઈટ લિફ્ટિંગ સ્પર્ધાઓ યોજાશે.ઇન્દોરના રહેવાસીઓ અભય પ્રાશાલ ખાતે 5 થી 9 ફેબ્રુઆરી દરમિયાન અદભૂત કબડ્ડી મેચો નિહાળી શકશે. 1લી થી 10મી ફેબ્રુઆરી સુધી એમરાલ્ડ હાઇટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇન્દોરમાં, યુવા ફૂટબોલરો (પુરુષ) અદભૂત પ્રદર્શન નિહાળી શકશે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની ટેનિસ મેચો ઈન્દોર ટેનિસ ક્લબમાં 5 દિવસ સુધી રમાશે.

ગ્વાલિયર

મધ્ય પ્રદેશ દ્વારા આયોજિત થનારી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં, ગ્વાલિયર 4 અલગ-અલગ રમતો બેડમિન્ટન, હોકી, જિમ્નેસ્ટિક્સ અને કાલરિપાવટ્ટુમાં ભાગ લેશે. LNIPE ખાતે 1 થી 5 ફેબ્રુઆરી દરમિયાન જિમ્નેસ્ટિક્સ સ્પર્ધાઓ યોજાશે.

ઉજ્જૈન

મહાકાલની નગરી ઉજ્જૈનમાં 1લી થી 10મી ફેબ્રુઆરી દરમિયાન માધવ સેવા ન્યાસમાં યોગ અને મલખંભની ભવ્ય સ્પર્ધાઓ યોજાશે.

જબલપુર

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 જબલપુરમાં 30 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન 4 વિવિધ રમતોમાં યોજાશે. રાનીતાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી ખો-ખો, 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી fencing રમાશે.

મંડલા

2 થી 10 ફેબ્રુઆરી સુધી મંડલાના રહેવાસીઓ મણિપુર અને પંજાબની પ્રખ્યાત પરંપરાગત રમતો ગટકાની મજા માણી શકશે. 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લા રમતગમત સંકુલ ખાતે મેચો યોજાશે.

બાલાઘાટ

બાલાઘાટના ફૂટબોલ ગ્રાઉન્ડમાં 10 દિવસ સુધી યુવા મહિલા ફૂટબોલરોની રંગત જામશે.

દિલ્હી

2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના IG સ્ટેડિયમ ખાતે સાયકલિંગ ટ્રેક પર મેડલ માટે રમતવીરો તેમની કુશળતા દર્શાવશે.

 

Next Article