5 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ…કુલ 20 મેડલ સાથે 15માં ક્રમે રહ્યું ગુજરાત, જુઓ Khelo india youth games 2022ની ફાઈનલ મેડલ ટેલી

|

Feb 12, 2023 | 8:19 AM

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ આમ કુલ 20 મેડલ સાથે ગુજરાત મેડલ ટેલીમાં 15માં ક્રમે રહ્યું છે. કુલ 161 મેડલ સાથે મહારાષ્ટ્ર રાજય મેડલ ટેલીમાં ટોપ પર રહ્યું હતું.  

5 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ...કુલ 20 મેડલ સાથે 15માં ક્રમે રહ્યું ગુજરાત, જુઓ Khelo india youth games 2022ની ફાઈનલ મેડલ ટેલી
મેડલ ટેલીમાં ક્રમની બાબતમાં ખેલો ઈન્ડિયાની 5 સિઝનમાં ગુજરાતનું આ વખતનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું. આ વખતે ગુજરાત 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ આમ કુલ 20 મેડલ સાથે 15માં ક્રમે રહ્યું છે.
Image Credit source: twitter

Follow us on

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી વિવિધ શહેરોમાં ચાલી રહ્યું હતું. આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના અંતિમ દિવસ બાદ ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ આમ કુલ 20 મેડલ સાથે ગુજરાત મેડલ ટેલીમાં 15માં ક્રમે રહ્યું છે. કુલ 161 મેડલ સાથે મહારાષ્ટ્ર રાજય મેડલ ટેલીમાં ટોપ પર રહ્યું હતું.

ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ગઈ કાલે આ ટુર્નામેન્ટનો અંતિમ દિવસ હતો. તે પ્રસંગે મધ્ય પ્રદેશમાં સમાપ્ન સમારોહ પણ યોજાયો હતો. જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્ચા હતા.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુજરાતને 20 મેડલ અપાવનાર ખેલાડીઓ

  1. નિશિ ભાવસાર – ગોલ્ડ મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- બીમ)
  2. કેદાર પટેલ – ગોલ્ડ મેડલ – સાયકલિંગ (રોડ રેસ માસ સ્ટાર્ટ)
  3. દેવાંશ પરમાર – ગોલ્ડ મેડલ – સ્વિમિંગ (400 મીટર ફ્રી સ્ટાઈલ)
  4. દેવાંશ પરમાર – ગોલ્ડ મેડલ – સ્વિમિંગ (800 મીટર ફ્રી સ્ટાઈલ)
  5. આર્યન શાહ – ગોલ્ડ મેડલ – ટેનિસ ( સિંગલ પુરુષ)
  6. ગુજરાત વોલીબોલ ટીમ – સિલ્વર મેડલ – વોલીબોલ
  7. લક્ષિતા સાંડિલ્યા- સિલ્વર મેડલ – 800 મીટર દોડ
  8. દિયા ઠાકોર – સિલ્વર મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- બીમ)
  9. દિયા ઠાકોર – સિલ્વર મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- ફલોર)
  10. દિયા ઠાકોર – સિલ્વર મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- અસમાન બાર)
  11. દેવાંશ પરમાર – સિલ્વર મેડલ – સ્વિમિંગ (100 મીટર બેક સ્ટ્રોક)
  12. દેવાંશ પરમાર – સિલ્વર મેડલ – સ્વિમિંગ (200 મીટર બેક સ્ટ્રોક)
  13. લક્ષિતા સાંડિલ્યા – બ્રોન્ઝ મેડલ – ગર્લ્સ 1500 મીટર રન
  14. વિશ્વકર્મા પૂજા સતપાલ – બ્રોન્ઝ મેડલ – બોક્સિંગ 70 kg
  15. મંડીપસિંહ ગોહિલ- બ્રોન્ઝ મેડલ – ફેન્સીંગ (ફોઇલ – વ્યક્તિગત)
  16. અર્ચનાબેન નાઘેરા – બ્રોન્ઝ મેડલ – જુડો (-40 kg)
  17. અંકિતા નાઘેરા – બ્રોન્ઝ મેડલ – જુડો ( -44 kg)
  18. અનક ચૌહાણ – બ્રોન્ઝ મેડલ – કાયકિંગ અને કેનોઇંગ (સ્લેલોમ K1)
  19. દેવાંશ પરમાર – બ્રોન્ઝ મેડલ – સ્વિમિંગ (100 મીટર બેક સ્ટ્રોક)
  20. શાહિન દરજાદા – બ્રોન્ઝ મેડલ- જૂડો (અંડર-57 કિલો)

20 મેડલ સાથે 15માં ક્રમે રહ્યું ગુજરાત

મેડલ ટેલીમાં ક્રમની બાબતમાં ખેલો ઈન્ડિયાની 5 સિઝનમાં ગુજરાતનું આ વખતનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું. આ વખતે ગુજરાત 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ આમ કુલ 20 મેડલ સાથે 15માં ક્રમે રહ્યું છે.

પહેલાની ચાર સિઝનમાં ગુજરાતનું પ્રદર્શન

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021 (હરિયાણા)

ગુજરાત – 4 ગોલ્ડ, 11 સિલ્વર, 9 બ્રોન્ઝ – કુલ 24 મેડલ

ક્રમ – 14

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2020 (અસમ ગુવાહાટી)

ગુજરાત – 16 ગોલ્ડ, 16 સિલ્વર, 20 બ્રોન્ઝ –  કુલ 52 મેડલ

ક્રમ – 9

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ  2019 (પુણે )

ગુજરાત – 11 ગોલ્ડ, 7 સિલ્વર, 15 બ્રોન્ઝ – કુલ 33 મેડલ

ક્રમ – 9

 ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સ 2018 (દિલ્હી)

ગુજરાત – 3 ગોલ્ડ, 5 સિલ્વર, 5 બ્રોન્ઝ –  કુલ 13 મેડલ

ક્રમ – 13

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની ફાઈનલ મેડલ ટેલી

મેડલ ટેલીમાં મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધારે મેડલ સાથે ટોપ પર છે. મહારાષ્ટ્ર 56 ગોલ્ડ, 55 સિલ્વર, 50 બ્રોન્ઝ આમ કુલ 161 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. હરિયાણા રાજ્ય 41 ગોલ્ડ, 32 સિલ્વર અને 55 બ્રોન્ઝ આમ કુલ 128 મેડલ સાથે બીજા ક્રમે છે. યજમાન રાજ્ય મધ્યપ્રદેશ કુલ 96 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.

Next Article