જમ્મુ-કશ્મીરમાં બરફ વચ્ચે જોવા મળ્યું યુવા ખેલાડીઓનું જનૂન, જાણો Khelo india winter games 2023નું આજનું શેડયૂલ

આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023માં 29 રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના 1,500 ખેલાડીઓ વિન્ટર ગેમ્સ રમશે. આ ટુર્નામેન્ટમાં 9 જેટલી વિન્ટર ગેમ્સ રમાશે. 10થી 14 ફેબ્રુઆરી વચ્ચે આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023 રમાશે. ચાલો જાણીએ આજના દિવસનું શેડયૂલ.

જમ્મુ-કશ્મીરમાં બરફ વચ્ચે જોવા મળ્યું યુવા ખેલાડીઓનું જનૂન, જાણો Khelo india winter games 2023નું આજનું શેડયૂલ
Khelo India winter games 2023 schedule
Image Credit source: twitter
| Edited By: | Updated on: Feb 12, 2023 | 7:37 AM

ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં હાલમાં જ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ સમાપ્ત થયો છે. ત્યારે ધરતીના સ્વર્ગ જમ્મુ-કાશ્મીરમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023નો પ્રારંભ થઈ ગયો છે. કડકતી ઠંડી વચ્ચે યુવા ખેલાડીઓ પોતાનું કૌશલ્ય અને શૌર્ય દેખાડતા જોવા મળ્યા હતા. આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023માં 29 રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના 1,500 ખેલાડીઓ વિન્ટર ગેમ્સ રમશે. આ ટુર્નામેન્ટમાં 9 જેટલી વિન્ટર ગેમ્સ રમાશે. 10થી 14 ફેબ્રુઆરી વચ્ચે આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023 રમાશે. ચાલો જાણીએ આજના દિવસનું શેડયૂલ.

ભારતના યુવા અને રમતગમત મંત્રાયલ, જમ્મુ-કાશ્મીર રમતગમત સમિતિ અને જમ્મુ-કશ્મીર વિન્ટર ગેમ્સ અસોશિયેશન દ્વારા આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સની ત્રીજી સિઝન હશે. વર્ષ 2020માં પ્રથમ સિઝન ગુલમર્ગ અને વર્ષ 2021માં બીજી સિઝન લેહમાં રમાઈ હતી.

 

 

ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023નું આજનું શેડયૂલ

 

આજે 12 તારીખના રોજ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સની અલગ અલગ રમતો સવારથી જ ગુલમર્ગમાં શરુ થશે. આજે કર્લિંગ, આઈસ હોકી, આઈસ સ્કેટિંગ જેવી રમતો રમાશે.

ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023ની ઓપનિંગ સેરેમની

 

10 ફેબ્રુઆરીના રોજ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સની ત્રીજી સિઝન માટે ઓપનિંગ સેરેમની ગુલમર્ગમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યાં હતા. બફર વર્ષાના માહોલ વચ્ચે યુવા ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન ઘણા સાંસ્કૃતિક નૃત્યો પણ જોવા મળ્યા હતા.