Khelo india winter games 2023નું આજનું શેડયૂલ, આજથી Khelo india હેઠળ શરુ થશે મહિલા બોક્સિગ ટુર્નામેન્ટ

|

Feb 13, 2023 | 7:39 AM

Khelo india winter games 2023: આ ટુર્નામેન્ટમાં 9 જેટલી વિન્ટર ગેમ્સ રમાશે. 10થી 14 ફેબ્રુઆરી વચ્ચે આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023 રમાશે. ચાલો જાણીએ આજના દિવસનું શેડયૂલ.

Khelo india winter games 2023નું આજનું શેડયૂલ, આજથી Khelo india હેઠળ શરુ થશે મહિલા બોક્સિગ ટુર્નામેન્ટ
Khelo india winter games 2023
Image Credit source: twitter

Follow us on

ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં હાલમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહારાષ્ટ્ર રાજ્ય 161 મેડલ સાથે ટોપ પર રહ્યું હતું. અભિનેતા આર માધવનના દીકરા વેદાંત માધવને મહારાષ્ટ્ર માટે સ્વિમિંગમાં કુલ 7 મેડલ જીત્યા હતા. ગુજરાત રાજ્ય આ વર્ષે 20 મેડલ સાથે 15માં ક્રમે રહ્યું હતું. આ બધા વચ્ચે જમ્મુ કશ્મીરમમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023ને કારણે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભારતના યુવા અને રમતગમત મંત્રાયલ, જમ્મુ-કાશ્મીર રમતગમત સમિતિ અને જમ્મુ-કશ્મીર વિન્ટર ગેમ્સ અસોશિયેશન દ્વારા આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સની ત્રીજી સિઝન હશે. વર્ષ 2020માં પ્રથમ સિઝન ગુલમર્ગ અને વર્ષ 2021માં બીજી સિઝન લેહમાં રમાઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 24-12-2024
Business Women : દહીં વેચતી કંપનીમાંથી દીપિકા પાદુકોણ આ રીતે કમાય છે પૈસા, જાણો
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર કોને બ્લોક કર્યો?
પૂરી થઈ રાહ, 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે બજાર કરશે આ કામ
કુવૈતમાં મજૂરોને કેટલું દૈનિક વેતન મળે છે? જાણી લો
Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?

આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023માં 29 રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના 1,500 ખેલાડીઓ વિન્ટર ગેમ્સ રમશે. આ ટુર્નામેન્ટમાં 9 જેટલી વિન્ટર ગેમ્સ રમાશે. 10થી 14 ફેબ્રુઆરી વચ્ચે આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023 રમાશે. ચાલો જાણીએ આજના દિવસનું શેડયૂલ.

13 ફેબ્રુઆરીનું શેડયૂલ

 

આજે 13 ફેબ્રુઆરીના રોજ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સની અલગ અલગ રમતો સવારથી જ ગુલમર્ગમાં શરુ થશે. આજે કર્લિંગ, આઈસ હોકી, આઈસ સ્ટોક સ્પોર્ટસ જેવી રમતો રમાશે.

આજથી શરુ થશે મહિલા બોક્સિગ ટુર્નામેન્ટ

 

હરિયાણામાં ખેલો ઈન્ડિયા હેઠળ સબ જુનિયર છોકરીઓ અને મહિલા વચ્ચે નેશનલ ઓપન બોક્સિગ ટુર્નામેન્ટ થશે. આ ટુર્નામેન્ટ 13 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે.

 

 

ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ દરમિયાન અનેક ખેલોડીઓ પોતાના રમતગમતનું શોર્ય બતાવતા જોવા મળ્યા હતા. ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સના કેટલાક ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે.

ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023ની ઓપનિંગ સેરેમની

 

10 ફેબ્રુઆરીના રોજ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સની ત્રીજી સિઝન માટે ઓપનિંગ સેરેમની ગુલમર્ગમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યાં હતા. બફર વર્ષાના માહોલ વચ્ચે યુવા ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન ઘણા સાંસ્કૃતિક નૃત્યો પણ જોવા મળ્યા હતા.

Next Article