Junior Women World Cup: ભારતીય ટીમ ઈતિહાસ રચવાથી ચૂકી, નેધરલેન્ડે સેમિ ફાઈનલમાં 3-0થી હરાવી દિલ તોડ્યું

|

Apr 10, 2022 | 11:25 PM

Junior Women's World Cup : ભારતીય મહિલા ટીમ જુનિયર વર્લ્ડ કપમાં માત્ર બીજી વખત જ સેમિ ફાઈનલમાં પહોંચી હતી અને પ્રથમ વખત તેને ફાઇનલમાં પહોંચવાની તક મળી હતી. પરંતુ આ વખતે પણ તેને નિરાશા હાથ લાગી હતી.

Junior Women World Cup: ભારતીય ટીમ ઈતિહાસ રચવાથી ચૂકી, નેધરલેન્ડે સેમિ ફાઈનલમાં 3-0થી હરાવી દિલ તોડ્યું
Indian Junior Hockey Team (PC: Hockey India)

Follow us on

હોકીમાં ભારતનું પ્રદર્શન સતત સુધરી રહ્યું છે અને સિનિયરથી લઈને જુનિયર ટીમો મોટા મંચ પર મજબૂત રમત બતાવી રહી છે. ભારતીય જુનિયર મહિલા હોકી ટીમ (Indian Junior Women Hockey Team) પણ કંઈક આવું જ કરી રહી છે. જે દક્ષિણ આફ્રિકામાં FIH જુનિયર મહિલા વર્લ્ડ કપ 2022 (FIH Junior Women’s Hockey World Cup 2022) ની સેમિ ફાઈનલમાં પહોંચી હતી. આ ટીમ પાસે ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચવાની તક હતી. પરંતુ સામે આવેલી સૌથી મુશ્કેલ આફતએ આ સપનું તોડી નાખ્યું. રવિવાર 10 એપ્રિલના રોજ યોજાયેલી સેમિ ફાઇનલમાં ભારતીય ટીમને વધુ સારી નેધરલેન્ડ્સ ટીમના હાથે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે પહેલીવાર જુનિયર વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવાનું સપનું અધૂરું રહી ગયું.

માત્ર બીજી વખત જુનિયર વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમ અહીં પહોંચતા પહેલા એકપણ મેચ હારી નથી અને જર્મની જેવી મજબૂત ટીમને પણ ગ્રુપ સ્ટેજમાં હરાવીને આશ્ચર્યચકિત કરી દીધી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમનો ઉત્સાહ ઉંચો હતો. જો કે, હોકીમાં વિશ્વના સૌથી મજબૂત દેશ નેધરલેન્ડ સાથે કોઈપણ સ્તરે રમવું સરળ ન હતું અને જુનિયર સ્તરે પણ પરિસ્થિતિ અલગ ન હતી. ટૂર્નામેન્ટમાં ટાઈટલ માટેની ફેવરિટ ટીમે સાબિત કરી બતાવ્યું. આ ટુર્નામેન્ટમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2013 માં બ્રોન્ઝ મેડલ જીતવાનું છે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

પહેલા હાફમાં કાટે કી ટક્કર

એવું નહોતું કે ભારતીય ટીમે આસાનીથી હાર માની લીધી. પરંતુ નેધરલેન્ડને ગોલ મેળવવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો. ભારતીય ટીમે મેચમાં સકારાત્મક શરૂઆત કરીને નેધરલેન્ડ પર પ્રભુત્વ જમાવ્યું હતું. આ દરમિયાન ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ ગોલ કરનાર મુમતાઝ ખાન ટીમને લીડ અપાવવાની નજીક આવી હતી. પરંતુ સુકાની સલીમા ટેટેના પાસ પર તેનો શોટ ગોલ પોસ્ટ પર વાગી ગયો હતો. ભારતીય ખેલાડીઓએ શરૂઆતના ક્વાર્ટરમાં ત્રણ પેનલ્ટી ક્વાર્ટરમાં ગોલ કર્યા પરંતુ તેને ગોલમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યા.

નેધરલેન્ડે તેનો ફાયદો ઉઠાવ્યો અને 12મી મિનિટે ટેસા બીટ્સમાના શાનદાર ફિલ્ડ પ્રયાસથી ગોલ કરી લીડ મેળવી લીધી. ભારતીય ખેલાડી એક ગોલથી પાછળ રહ્યા બાદ દબાણમાં આવી ગઇ હતી. તેમ છતાં ભારતીય ટીમે હાર ન માની અને મેચના બીજા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે બરાબરીનો મુકાબલો રહ્યો હતો. આ રીતે ઈન્ટરવલ સુધી નેધરલેન્ડ માત્ર 1-0થી જ આગળ હતું.

બ્રેક બાદ નેધરલેન્ડ હાવી રહ્યું

જો કે, અહીંથી ફરી નેધરલેન્ડે તેની અસર બતાવવાનું શરૂ કર્યું. ત્રીજા ક્વાર્ટરની શરૂઆતથી જ ટીમની આક્રમક રમતે ભારતીય ડિફેન્સને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. ભારતીય ટીમ આ દરમિયાન જવાબી હુમલાની તક શોધતી રહી. પરંતુ તેને સફળતા મળી ન હતી. ચોથા ક્વાર્ટરમાં, લુના ફોકે (53મી મિનિટ)એ નૂર ઓમરાનીના શાનદાર પાસ પર રિવર્સ શોટ ફટકારીને નેધરલેન્ડની લીડને 2-0 થી ઘટાડી દીધી હતી. ત્યારબાદ બીજી જ મિનિટે ઝિપ ડિકી (54મી મિનિટ)ના ગોલને કારણે મેચ ભારતની પહોંચની બહાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો : KKR vs DC IPL Match Result: દિલ્હી કેપિટલ્સ સામે કોલકાતાની 44 રને કારમી હાર, કુલદીપ યાદવની 4 વિકેટ

આ પણ વાંચો : IPL 2022: રણજી ટ્રોફીની 3 મેચમાં 551 રન કર્યા, છતાં દિલ્હી કેપિટલ્સે તેને સક્ષમ ન ગણ્યો, પ્લેઈંગ-11માં લેવા છતા બેટિંગ આપી નહીં

Published On - 11:18 pm, Sun, 10 April 22

Next Article