Javelin Throw Final: ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડ મેડલ, દેશમાં પરિવાર અને અન્ય લોકોએ કરી ઉજવણી, અનુરાગ ઠાકુરે પાઠવ્યા અભિનંદન, જુઓ VIDEO

|

Aug 28, 2023 | 6:46 AM

નીરજ ચોપરાએ હંગેરીમાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન ગોલ્ડ મેડલ જીત્યો છે. બુડાપેસ્ટમાં રમાયેલી ફાઇનલમાં નીરજે પાકિસ્તાનના અરશદ નદીમ સહિત અન્ય 11 ખેલાડીઓને 88.17 મીટરના થ્રો સાથે હરાવીને ગોલ્ડ જીત્યો હતો.

Javelin Throw Final: ગોલ્ડન બોય નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડ મેડલ, દેશમાં પરિવાર અને અન્ય લોકોએ કરી ઉજવણી, અનુરાગ ઠાકુરે પાઠવ્યા અભિનંદન, જુઓ VIDEO
Neeraj Chopra

Follow us on

Javelin Throw Final: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા (Neeraj Chopra) ઈતિહાસ રચ્યો છે. નીરજ ચોપરાએ હંગેરીમાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન ગોલ્ડ મેડલ જીત્યો છે. બુડાપેસ્ટમાં રમાયેલી ફાઇનલમાં નીરજે પાકિસ્તાનના અરશદ નદીમ સહિત અન્ય 11 ખેલાડીઓને 88.17 મીટરના થ્રો સાથે હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ સાથે તે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય પણ બની ગયો છે. નીરજે ગયા વર્ષે જ સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે જ ભારતના કિશોર જેના અને ડીપી મનુનું પ્રદર્શન પણ જોરદાર રહ્યું હતું. જેના (84.77m) સાથે પાંચમા અને મનુ (84.14m) સાથે છઠ્ઠા સ્થાને રહી. પાકિસ્તાનના નદીમે સિલ્વર અને ચેક રિપબ્લિકના જેકબ વેડલેચે બ્રોન્ઝ જીત્યો હતો. ત્યારે દેશમાં જીતની ઉજવણી શરૂ થઈ ચૂકી છે અને લોકો નીરજ ચોપરાને અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચો: World Athletics Championship Final: નીરજ ચોપરા પાકિસ્તાનને હરાવીને બન્યો જેવલિન વર્લ્ડ ચેમ્પિયન

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

ભારતીય સેનાએ સુબેદાર નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

ભારતીય સેના સુબેદાર નીરજ ચોપરાને બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2023માં પુરુષોના ભાલા ફેંકમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા.

નીરજ ચોપરાના પરિવારે જીતની કરી ઉજવણી

બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાના પિતા અને પરિવારના સભ્યોએ ઉજવણી કરી.

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા હતા. અનુરાગ ઠાકુરે ટ્વીટ કર્યું હતું કે “ભારતીય એથ્લેટિક્સના ગોલ્ડન બોયએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધા જીતી હતી. સમગ્ર રાષ્ટ્રને તમારી સિદ્ધિઓ પર ગર્વ છે અને આ ક્ષણ ભારતીય રમત ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે.”

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article