પંજાબના (Punjab) જલંધરમાં કબડ્ડી ખેલાડીની ગોળી મારીને હત્યા કરવાના સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, જલંધરના માલિયા ગામમાં ચાલી રહેલ એક કબડ્ડી ટૂર્નામેન્ટ દરમિયાન સોમવારે સાંજે અજાણ્યા હુમલાખોરોએ આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ નાંગલ અંબિયા (Sandeep Singh Ambiya) ની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે સંદીપ નાંગલના માથા અને છાતી પર લગભગ 20 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જે બાદ તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
કબડ્ડી ખેલાડી સંદીપે એક દાયકા કરતાં વધુ સમય સુધી કબડ્ડીની દુનિયા પર રાજ કર્યું. પંજાબ ઉપરાંત તેણે કેનેડા, અમેરિકા, બ્રિટનમાં પણ પોતાની પ્રતિભા સારી રીતે દર્શાવી હતી. તે ભારતીય કબડ્ડી ખેલાડી હતો. સંદીપે તાજેતરના સમયમાં તેની જીતને કારણે લોકપ્રિયતા મેળવી હતી. કબડ્ડીમાં તેની એથ્લેટિક પ્રતિભા અને કુશળતાને કારણે તેને ક્યારેક ડાયમંડ સ્પર્ધક તરીકે ઓળખવામાં આવતો હતો. તેમના મૃત્યુ પહેલા, સંદીપ કબડ્ડી ફેડરેશનનું સંચાલન તરીકે કામ કરી રહ્યો હતો.
અંબિયન ગામના રહેવાસી સંદીપની આજે સાંજે 6 વાગ્યે જલંધરના માલિયા ગામમાં કબડ્ડી કપ ટુર્નામેન્ટ દરમિયાન અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ તેના માથા અને છાતી પર લગભગ 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે કબડ્ડી ખેલાડી પર હુમલો કરનારા હુમલાખોરોમાં લગભગ 12 લોકો સામેલ છે.
આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હુમલાખોરો દૂરથી સંદીપ પર શ્રેણીબદ્ધ ગોળીબાર કરી રહ્યા છે અને લોકો ઘટનાસ્થળેથી ભાગતા જોવા મળી રહ્યા છે.
International Kabaddi player Sandeep Singh Nangal shot dead in #Jalandhar
It has started… the deterioration..
Mark my words.. AAP has no interest nor experience in running law & order.. especially in a border state..
I shudder to think what Punjab will become pic.twitter.com/x2VXxfPB8q
— Shehzad Jai Hind (@Shehzad_Ind) March 14, 2022
એક પ્રોફેશનલ કબડ્ડી ખેલાડી તરીકે સંદીપ સ્ટોપર પોઝિશનમાં રમ્યો હતો. તે કબડ્ડી રમીને મોટો થયો હતો. તેણે રાજ્ય કક્ષાની મેચ રમીને કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના ચાહકો તેને ‘ગ્લેડીયેટર’ કહીને બોલાવતા હતા. તેમણે એક દાયકા કરતાં વધુ સમય સુધી કબડ્ડીની દુનિયા પર રાજ કર્યું. પંજાબ સિવાય કેનેડા, યુએસએ, યુકેમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે હુમલાખોરો કોણ હતા અને કયા કારણોસર આંતરરાષ્ટ્રીય કબડ્ડી પ્લેયરને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : IND VS SL: ભારતે 28 વર્ષ પછી શ્રીલંકાને ક્લીન સ્વીપ કર્યું, જાણો ટેસ્ટ સિરીઝ જીતવાના 5 મોટા કારણો
આ પણ વાંચો : Womens World Cup 2022: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડની હારની હેટ્રિક, સાઉથ આફ્રિકાની ઐતિહાસીક જીત
Published On - 9:50 pm, Mon, 14 March 22