અમન સહરાવતે સીનીયર સ્તર પર પ્રભાવી પ્રદર્શન યથાવત રાખવાની સાથે ગુરૂવારે 57 કિલોગ્રામ વર્ગમાં કિર્ગિસ્તાનના અલ્માજ સમાનબેકોવને હરાવીને ભારતને એશિયન કુશતી ચેમ્પિયનશીપમાં પ્રથમ સુવર્ણ પદક અપાવ્યો હતો. સહરાવતે ફાઇનલ મુકાબલામાં સમાનબેકોવને 9-4 થી માત આપી હતી. દિલ્હીના પ્રતિષ્ઠિત છત્રસાલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરનાર સહરાવતે ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના રિકુતો અરાઇને 7-1 થી માત આપી હતી અને જે પછી સેમિફાઇનલ મુકાબલામાં ચીનના વાનહાઓ ઝૂને 7-4 હરાવ્યો હતો.
ગત વર્ષે અંડર-23 વિશ્વ ચેમ્પિયનશીપમાં જીત મેળવનાર અમન સહરાવતે 2023 સત્રમાં બીજા સ્થાનનો પોડિયમ હાંસિલ કર્યો હતો. તેણે ફેબ્રુઆરીમાં જાગરેબ ઓપનમાં પણ કાંસ્ય પદક જીત્યો હતો. બે અન્ય કુશ્તીબાજ પણ ગુરૂવારે કાંસ્ય પદકના મુકાબલામાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા હતા. દિપક કુકના (79 કિલોગ્રામ) અને દિપક નેહરા (97 કિલોગ્રામ) પોતાના સેમિફાઇનલમાં મુકાબલામાં હાર બાદ હવે કાંસ્ય પદકના મુકાબલામાં ભાગ લેશે.
Asian champion at 57kg ➡️ Aman AMAN 🇮🇳.@DairyMilkIn 🇮🇳 |#CheerForAllSports | #CheerForWrestling | #CadburyDairyMilk | #KuchAchhaHoJaayeKuchMeethaHoJaaye | #WrestleAstana pic.twitter.com/dCZmB8NPQv
— United World Wrestling (@wrestling) April 13, 2023
અનુજ કુમાર (65 કિલોગ્રામ) અને મુલાયમ યાદવ (70 કિલોગ્રામ) પદક રાઉન્ડમાં જગ્યા બનાવવામાં અસફળ રહ્યા હતા. ભારતે અત્યાર સુધી પ્રતિયોગિતામાં 12 પદક જીત્યા છે. ગ્રીકો રોમન કુશ્તીબાજોએ ચાર પદક જીત્યા છે જ્યારે મહિલા કુશ્તીબાજોએ સાત પદક પોતાના નામ કર્યા છે.
🤼AMAN IS THE ASIAN CHAMPION IN FS 57 KG CATEGORY
U23 World Champion Aman Sehrawat maintains the legacy of 3-time Champion Ravi Dahiya to win the Asian Championships title in Freestyle 57kg beating Smanbekov🇰🇬 9-4.
He beats Zou🇨🇳 7-4 & Arai🇯🇵 7-1 on his road to the Final. pic.twitter.com/wsiPTZFN0z
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) April 13, 2023
અમન સહરાવત 11 વર્ષની ઉંમરે અનાથ થઇ ગયો હતો. તેના કાકાએ પછી તેને મોટો કર્યો હતો અને તેને અખાડામાં ટ્રેનિંગ અપાવી હતી. અમન સહરાવતે સૌપ્રથમ હરિયાણામાં ટ્રેનિંગની શરૂઆત કરી હતી. બિરોહર ગામના લોકલ અખાડામાં તેણે પહેલા ટ્રેનિંગ શરૂ હતી જે પછી તેણે પ્રતિષ્ઠિત છત્રસાલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ લેવાની શરૂ કરી હતી. તે 2021માં નેશનલ ચેમ્પિયન બન્યો હતો જે પછી અંડર-23 એશિયન અને વર્લ્ડ ટાઇટલ તેણે વર્ષ 2022માં જીત્યા હતા.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…