Rani Rampalના નામ પર બન્યું સ્ટેડિયમ, આ ખાસ સન્માન મેળવનાર પ્રથમ મહિલા ખેલાડી બની

ભારતીય હોકી સ્ટાર રાની રામપાલે દેશમાં અનેક હોકી મેચ જીતાડી છે. જેના કારણે હાલમાં તેને એક વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. ભારતીય હોકી સ્ટાર રાની રામપાલના નામ પર ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક સ્ટેડિયમ બન્યું છે. આ ખાસ સન્માન મેળવનારી તે પ્રથમ મહિલા ખેલાડી બની છે. એમસીએફ રાયબરેલીનું નામ હવે રાનીસ ગર્લ્સ હોકી ટર્ફ રાખવામાં આવ્યું છે.

Rani Rampalના નામ પર બન્યું સ્ટેડિયમ, આ ખાસ સન્માન મેળવનાર પ્રથમ મહિલા ખેલાડી બની
rani rampal hockey stadium
| Edited By: | Updated on: Mar 21, 2023 | 8:42 PM

ભારત પુરુષ પ્રધાન દેશ છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં પુરુષ અને મહિલાની સમાનતાના અભિયાનો થકી નવું પરિવર્તન લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભારતીય મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરીને પુરુષોની બરબારી કરી રહી છે. આજે રમતગમત જગતથી આવા જ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય હોકી સ્ટાર રાની રામપાલે દેશમાં અનેક હોકી મેચ જીતાડી છે. જેના કારણે હાલમાં તેને એક વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. ભારતીય હોકી સ્ટાર રાની રામપાલના નામ પર ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક સ્ટેડિયમ બન્યું છે. આ ખાસ સન્માન મેળવનારી તે પ્રથમ મહિલા ખેલાડી બની છે. એમસીએફ રાયબરેલીનું નામ હવે ‘રાનીસ ગર્લ્સ હોકી ટર્ફ’ રાખવામાં આવ્યું છે.

ભારતની દિગ્ગજ હોકી ખેલાડી રાની રામપાલે તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે આ તેના માટે ગર્વની ક્ષણ છે. તેણે કહ્યું કે તે આ વિશેષ સિદ્ધિ મહિલા ભારતીય હોકી ટીમને સમર્પિત કરવા માંગશે. રાની રામપાલે કહ્યું, ‘મારા માટે આ ભાવનાત્મક અને ગર્વની ક્ષણ છે. હું પ્રથમ મહિલા હોકી ખેલાડી છું જેણે મારા નામ પર હોકી સ્ટેડિયમ રાખ્યું છે. હું આ ભારતીય મહિલા હોકી ટીમને સમર્પિત કરું છું અને આશા રાખું છું કે તે આગામી પેઢીને પ્રેરિત કરશે.’

રાનીએ આ વર્ષની શરૂઆતમાં ભારતીય ટીમમાં પુનરાગમન કર્યું હતું. આ પહેલા તેણે 2021-22માં FIH પ્રો લીગ રમી હતી જેમાં તેણે 250 આંતરરાષ્ટ્રીય મેચો પૂર્ણ કરી હતી. ટોક્યો ઓલિમ્પિકથી ઈજાઓ સામે ઝઝૂમી રહેલી રાની વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સની ટીમમાં નહોતી.

રાનની રામપાલના નામે સ્ટેડિયમ

 

15 વર્ષમાં રમ્યો હતો હોકી વર્લ્ડ કપ

રાની રામપાલે માત્ર 15 વર્ષની ઉંમરમાં વર્ષ 2010નો હોકી વર્લ્ડ કપ ભારતીય મહિલા ટીમ માટે રમ્યો હતો. તે હાલમાં ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન છે. રાની રામપાલે પોતાની કરિયરમાં 200થી વધુ મેચમાં કુલ 134 ગોલ ફટકાર્યા છે. તે ભારતીય મહિલા હોકી ટીમની જોરદાર સ્ટ્રાઈકર છે. આવનારા સમયમાં તે ભારતીય ટીમને વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવે તેવી આશા દેશવાસીઓ રાખી રહ્યાં છે.