Strandja Memorial Boxing Tournament: નંદિની એ ક્વાર્ટર ફાઇનલમાં વિજયી, દેશ માટે પ્રથમ મેડલ નિશ્ચિત કર્યો

|

Feb 23, 2022 | 9:57 PM

સ્ટ્રેન્ડજા મેમોરિયલ બોક્સિંગ ટુર્નામેન્ટ (Strandja Memorial Boxing Tournament) માં 36 દેશોના 450 થી વધુ બોક્સર ભાગ લઈ રહ્યા છે.

Strandja Memorial Boxing Tournament: નંદિની એ ક્વાર્ટર ફાઇનલમાં વિજયી, દેશ માટે પ્રથમ મેડલ નિશ્ચિત કર્યો
Nandini સેમિફાઇલમાં પહોંચી ગઇ છે.

Follow us on

સોફિયામાં ચાલી રહેલી 73મી સ્ટ્રેન્ડજા મેમોરિયલ બોક્સિંગ ટુર્નામેન્ટ (Strandja Memorial Boxing Tournament) માં ભારતની નંદિની (Boxer Nandini) (81 કિગ્રાથી વધુ) એ કઝાકિસ્તાનની વેલેરિયા અક્સેનોવા સામે આસાન વિજય મેળવ્યો હતો. આ સાથે તે સેમિફાઈનલમાં પહોંચી અને ભારતનો પ્રથમ મેડલ પણ સુનિશ્ચિત કર્યો. અગાઉ, બોક્સર નીતુ (48 કિગ્રા) અને અનામિકા (50 કિગ્રા) એ પ્રથમ રાઉન્ડમાં પ્રભાવશાળી જીત નોંધાવી ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

મેચમાં શરૂઆતથી જ નંદિનીએ વર્ચસ્વ જમાવ્યું હતું અને ત્રીજા રાઉન્ડમાં રેફરીએ તેને રોકવી પડી હતી. તેની આગામી મેચ કઝાકિસ્તાનના લજ્જત કુંગેબાયેવા સાથે થશે, જે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન છે. દરમિયાન, યુવા વિશ્વ ચેમ્પિયન અરુંધતી ચૌધરી (70 કિગ્રા) અને પરવીન (63 કિગ્રા) ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધી હતી. અરુંધતીએ જર્મનીની મેલિસા જેમિનીને 3-0થી જ્યારે પરવીને કઝાકિસ્તાનની આઈડા અબીકાયેવાને 5-0થી હરાવ્યા હતા.

મીના રાનીનો પરાજય

જો કે, મીના રાની (60kg), અંજલી તુષિર (66kg), સ્વીટી (75kg) અને સચિન કુમાર (80kg) પોતપોતાની મેચ હાર્યા બાદ સ્પર્ધામાંથી બહાર થઈ જતાં ભારતને નિરાશા મળી હતી. રાની રશિયાની નુને અસાટ્રિયન સામે 2-3 થી હારી ગઈ હતી. જ્યારે અંજલિ રશિયાની સઆદત ડાલગાટોવા સામે 0-5 થી હારી ગઈ હતી. અનુભવી સ્વીટી ફ્રાન્સની ડેવિના મિશેલ સામે 0-5 થી પરાજય પામી હતી. જર્મનીના સિલ્વિયો શિર્લીએ સચિનને ​​4-1 થી હરાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં 36 દેશોના 450 થી વધુ બોક્સર ભાગ લઈ રહ્યા છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

નીતુ અને અનામિકા પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

નીતુએ રશિયાની ચુમગાલકોવા યુલિયાને 5-0 થી જ્યારે અનામિકાએ સ્થાનિક ખેલાડી ચુકાનોવા જલાતિસ્લાવાને 4-1 થી હરાવીને અંતિમ આઠમાં પ્રવેશ કર્યો હતો. નીતુનો મુકાબલો હવે ઈટાલીની રોબર્ટા બોનાટી સામે થશે અને અનામિકાનો મુકાબલો અલ્જીરિયાની રુમેસા બૌલેમ સામે થશે. શિક્ષા (54 કિગ્રા) અને આકાશ (67 કિગ્રા), જોકે પોતપોતાની મેચ હાર્યા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. શિક્ષા કઝાકિસ્તાનની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને વર્તમાન એશિયન ગોલ્ડ મેડલ વિજેતા દિના ઝોલામન સામે હારી ગઈ હતી. આકાશને જર્મનીના ડેનિયલ ક્રોટર સામે હરાવ્યો હતો. બંનેને 0-5 ના સમાન માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

યુથ વર્લ્ડ ચેમ્પિયન અરુંધતી ચૌધરી (71 કિગ્રા) અને રાષ્ટ્રીય ચેમ્પિયન રોહિત મોર (57 કિગ્રા) સાથે અન્ય છ ભારતીય બોક્સરો મંગળવારે તેમના અભિયાનની શરૂઆત કરશે. ટૂર્નામેન્ટમાં કઝાકિસ્તાન, ઈટાલી, રશિયા અને ફ્રાન્સ જેવા દેશો સહિત 36 દેશોના 450 થી વધુ બોક્સર ભાગ લઈ રહ્યા છે. ટૂર્નામેન્ટમાં ભારતના સાત પુરુષ અને 10 મહિલા બોક્સરો ભાગ લઈ રહ્યા છે.

 

આ પણ વાંચોઃ IND vs SL: કોણ છે T20માં સિક્સર કીંગ? જુઓ છગ્ગા ફટકારનારા મહારથીઓનુ લીસ્ટ

આ પણ વાંચોઃ IPL 2022: આઇપીએલ પ્રસારણ હક્ક ને લઇ બોલી ત્રણ ગણી ઉંચી લાગશે! હરાજી BCCI પર ટૂર્નામેન્ટ ધનનો વરસાદ કરી દેશે

 

Published On - 9:52 pm, Wed, 23 February 22

Next Article