
ભારત દ્વારા આયોજિત હોકી વર્લ્ડ કપમાં રવિવારનો દિવસ ભારતીય ચાહકો માટે દુઃખદ દિવસ હતો, જ્યાં જીતના ઉંબરે ઉભી રહેલી ભારતીય હોકી ટીમને ન્યુઝીલેન્ડના હાથે પરાજય થઈ હતી અને ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ હતી. વેલ્સ સામેની 8-ગોલની જીતને કારણે, ભારતીય હોકી ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શકી ન હતી અને છેલ્લા 16માં જગ્યા બનાવવા માટે તેને ક્રોસ-ઓવર મેચમાં ન્યુઝીલેન્ડનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા ભારતે તેની છેલ્લી મેચમાં સ્પેનને હરાવ્યું હતું. જેના કારણે તે ગ્રુપ-ડીમાં બીજા ક્રમે હતી.
ઈંગ્લેન્ડની ટીમ ગ્રૂપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને હતી અને તેણે સીધી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી હતી. ભારત પાસે ક્રોસ ઓવર મેચ થકી જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો રસ્તો હતો. પરતું તે સપનું ભારતનું તુટી ગયું છે. દરેક પૂલમાંથી ટોચની ચાર ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી, જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમોએ અંતિમ 8માં પહોંચવા માટે ક્રોસઓવર મેચો રમી હતી.
No matter what, #MenInBlue will always have our back! 💙#IndiaKaGame #HockeyIndia #HWC2023 #StarsBecomeLegends #HockeyWorldCup @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/As9BxU5zKY
— Hockey India (@TheHockeyIndia) January 23, 2023
13 જાન્યુઆરીથી ઓડિશામાં શરુ થયેલી મેચ હવે ક્રોસ ઓવર મેચ સુધી પહોંચી છે. ગ્રુપ એમાં સાઉથ આફ્રીકાની ટીમ 0 પોઈન્ટ સાથે, ગ્રુપ બીમાં જાપાનની ટીમ 0 પોઈન્ટ સાથે, ગ્રુપ સીમાં ચીલીની ટીમ 0 પોઈન્ટ સાથે અને ગ્રુપ ડીમાં વેલ્સની ટીમ 0 પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહી હતી. આ સાથે આ તમામ ટીમો હોકી વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.
ક્રોસ ઓવર મેચમાં જીત થતા ન્યુઝીલેન્ડ અને બેલ્જિયમની ટીમ વચ્ચે બીજી કવાર્ટર ફાઈનલ મેચ રમાશે.ભારત હવે 9-16મી સ્થાનની મેચમાં પૂલ બીની છેલ્લી સ્થાને રહેલી ટીમ એટલે કે જાપાન સામે ટકરાશે. જાપાન પૂલ તબક્કામાં તેની ત્રણેય મેચ હારી ગયું હતું જ્યાં તેનો સામનો બેલ્જિયમ, જર્મની અને દક્ષિણ કોરિયા સાથે થયો હતો. ભારતની 9-16માં સ્થાન માટે મેચ જાપાન સામે 26 જાન્યુઆરીએ રાઉરકેલામાં બપોરે 2 વાગ્યે થશે.જો ભારત જાપાન સામે જીતે છે, તો તે 28 જાન્યુઆરીએ 9-13મા સ્થાનની માટે મેચ રમશે. જો ભારતની હાર થઈ તો 13-16મા સ્થાન માટેની મેચ થશે.
Published On - 3:15 pm, Mon, 23 January 23