Football: ભારતીય ફુટબોલ ટીમે ત્રણ દેશોની ટૂર્નામેન્ટમાં મેળવ્યો શાનદાર વિજય, છેત્રી અને ઝિંગનનો 1-1 ગોલ

ભારતીય ફુટબોલ ટીમે ઘર આંગણે સતત પાંચમી જીત મેળવી છે. ઈમ્ફાલમાં ભારત, કિર્ગિસ્તાન ગણરાજ્ય અને મ્યાંનમાર વચ્ચે ત્રિકોણીય ફુટબોલ ટૂર્નામેન્ટ રમાઈ હતી. ભારતે ટૂર્નામેન્ટમાં શાનદાર વિજય મેળવ્યો હતો.

Football: ભારતીય ફુટબોલ ટીમે ત્રણ દેશોની ટૂર્નામેન્ટમાં મેળવ્યો શાનદાર વિજય, છેત્રી અને ઝિંગનનો 1-1 ગોલ
India beat Kyrgystan Republic
| Edited By: | Updated on: Mar 29, 2023 | 9:39 AM

મંગળવારે મણીપુરમાં રમાયેલી કિર્ગિસ્તાન ગણરાજ્યને હરાવીને ત્રિકોણિય ફુટબોલ ટૂર્નામેન્ટને ભારતીય ટીમે પોતાના નામે કરી લીધી હતી. ભારતે સુકાની સુનીલ છેત્રી અને સંદેશ ઝિંગનના ગોલના દમ પર આ જીત મેળવવા સાથે ત્રિકોણીય આંતરરાષ્ટ્રીય ફુટબોલ ટૂર્નામેન્ટને પોતાને નામ કરી લીધી હતી. ભારતે 2-0 થી કિર્ગિસ્તાન ગણરાજ્યને પરાજય આપ્યો હતો. આ પહેલા ભારતે મ્યાંનમારને 1-0 થી પરાજય આપ્યો હતો. જ્યારે કિર્ગિસ્તાન ગણરાજ્ય અને મ્યાંનમાર વચ્ચેની મેચ 1-1 થી ડ્રો રહી હતી.

ભારતમાં રમાયેલ આંતરરાષ્ટ્રીય ફુટબોલ ટૂર્નામેન્ટમાં મ્યાંનમાર અને કિર્ગિસ્તાન ગણરાજ્ય મહેમાન ટીમો બની હતી. ટૂર્નામેન્ટની અંતિમ મેચમાં દર્શકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ભારતીય ફુટબોલ ખેલાડીઓને ઉત્સાહ દર્શાવ્યો હતો. ભારતીય ટીમે આ જ ઉત્સાહ સાથે રમતની શરુઆત કરી હતી. ભારતે શાનદાર મેચમાં એક તરફી જીત મેળવી હતી.

આ પણ વાંચોઃ IPL 2023: લખનૌ ટીમનો તોફાની બેટર ખૂબસૂરત ચિયરલીડર સામે દિલ હાર્યો, MI સામેની મેચમાં નજર મળી અને પ્રેમ પાંગર્યો!

છેત્રી અને સંદેશનો ગોલ

શરુઆતથી જ મેચમાં ભારતીય ફુટબોલ ખેલાડીઓએ શાનદાર એક્શન દર્શાવી હતી. કિર્ગિસ્તાન ગણરાજ્યના ખેલાડીઓને ગોલ માટે તરસાવી રાખ્યા હતા અને અંત સુધી તેઓને ગોલ કરવાના સપનાને પુરુ કરવા દીધુ નહોતુ. આમ ભારતીય ખેલાડીઓએ તેમની દરેક કોશિષને નિષ્ફળ બનાવી દીધી હતી. ભારત માટે પ્રથમ ગોલ સંદેશ ઝિંગને કર્યો હતો. ઝિંગને મેચની 34મી મિનિટમાં લીડ અપાવતો હોલ કર્યો હતો. તેણે ચતુરાઈ દાખવતા આ ગોલ કર્યો હતો.

ત્યાર બાદ ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ બીજો ગોલ કર્યો હતો. સુનીલ છેત્રીએ મેચની 84મી મિનિટમાં ભારતને વધુ મજબૂત સ્થિતીમાં લાવી દેતા ગોલ કર્યો હતો. મહેશ સિંહ સામે પેનલ્ટી બોક્સની અંદર ડેવિડોવ નિકોલાઈએ ફાઉલ કર્યો હતો. જેને લઈ ભારતને પેનલ્ટી મળતા તેને છેત્રીએ ગોલના મોકામાં ફેરવ્યો હતો. આમ આ ગોલ સાથે જ ભારતે 2-0 થી લીડ મેળવી લીધી હતી અને મેચમાં જીત નિશ્ચિત કરી દીધી હતી. ભારતે જોકે આ ટૂર્નામેન્ટને જીતવા માટે આમ તો એક ડ્રો પણ પૂરતો હતો. જોકે સુનીલ અને સંદેશે 2-0 થી જીત અપાવીને શાનદાર રીતે ટૂર્નામેન્ટમાં જીત અપાવી હતી.

આ પણ વાંચોઃ WI vs SA: દક્ષિણ આફ્રિકાનો ઘરઆંગણે પરાજય, 16 છગ્ગા વડે કેરેબિયનોની આતશી ઈનીંગ, વેસ્ટ ઈન્ડિઝે T20 શ્રેણી જીતી

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

 

 

Published On - 9:36 am, Wed, 29 March 23