Hockey World Cup 2023 : વર્લ્ડ કપ જીતશે તો ભારતીય ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ, હોકી ઈન્ડિયાએ ઈનામની જાહેરાત કરી

હોકી ઈન્ડિયા (Hockey World Cup 2023)એ બુધવારે ભુવનેશ્વર-રાઉરકેલામાં આવતા મહિને યોજાનાર FIH મેન્સ વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે રોકડ ઈનામોની જાહેરાત કરી હતી.

Hockey World Cup 2023 : વર્લ્ડ કપ જીતશે તો ભારતીય ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ, હોકી ઈન્ડિયાએ ઈનામની જાહેરાત કરી
વર્લ્ડ કપ જીતશે તે ભારતીય ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Dec 29, 2022 | 11:40 AM

હોકી ઈન્ડિયાએ આવતા મહિને ભુવનેશ્વર અને રાઉરકેલામાં યોજાનારા FIH મેન્સ હોકી વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ અને સપોર્ટ સ્ટાફને પ્રોત્સાહિત કરવા માટે રોકડ ઈનામોની જાહેરાત કરી છે. ભારતીય ટીમ 13 જાન્યુઆરીએ સ્પેન સામે પ્રથમ મેચ રમશે. ડિફેન્ડર હરમનપ્રીત સિંહને 13 જાન્યુઆરીથી ઓડિશામાં યોજાનાર FIH મેન્સ હોકી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ડિફેન્ડર અમિત રોહિદાસ ટીમનો વાઇસ કેપ્ટન રહેશે.

મેડલ જીતનાર ખેલાડીઓ થશે માલામાલ

હોકી ઈન્ડિયાએ ગોલ્ડ મેડલ જીતનારી ટીમના દરેક સભ્યને 25 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ સિલ્વર મેડલ જીતવા પર દરેક ખેલાડીઓને 15 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 3 લાખ રૂપિયા આપવામાં આવશે.

બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ખેલાડીઓને 10 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. હોકી ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ બોર્ડે 24 ડિસેમ્બરે એક ઓનલાઈન બેઠકમાં આ નિર્ણય લીધો હતો.

 

 

હોકી ઈન્ડિયાના પ્રેસિડેન્ટ દિલીપ તિર્કીએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, “ સીનિયર પુરુષોના વર્લ્ડ કપમાં મેડલ જીતવો સરળ નથી. અમને આશા છે કે આ જાહેરાતથી ભારતીય ટીમનું મનોબળ વધશે. ભારતે છેલ્લે 1975માં વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે 1971માં બ્રોન્ઝ મેડલ અને 1973માં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય ટીમ પૂલ ડીમાં ઈંગ્લેન્ડ, સ્પેન અને વેલ્સ સાથે છે.

હરમનપ્રીત હોકી વર્લ્ડ કપમાં ભારતનો કેપ્ટન રહેશે

ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની સિરીઝમાં પણ હરમનપ્રીત ટીમનો કેપ્ટન હતો, જેમાં ભારતને 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ખેલાડી તરીકે ટીમમાં હશે. કોચ ગ્રેહામ રીડ અલગ-અલગ ખેલાડીઓને સુકાની સોંપવાના પક્ષમાં છે, જેથી સિનિયર સ્તરે નેતૃત્વની ટીમ બનાવી શકાય.

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ, સ્પેન અને વેલ્સની સાથે પૂલ ડીમાં છે અને તે 13 જાન્યુઆરી 2023ના રોજ રાઉરકેલાના બિરસા મુંડા હોકી સ્ટેડિયમમાં સ્પેન સામે તેના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ તે ઈંગ્લેન્ડ સામે બીજી અને વેલ્સ સામે ત્રીજી મેચ રમશે. નોકઆઉટ તબક્કાની શરૂઆત 22 જાન્યુઆરી અને 23 જાન્યુઆરીએ ક્રોસઓવર મેચો સાથે થશે.

આ પછી, 25 જાન્યુઆરીએ ક્વાર્ટર ફાઇનલ અને 27 જાન્યુઆરીએ સેમિફાઇનલ રમાશે. બ્રોન્ઝ મેડલ મેચ અને ફાઈનલ 29 જાન્યુઆરીએ યોજાશે.