Football Championship : ગુજરાતની અંડર-17 મહિલા ફૂટબોલ ટીમ રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે, 21 જૂને હરિયાણા સામે ટક્કર

|

Jun 16, 2022 | 11:59 AM

આસામ જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ ( Football Championship)નું આયોજન કરવામાં આવી રહ્યું છે, ટૂર્નામેન્ટમાં યજમાન ગુજરતની ટીમ સહિત અંદાજે 34 ટીમો ભાગ લેશે.

Football Championship : ગુજરાતની અંડર-17 મહિલા ફૂટબોલ ટીમ રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે, 21 જૂને હરિયાણા સામે ટક્કર
ગુજરાતની અંડર-17 મહિલા ફૂટબોલ ટીમ રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા આસામ જવા રવાના
Image Credit source: Tv 9 gujarati

Follow us on

U-17 Women’s National Football Championship : આસામ જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ 18 જૂનથી પાંચ સ્થળોએ યોજાશે.આસામ ફૂટબોલ એસોસિએશન (AFA) આસામ સરકારના રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના સહયોગથી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ગુજરાતની ટીમ પણ આજે આસામ જવા રવાના થશે.

આસિસ્ટન્ટ કોચ તરીકે મોહમ્મદ રિઝવાન તેમજ ગુજરાત ફુટબોલ ટીમના હેડ કોચ તરીકે કલ્પના દાસ ટીમની આગેવાની કરશે.ફૂટબોલ ચેમ્પિયનશિપ નેહરુ સ્ટેડિયમ ઉપરાંત, સરુસજાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ગ્રાઉન્ડ સોનાપુર (ગુવાહાટીની બહાર) ખાતે લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિકલ એજ્યુકેશન અને ઉદલગુરી જિલ્લામાં દિમાકુચી આ ગેમ્સનું આયોજન કરાશે.ટૂર્નામેન્ટમાં યજમાન આસામની ટીમ સહિત અંદાજે 34 ટીમો ભાગ લેશે. ટીમોને 8 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

 

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમ

તારીખ       મેચ

21 જૂન ગુજરાત V/S હરિયાણા

23 જૂન ગુજરાત V/S આસામ

25 જૂન ગુજરાત V/S પુડુચેરી

મેચ 21 જૂનથી શરૂ થશે

 

 

ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમ G ગ્રુપમાં છે, આ ગ્રુપમાં ગુજરાત, હરિયાણા, પુડુચેરી અને આસામની ટીમ વચ્ચે ટક્કર થશે.ગુજરાતને હરિયાણા, પુડુચેરી અને આસામ સાથે ગ્રુપ Gમાં સામેલ કરવામાં આવ્યું છે.જો કે મોટાભાગની મેચો દિવસ દરમિયાન રમાશે, પરંતુ દિમાકુચી ખાતે યોજાનારી તે મેચો floodlights હેઠળ યોજવામાં આવશે. દિમાકુચી ખાતેની મેચો 21 જૂનથી શરૂ થશે.સરુસજાઈ 2 જુલાઈના રોજ સેમિફાઈનલ અને 4 જુલાઈના રોજ ફાઈનલનું આયોજન કરશે. 15 જૂનથી ટીમો અને અધિકારીઓ આસામ પહોંચવાનું શરૂ કરશે.

ગુજરાત ફુટબોલના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી

ગુજરાતમાં ક્રિકેટ બાદ ફુટબોલની (Football) લોકપ્રિયતા વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો ફુટબોલમાં રસ દાખવતા થયા છે અને કારકિર્દી તરીકે આ રમતને પસંદ કરી રહ્યા છે. જેને ધ્યાને રાખીને ગુજરાત ફુટબોલ એસોસિએશને (Gujarat Football Association) ઉભરતા ખેલાડીઓથી લઈને સીનિયર ખેલાડીઓ માટે  થોડા દિવસ પહેલા ખાસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતુ. ગુજરાત ફુટબોલના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ ક્લબ ચેમ્પિયનશીપ (Club Championship) ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી હતી. જોકે આ પહેલીવાર બન્યું છે કે ગુજરાત ફુટબોલે રાજ્યના ખેલાડીઓ માટે ક્લબ કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કર્યું હોય

આ ખેલાડીઓ ભાગ લેશે

માહિયા, તુલસી, જીલ, માયા, મુસ્કાન, દિયા,મિસ્બાબાનુ, સપના, જાનકી, શિલ્પા, દિપીકા, ખુશ્બુ, મમતા, રાજેશ્વરી, અંજલિ, સ્નેહા, દિયા દવે, યશ્વી, ડેનિશા, યનાકુમારી

ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમને લગતી તમામ માહિતી જોવા માટે તમે Tv9 ગુજરાતી વેબસાઈટ, યુટ્યુબ ચેનલ, ઈન્સ્ટ્રાગ્રામ, ટ્વિટર પર જોઈ શકો છો.

 

Published On - 5:09 pm, Wed, 15 June 22

Next Article