Khelo india youth gamesમાં 14 મેડલ સાથે ગુજરાત 20માં સ્થાને, જુઓ 11માં દિવસનું શેડયૂલ

|

Feb 10, 2023 | 7:07 AM

10માં દિવસની રમત બાદ ગુજરાત ટીમના ખાતામાં  1 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 14 મેડલ છે. આ 14 મેડલ સાથે ગુજરાતની ટીમ મેડલ ટેલીમાં 20માં સ્થાને છે.

Khelo india youth gamesમાં 14 મેડલ સાથે ગુજરાત 20માં સ્થાને, જુઓ 11માં દિવસનું શેડયૂલ
khelo india youth games
Image Credit source: File photo

Follow us on

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી વિવિધ શહેરોમાં ચાલી રહ્યું છે. આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના દસ દિવસ બાદ ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં વધુ એક સફળતા મેળવી છે. ગુજરાતના યુવા ખેલાડીઓ એક પછી એક મેડલ જીતી રહ્યાં છે.

ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 11 ફેબ્રુઆરી, 2023 સુધી રમાશે.

10માં દિવસે ગુજરાતના ખાતામાં આવ્યો 1 મેડલ

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં ગુજરાતના મંદિપસિંહ ગોહિલે ફેન્સીંગ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગુજરાત માટે આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો 7મો બ્રોન્ઝ મેડલ હતો.

મેડલ ટેલીમાં આ ક્રમે છે ગુજરાત

10માં દિવસની રમત બાદ ગુજરાત ટીમના ખાતામાં  1 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 14 મેડલ છે. આ 14 મેડલ સાથે ગુજરાતની ટીમ મેડલ ટેલીમાં 20માં સ્થાને છે.

14 મેડલ અપાવનાર ખેલાડીઓ

  1. નિશિ ભાવસાર – ગોલ્ડ મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- બીમ)
  2. ગુજરાત વોલીબોલ ટીમ – સિલ્વર મેડલ – વોલીબોલ
  3. લક્ષિતા સાંડિલ્યા- સિલ્વર મેડલ – 800 મીટર દોડ
  4. દિયા ઠાકોર – સિલ્વર મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- બીમ)
  5. દિયા ઠાકોર – સિલ્વર મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- ફલોર)
  6. દિયા ઠાકોર – સિલ્વર મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- અસમાન બાર)
  7. દેવાંશ પરમાર – સિલ્વર મેડલ – સ્વિમિંગ (100 મીટર બેક સ્ટ્રોક)
  8. લક્ષિતા સાંડિલ્યા – બ્રોન્ઝ મેડલ – ગર્લ્સ 1500 મીટર રન
  9. વિશ્વકર્મા પૂજા સતપાલ – બ્રોન્ઝ મેડલ – બોક્સિંગ 70 kg
  10. મંડીપસિંહ ગોહિલ- બ્રોન્ઝ મેડલ – ફેન્સીંગ (ફોઇલ – વ્યક્તિગત)
  11. અર્ચનાબેન નાઘેરા – બ્રોન્ઝ મેડલ – જુડો (-40 kg)
  12. અંકિતા નાઘેરા – બ્રોન્ઝ મેડલ – જુડો ( -44 kg)
  13. અનક ચૌહાણ – બ્રોન્ઝ મેડલ – કાયકિંગ અને કેનોઇંગ (સ્લેલોમ K1)
  14. દેવાંશ પરમાર – બ્રોન્ઝ મેડલ – સ્વિમિંગ (100 મીટર બેક સ્ટ્રોક)

મેડલ ટેલીમાં મહારાષ્ટ્રનો દબદબો

 

મેડલ ટેલીમાં મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધારે મેડલ સાથે ટોપ પર છે. મહારાષ્ટ્ર 39 ગોલ્ડ, 39 સિલ્વર, 34 બ્રોન્ઝ આમ કુલ 112 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. હરિયાણા રાજ્ય 28 ગોલ્ડ, 22 સિલ્વર અને 25 બ્રોન્ઝ આમ કુલ 75 મેડલ સાથે બીજા ક્રમે છે. યજમાન રાજ્ય મધ્યપ્રદેશ કુલ 63 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.

આ રહ્યું આજના દિવસનું શેડયૂલ

 

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના આજે 11માં દિવસે સાયકલિંગ, જુડો, સ્વિમિંગ, મલખમ, ટેનિસ અને કબડ્ડી જેવી મહત્વપૂર્ણ રમતો રમાશે. ગુજરાતના ખેલાડીઓ આ મેચોમાં વધારે મેડલ જીતવા માટે ઉતરશે.

6 ફેબ્રુઆરીના રોજ જીત્યા હતા 5 મેડલ

6 ફેબ્રુઆરીના રોજ ગુજરાતે એથલિટસમાં 1 અને જિમ્નેસ્ટિક્સમાં 4 મેડલ જીત્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ તમામ મેડલ ગુજરાતની દીકરીઓએ જીત્યા હતા. લક્ષિતા સાંડિલ્યા એ ફરી ગુજરાતને મેડલ અપાવ્યો હતો. તેણે આ વખતે 800 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જિમ્નેસ્ટિક્સમાં ગુજરાતની 2 દીકરીઓએ ગુજરાતને આજે 4 મેડલ અપાવ્યા હતા, જેમાંથી દિયા ઠાકોરે 3 સિલ્વર મેડલ અને નિશિ ભાવસારે એક ગોલ્ડ મેડલ જીત્યો હતા.

ગુજરાતે 6 દિવસની રમત બાદ જીત્યા હતા 3  મેડલ

બોક્સિંગમાં 70 કિલોગ્રામની કેટેગરીમાં ગુજરાતની દીકરી વિશ્વકર્મા પૂજા સતપાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ કેટેગરીમાં હરિયાણાની ખેલાડીએ બાજી મારીને ગોલ્ડ મેડલ જીત્યો છે. વિશ્વકર્મા પૂજા સતપાલે ગુજરાતના આ ટુર્નામેન્ટમાં ત્રીજો મેડલ જીતાડયો હતો.

પુરુષ વોલીબોલ ટીમે જીત્યો સિલ્વર મેડલ

હાલમાં શુક્રવારે ગુજરાત અને હરિયાણાની પુરુષ વોલીબોલ ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં પરાજય થતા ગુજરાતની ટીમે સિલ્વર મેડલથી સંતોષ મેળવવો પડ્યો હતો. આ પહેલા સેમી ફાઈનલમાં ગુજરાતની પુરુષ વોલીબોલ ટીમે ઉત્તરપ્રદેશની ટીમને હરાવી હતી.

ગુજરાતની દીકરીએ અપાવ્યો મેડલ

ગુજરાતની લક્ષિતા સાંડિલ્યાએ ગર્લ્સ 1500 મીટર રનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે 4.45.51ના સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી.

Published On - 8:11 am, Thu, 9 February 23

Next Article