
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી વિવિધ શહેરોમાં ચાલી રહ્યું છે. આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના 11 દિવસ બાદ ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં વધુ એક સફળતા મેળવી રહ્યાં છે. ગુજરાતના યુવા ખેલાડીઓ એક પછી એક મેડલ જીતી રહ્યાં છે. હાલ ગુજરાત 17 મેડલ સાથે મેડલ ટેલીમાં 16માં ક્રમે પહોંચ્યું છે.
ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 11 ફેબ્રુઆરી, 2023 સુધી રમાશે.
11માં દિવસે ગુજરાતના ખેલાડી કેદાર પટેલે સાયકલિંગ (રોડ રેસ માસ સ્ટાર્ટ)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાયકલિંગમાં ગુજરાતના ખેલાડીઓની રેકિંગના આધારે ગુજરાતે સાયકલિંગની ટ્રોફી પણ જીતી છે. દેવાંશ પરમારે સ્વિમિંગ (400 મીટર ફ્રી સ્ટાઈલ)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ટુર્નામેન્ટનો તેનો ત્રીજો મેડલ હતો. આ પહેલા તે સ્લિવર અને બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો હતો. જ્યારે જૂનાગઢની શાહિન દરજાદાએ જૂડો (અંડર-57 કિલો) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Check out the Medal Tally of Day 1️⃣1️⃣ of #KheloIndia Youth Games 2022 👇#KIYG2022 #KheloIndiaInMP@yashodhararaje pic.twitter.com/PokEyCJPoC
— Khelo India (@kheloindia) February 9, 2023
મેડલ ટેલીમાં મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધારે મેડલ સાથે ટોપ પર છે. મહારાષ્ટ્ર 44 ગોલ્ડ, 49 સિલ્વર, 40 બ્રોન્ઝ આમ કુલ 133 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. હરિયાણા રાજ્ય 38 ગોલ્ડ, 25 સિલ્વર અને 35 બ્રોન્ઝ આમ કુલ 98 મેડલ સાથે બીજા ક્રમે છે. યજમાન રાજ્ય મધ્યપ્રદેશ કુલ 73 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.
11માં દિવસની રમત બાદ ગુજરાત ટીમના ખાતામાં 3 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 8 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 17 મેડલ છે. આ 17 મેડલ સાથે ગુજરાતની ટીમ મેડલ ટેલીમાં 16માં સ્થાને છે.
Schedule | Day 12 | #KheloIndia Youth Games 2022 👍#KIYG2022 #KheloIndiaInMP@yashodhararaje pic.twitter.com/aSmun3FXbc
— Khelo India (@kheloindia) February 9, 2023
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના આજે 12માં દિવસે ફૂટબોલ, જુડો, સ્વિમિંગ, મલખમ, ટેનિસ અને કબડ્ડી જેવી મહત્વપૂર્ણ રમતો રમાશે. ગુજરાતના ખેલાડીઓ આ મેચોમાં વધારે મેડલ જીતવા માટે ઉતરશે.
Published On - 7:31 am, Fri, 10 February 23